Translate to...

લોકડાઉનના કારણે બંધ છે 100થી વધુને રોજગારી આપતી હેપ્પી સ્ટ્રીટ, 7 ફેબ્રુઆરીએ લોકો માટે ખુલ્લી મુકાઈ હતી

લોકડાઉનના કારણે બંધ છે 100થી વધુને રોજગારી આપતી હેપ્પી સ્ટ્રીટ, 7 ફેબ્રુઆરીએ લોકો માટે ખુલ્લી મુકાઈ હતી
રાજ્યમાં કોરોના મહામારીએ માર્ચમાં દસ્તક આપી અને લોકડાઉન જાહેર થયું એના એક મહિના પહેલા જ અમદાવાદ શહેરમાં લો-ગાર્ડન પાસે હેપ્પી સ્ટ્રીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હજી લોકો હેપ્પી સ્ટ્રીટની મજા માણે એ પૂર્વે જ લોકડાઉન આવી ગયું હતું અને 1 જૂનથી તબક્કાવાર અનલોક-1 અને અનલોક-2 અમલી તો થયું છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને તકેદારીના ભાગરૂપે જાહેર ખાણી-પીણીની બજાર શરૂ કરાઈ નથી. જેના કારણે અમદાવાદની લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પણ શરૂ કરવામાં આવી નથી. જેથી વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ફૂડ સ્ટ્રીટ ક્યારે શરૂ થાય તે નક્કી નથી જેના કારણે ભાડે જગ્યા રાખી અને ધંધો કરતા વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને સરકારની ગાઈડલાઈનની રાહ જોઇ રહ્યાં છે.

હેપ્પી સ્ટ્રીટમાં 100થી વધુ લોકોને રોજગારી મળે છે7 ફેબ્રુઆરીથી લો-ગાર્ડનમાં શરૂ કરવામાં આવેલી હેપ્પી સ્ટ્રીટમાં દરરોજ સાંજે 7થી 11 વાગ્યા સુધી હજારો અમદાવાદીઓ ખાણી-પીણીની મજા માણવા માટે આવતા હતા. હેપ્પી સ્ટ્રીટમાં દરેક જાતનું ફેમસ ફૂડ મળતુ હોવાથી ફૂડ રસિકોની ભીડ રહેતી હતી. જેના કારણે 100થી વધુ લોકોને રોજગારી મળતી. પરંતુ હાલ હેપ્પી સ્ટ્રીટ બંધ છે અને લોકો ત્યાંના ફૂડની મજા માણી શકતા નથી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર જગ્યાઓ શરૂ કરાઈ નથી, તેથી જાહેરમાં ખાણીપીણી શરૂ થઈ નથી અને હાલ ચાલુ પણ નહીં કરવામાં આવે તેથી હાલ ધંધા- રોજગાર બંધ જ રહેશે.

31 મોટી, 3 પ્રકારની 11 નાની ફૂડ વાનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહે છે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે. તેની સામેની બાજુ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જ્યાં ટૂ વ્હિલર્સ પાર્ક કરવાની સુવિધા છે. પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. આખી સ્ટ્રીટને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.

ગાઈડલાઈન આવે પછી વિચાર કરીશુંહેપ્ટી સ્ટ્રીટ શરૂ થવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે divyabhaksar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જાહેર જગ્યાઓ શરૂ કરવા અંગે હજી સુધી કેન્દ્ર સરકારની કોઈ ગાઈડલાઈન નથી આવી એટલે હજી હેપ્પી સ્ટ્રીટ બંધ રહેશે. ગાઈડલાઈન આવી નથી માટે ખાણી-પીણી બજાર, ફૂડ સ્ટ્રીટ શરૂ નહીં થાય. ગાઈડલાઈન આવે પછી વિચાર કરીશું.

સ્ટ્રીટ ફૂડ સ્ટોલ શરૂ કરવા પરવાનગી આપોઃ બ્લોગર્સની માગફૂડ બ્લોગર અભિનીષાઝુબિન આશરાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે સોશિયલ ડિસ્ટન્સની યોગ્ય નીતિ નિયમો બનાવી એમને પણ એમના સ્ટોલ ખુલ્લા કરવની પરવાનગી આપવી જોઈએ. સ્ટ્રીટ ફૂડ સ્ટોલના માલિકો એવા લોકો છે જે રોજનુ રોજ કમાઇને ખાતા હોય છે. રેસ્ટોરન્ટ અને હોટલોએ હોમ ડિલિવરીમાં ફૂડની ક્વોલિટી અને તૈયાર ફૂડ અડધા કલાક પછી પણ સારા સ્વાદ વાળુ રહે તેનું ધ્યાન રાખવુ પડશે. રેસ્ટોરન્ટના માલિકોએ હાઈજિન ફૂડ અને કોરોનાથી બચવાના ઉપાય સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડશે. જે રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોનો વિશ્વાસ જીતેશે એ જ વધુ સારું હાલના સમયમાં કમાઈ શકે છે. અત્યારે લોકો ફૂડની હોમ ડિલિવરી કરતા થઇ ગયા છે અને ઓગસ્ટ સુધીમાં ડાઇનિંગ હોલ ખુલી જાય તેવી શક્યતા છે.Happy Street, with more than 100 jobs closed due to lockdown, reopened to the public on February 7