Translate to...

લોકડાઉન પછી વડોદરા ગ્રામ્યમાં કોરોનાના કેસ 13 ગણા વધીને 489 થયા, આખા શહેરમાં સંક્રમણ ફેલાતા પોઝિટિવ કેસ 3 ગણા થયા

લોકડાઉન પછી વડોદરા ગ્રામ્યમાં કોરોનાના કેસ 13 ગણા વધીને 489 થયા, આખા શહેરમાં સંક્રમણ ફેલાતા પોઝિટિવ કેસ 3 ગણા થયા




વડોદરા શહેર અને જિલ્લામાં લોકડાઉન પછીના અનલોક-1 અને અનલોક-2ના દોઢ મહિનામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખુબ જ વધ્યું છે. વડોદરા શહેરના ચારેય ઝોનમાં કોરોના વાઈરસ ફેલાઇ ગયો છે અને દોઢ મહિનામાં કોરોનાના કેસ 3 ગણા વધ્યા છે. જોકે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની હાલત ખુબ જ ખરાબ છે. વડોદરા ગ્રામ્યમાં લોકડાઉન પછી અનલોક-1 અને અનલોક-2માં કોરોનાના કેસ 13 ગણા વધીને 489 થયા છે. જેમાં સૌથી વધુ 214 કેસ પાદરામાં નોંધાયા છે.

વડોદરામાં દોઢ મહિનામાં કોરોનાના કેસની સંખ્યા 1057થી વધીને 3143 ઉપર પહોંચીવડોદરા શહેર અને જિલ્લામાં 31 મે એટલે કે, લોકડાઉન સુધી કોરોનાના વાઈરસના કેસની કુલ સંખ્યા 1057 હતી. જોકે 13 જુલાઇ સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3143 ઉપર પહોંચી ગઇ છે. જે પૈકી હાલ સૌથી વધુ કેસ 1012 કેસ ઉત્તર ઝોનમાં છે. પૂર્વ ઝોનમાં 726 કેસ, દક્ષિણ ઝોનમાં 599 કેસ, પશ્ચિમ ઝોનમાં 291 કેસ અને 489 કેસ વડોદરા ગ્રામ્યમાં નોંધાયા છે. આ ઉપરાંત 26 કેસ બહારના શહેરોના વડોદરામાં નોંધાયા છે.

પશ્ચિમ ઝોનમાં કેસમાં 5 ગણા અને દક્ષિણ ઝોનમાં 4 ગણા કેસ વધ્યાવડોદરા શહેરના પૂર્વ ઝોનમાં 31 મે સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 336 હતી, જે 13 જુલાઇ સુધીમાં વધીને 726 ઉપર પહોંચી ગઇ છે. આમ પૂર્વ ઝોનમાં કેસ ડબલ થઇ ગયા છે. પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા માત્ર 64 હતી. જે વધીને 291 થઇ ગઇ છે. આમ પશ્ચિમ ઝોનમાં કેસમાં 5 ગણો વધારો થયો છે. ઉત્તર ઝોનમાં કેસની સંખ્યા 463 હતી. જે વધીને 1012 થઇ ગઇ છે. આમ ઉત્તર ઝોનમાં કેસ અઢી ગણા વધ્યા છે. દક્ષિણ ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા માત્ર 145 હતી. જે વધીને 599 ઉપર પહોંચી ગઇ છે. આમ દક્ષિણ ઝોનમાં કેસ 4 ગણા વધ્યા છે. વડોદરા ગ્રામ્યમાં માત્ર 38 પોઝિટિવ કેસ હતા. જે વધીને 489 થઇ ગયા છે. આમ વડોદરા ગ્રામ્યમાં 13 ગણા વધ્યા છે.

વડોદરા જિલ્લાનું પાદરા હોટસ્પોટ બન્યુંવડોદરા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. જેમાં પાદરા તાલુકામાં કોરોના વાઈરસના રોજેરોજ 8થી 9 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્યના તમામ તાલુકાના અડધા જેટલા 214 કેસ તો માત્ર પાદરા તાલુકામાં જ નોંધાયેલા છે. આમ પાદરા કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે.

વડોદરા શહેર અને ગ્રામ્યમાં કોરોનાની સ્થિતિઝોન 31 મે 13 જુલાઇ

પૂર્વ ઝોન 336 726 પશ્ચિમ ઝોન 64 291ઉત્તર ઝોન 463 1012દક્ષિણ ઝોન 145 599વડોદરા ગ્રામ્ય 38 489આઉટ સાઇડર 11 26







After lockdown number of corona cases in rural Vadodara increased 13 times to 489 while the number of positive cases spread across the city increased 3 times