Translate to...

લોકોના ચહેરા પર ડર, 150 પોલીસકર્મી સાતે RAFની બટાલિયન તૈનાત, શિલાન્યાસના પથ્થરો પરથી વિકાસનું નામ હટાવ્યું

લોકોના ચહેરા પર ડર, 150 પોલીસકર્મી સાતે RAFની બટાલિયન તૈનાત, શિલાન્યાસના પથ્થરો પરથી વિકાસનું નામ હટાવ્યું




કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. આ ગામમાં દસ દિવસ પહેલા લોકો તેમના જીવનમાં મશગૂલ હતા. આજે તેમના ચહેરા પર ડર અને ઉદાસી છે. પહેલા વિકાસ દુબેના આંતકનો ડર હતો અને હવે પોલીસ કાર્યવાહીનો ડર છે. અત્યારે આ ગામમાં રેપિડ એક્શન ફોર્સ લગાવવામા આવી છે.

શિલાન્યાસના પથ્થરો પરથી વિકાસનું નામ હટાવ્યુંશુક્રવારે સવારે વિકાસનું એન્કાઉન્ટર થયા બાદ તેના આતંકનો ખૌફ ધીમે ધીમે ગામમાં ખતમ થઇ રહ્યો છે. અહીં રહેતા અમુક લોકોનું કહેવું છે કે અમારી 70-80 વર્ષ જૂની બાપ-દાદાની જમીનો હતી જે વિકાસે બળજબરીથી છિનવીને બીજી પાર્ટીને આપી દીધી. તેના મરવાથી ડર ઓછો થયો તેથી પોલીસને કહી શક્યા. પહેલા કહેત તો મરવું પડત. એક યુવકે અહીં સડક નિર્માણ માટે લગાવવામા આવેલા શિલાન્યાસના પથ્થરો પરથી વિકાસનું નામ હટાવી દીધું હતું. તેણે કહ્યુ કે ગામમાંથી તેનું નામોનિશાન મટી જવું જોઇએ.

લોકો ડરના કારણે પોલીસ સામે રડવા લાગે છેબિકરૂ ગામમાં પોલીસના 150 જવાનો સાથે RAF બટાલિયનના જવાનો પણ દેખાઇ રહ્યા છે. વિકાસના તોડી નાખવામા આવેલા ઘરની બહાર રેપિડ એક્શન ફોર્સની ટીમે ઘેરો નાખ્યો છે. પોલીસ ગ્રામ્યજનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ ડરના કારણે લોકો પોલીસ સામે રડવા લાગે છે. પોલીસવાળા તેમને સમજાવીને ઘટના વિશે યોગ્ય જાણકારી આપવા માટે કહી રહ્યા છે. અત્યારે પણ લોકો વિકાસ વિરુદ્ધ બોલવાથી ડરે છે.

ગામના ઘણા લોકો પોલીસ રડાર પરપોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ બિકરૂ ગામના અમુક લોકો પોલીસના રડાર પર છે. લગભગ 500 એવા લોકો છે જેમના મોબાઇલ સર્વેલન્સ પર લગાવીને પોલીસ તપાસ કરી રહી છે. 200 પોલીસ કર્મચારીઓ પણ STFના રડાર પર છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાના દિવસથી અત્યારસુધી ગામના દરેક મકાનની ચેકિંગ કરવામા આવી અને અહીં દરેક વ્યક્તિ સાથે બેથી ત્રણ વખત પૂછપરછ કરવામા આવી છે. ગામના અમુક લોકો પર પોલીસને શંકા છે. તેના લીધે અમુક મકાનોમાં પોલીસે ચુસ્ત નાકાબંધી કરી છે.







Fear on people's faces, RAF battalion deployed with 150 policemen, names of development removed from foundation stones