Translate to...

લૉકડાઉનના કારણે પ્રીમેચ્યોર ડિલિવરી ઘટી; પ્રદૂષણ, તણાવમાં ઘટાડો અને ઘરનાં કામ જાતે કરવા તે મોટાં કારણ




આયર્લેન્ડમાં 90% અને અમેરિકામાં 20% સુધીનો ઘટાડો નોંધાયો, યુરોપમાં પણ આવો જ ટ્રેન્ડકોરોના વાઇરસ અને તેના કારણે લગાવાયેલા લૉકડાઉનથી ઘણા દેશોમાં શિશુઓના પ્રીમેચ્યોર બર્થના દરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ પરિવર્તનથી દુનિયાભરના ડૉક્ટર્સ બહુ ખુશ છે. તેઓ હવે આ પેટર્ન અંગે રિસર્ચની તૈયારી કરી રહ્યા છે.

આયર્લેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોની હોસ્પિટલોમાં નિયોનેટલ આઇસીયુમાં પ્રીમેચ્યોર બર્થ ઝડપથી ઘટ્યાં છે. ડૉક્ટર્સનું માનવું છે કે લૉકડાઉનમાં સગર્ભાઓને ઘણો આરામ મળી રહ્યો છે. સાથે જ પ્રદૂષણ ઘટ્યું છે, બહારનું ખાવા-પીવાનું બંધ છે. તેઓ ઘરનાં કામ પણ કરી રહી છે. આ બધાનો લાભ ચોક્કસ થયો છે.

અમેરિકામાં દર 10માંથી 1 બાળક પ્રીમેચ્યોર જન્મે છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી 40 અઠવાડિયાની હોય છે પણ ડિલિવરી 37 અઠવાડિયાં પહેલાં થાય તો તેને પ્રીમેચ્યોર કહે છે. આયર્લેન્ડના ડૉ. રોય ફિલિપે કહ્યું કે લૉકડાઉન દરમિયાન પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા છે. છેલ્લા 2 દાયકામાં દર હજારે 3 બાળક 453 ગ્રામ વજનનાં જન્મતાં હતાં એટલે કે નબળાં અને પ્રીમેચ્યોર. જોકે, માર્ચથી અત્યાર સુધીમાં આ વેઇટ ગ્રૂપમાં એક પણ બાળક નથી જન્મ્યું. 2 દાયકા બાદ આવું થયું છે. આયર્લેન્ડમાં લૉકડાઉન દરમિયાન પ્રીમેચ્યોર બર્થમાં 90%નો ઘટાડો થયો છે.

આલ્બર્ટાના કેલગારીના ડૉ. બેલાલ અલ શેખ કહે છે કે સમગ્ર યુરોપમાં આમ થઇ રહ્યું છે. સ્વસ્થ બાળકો જન્મે છે, પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા છે. મેલબોર્ન સ્થિત મર્સી હોસ્પિટલના ડૉ. ડેન કાસાલાજ હવે રિસર્ચ કરવા જઇ રહ્યા છે કે લૉકડાઉનમાં એવું શું થયું કે જેના કારણે પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા?

અમેરિકામાં 2018 સુધી સતત 4 વર્ષ પ્રીમેચ્યોર બર્થ વધ્યા હતાઅમેરિકાના નેશવિલે સ્થિત વેન્ડરબિલ્ટ ચિલ્ડ્રન હોસ્પિ.ના ડૉ. સ્ટીફન પેટ્રિક કહે છે કે પ્રીમેચ્યોર બર્થમાં 20%થી વધુ ઘટાડો થયો છે. સીડીસીના જણાવ્યાનુસાર દેશમાં 2018 સુધી પ્રીમેચ્યોર ડિલિવરીનો દર સતત 4 વર્ષ વધ્યો હતો. આ દરમિયાન શ્વેત મહિલાઓને 9% અને અશ્વેતને 14% જોખમ હતું.







Premature delivery due to lockdown; Pollution, stress reduction and doing the housework yourself is a big reason