પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પર લાઇફ ટાઇમ પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ તેમનું જીવન ખૂબ બદલાઈ ગયું હતું, જે હવે સામાન્ય થઈ ગયું છે. પ્રતિબંધના 20 વર્ષ બાદ, તેમણે કહ્યું કે, તેમને ખબર નથી કે તેમના પર પ્રતિબંધ કયા કારણોસર લગાવવામાં આવ્યો હતો. 2000માં મેચ ફિક્સિંગ મામલે તેમનું નામ સામે આવતા આ પ્રતિબંધ લાગ્યો હતો.
ત્યારબાદ અઝહરુદ્દીને લાંબી કાનૂની લડત લડી હતી, જેમાં તેમને 2012માં સફળતા મળી હતી. આ પ્રતિબંધ આ વર્ષે આંધ્રપ્રદેશ હાઇકોર્ટે હટાવ્યો હતો. કોર્ટે આ પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવ્યો હતો.
12 વર્ષ પછી નિર્દોષ સાબિત થયો તેનો આનંદ છે
અઝહરુદ્દીને પાકિસ્તાનની ક્રિકેટ વેબસાઇટને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.તેમાં તેમણે કહ્યું હતું કે, "હું આ માટે કોઈ પર આરોપ લગાવવા માંગતો નથી. મારા પર આ પ્રતિબંધ કયા કારણોસર લગાવવામાં આવ્યો હતો તે મને ખરેખર ખબર નથી. આ પછી, મેં લડવાનું મન બનાવ્યું અને મને ખુશી છે કે 12 વર્ષ પછી હું નિર્દોષ સાબિત થયો હતો.હું હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ બન્યો અને BCCIની બેઠકોમાં પણ હાજર રહું છું. આ બધાથી મને આનંદ થયો છે."જે નસીબમાં હોય, તે જ મળે છે
તેમણે કહ્યું, "હું માનું છું કે જે તમારા નસીબમાં હોય, તે મળે જ છે. મને નથી લાગતું કે 99 ટેસ્ટનો મારો રેકોર્ડ તૂટશે, કારણકે સારો ખેલાડી 99 ટેસ્ટ પર કરિયર સમાપ્ત નહિ કરે. તે 100થી વધુ ટેસ્ટ રમશે."અઝહરે 99 ટેસ્ટમાં 45ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટની સૂચિમાં તે 11મા સ્થાને છે, સચિન તેંડુલકર 200 ટેસ્ટ સાથે ટોપ પર છે.હૈદરાબાદ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ અઝહરના નામ પર રાખવામાં આવ્યું
ગયા વર્ષે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ અઝહરના નામ પર રાખવામાં આવ્યું હતું.અઝહરે કહ્યું કે, "મને લાગતું ન હતું કે 1989ના પાકિસ્તાન પ્રવાસ માટે મારી પસંદગી થશે, કારણકે હું બહુ ખરાબ ફોર્મમાં હતો.મને આજે પણ યાદ છે કે કરાચીમાં ઝહીર ભાઈ (પૂર્વ પાકિસ્તાની પ્લેયર ઝહીર અબ્બાસ) અમારી પ્રેક્ટિસ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મને પૂછ્યું હતું કે તમારી પ્રોબ્લમ શુ છે. મેં સમસ્યા કીધી. તો તેમણે મને થોડી ગ્રીપ બદલવા કહ્યું હતું. મેં તે જ ફોલો કર્યું અને ફરી રન બનાવવા લાગ્યો હતો.અઝહરુદ્દીને 99 ટેસ્ટમાં 45ની એવરેજથી 6215 રન બનાવ્યા છે. 334 વનડેમાં તેના નામે 36.9ની એવરેજથી 9378 રન છે. -ફાઇલ ફોટો