Translate to...

લોકોને માસ્ક વિશે જાગ્રત કરવા મદુરાઈની રેસ્ટોરાંએ ફેસ માસ્ક આકારનાં પરોઠા બનાવ્યા, સોશિયલ મીડિયામાં વાઈરલ

લોકોને માસ્ક વિશે જાગ્રત કરવા મદુરાઈની રેસ્ટોરાંએ ફેસ માસ્ક આકારનાં પરોઠા બનાવ્યા,  સોશિયલ મીડિયામાં વાઈરલ



દેશમાં હાલ કપરો કોરોના ટાઈમ ચાલી જ રહ્યો છે અને ફેસ માસ્ક આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. તેમ છતાં લોકો કોરોનાથી બચાવતા માસ્કને પહેરવામાં અખાડા કરે છે. આ જોઈને તમિલનાડુના મદુરાઈમાં આવેલી એક રેસ્ટોરાંએ અજબ કીમિયો અજમાવ્યો છે. ત્યાંની ‘ટેમ્પલ સિટી’ નામની રેસ્ટોરાંએ ગ્રાહકો માટે ફેસ માસ્ક આકારના પરોઠા બનાવ્યા છે! આ પરોઠાને બાકાયદા સર્જિકલ માસ્ક જેવો આકાર અપાયો છે અને કાને લગાવવાની દોરી પણ બનાવવામાં આવી છે. અલબત્ત, આ પરોઠા ખાવા માટે જ છે, પરંતુ તેનોહેતુ લોકોને માસ્ક પહેરવા માટે જાગ્રત કરવાનો છે. આ એક માસ્ક પરોઠાની કિંમત 50 રૂપિયા રાખવામાં આવીછે.

Tamil Nadu: A restaurant in Madurai is serving parottas made in the shape of masks. Manager Poovalingam says, "People of Madurai are not very particular about wearing masks. We introduced mask parottas to spread awareness among people about #COVID19." pic.twitter.com/VAb5ES2EuE

— ANI (@ANI) July 9, 2020

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફેસ માસ્ક આકારના પરોઠાના ફોટોઝ જબરદસ્ત વાઈરલ થઇ રહ્યા છે. ટેમ્પલ સિટી રેસ્ટોરાંના મેનેજર પૂવલિન્ગ્મે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, મદુરાઈમાં હજુ પણ ઘણા બધા લોકો માસ્ક પહેરી રહ્યા નથી. આથી અમે તે બધાને જાગ્રતકરવા માટે ફેસ માસ્ક આકારના પરોઠા બનાવવાનો વિચાર કર્યો.

ટેમ્પલ સિટી રેસ્ટોરાંએ માત્ર ફેસ માસ્ક બનાવ્યું છે તેવું નથી, તેમણે આખેઆખું મેન્યુ જકોરોનાવાઈરસ થીમ બનાવ્યું છે. તેમાં કોરોના વાઈરસ આકારના ‘કોરોના ડોસા’ અને વડાં સામેલ છે. ફેસ માસ્ક આકારના પરાઠાનો આઈડિયા ઇન્ટરનેટ યુઝર્સને ઘણો ગમ્યો છે, એક યુઝરે કમેન્ટ કરી કે, આને ખાવાનું કે પહેરવાનું?!







Social media bites into mask parottas served by Madurai restaurant