લદ્દાખમાં મોદીએ ફરી ચીનનું નામ ન લીધુ, પણ ચીને કહ્યું- અમને વિસ્તારવાદી કહેવું તે યોગ્ય નહીં




ગલવાનમાં ઝપાઝપી બાદ 18 દિવસ શુક્રવારે નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખમાં ગયા.તેમનો ઉદ્દેશ જવાનોનો આત્મવિશ્વાસ વધારવાનો હતોઅને ચીનને આ અંગે સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે તેમની ગતિવિધિને ભારત સહન કરશે નહીં. 9 કલાકના આ પ્રવાસના સમયમાં મોદીએ ચીનનું નામ લીધુ ન હતું. જોકે, તેમના આ પ્રવાસ સમયે ચીનની પ્રતિક્રિયામાં તેનીઅકડામણ સ્પષ્ટપણે ઉભરતી હતી.મોદીના આ પ્રવાસ સમયે ચીને એક દિવસમાં બેનિવેદન આપ્યા છે. પ્રથમ વખતે બન્ને દેશ વચ્ચે ચાલી રહેલી વાતચીતને ટાંકી અને બીજી બાજુ વિસ્તારવાદી હોવાના મોદીની વાતને પોતાના માથે લઈ લીધી છે.

પ્રથમ નિવેદન મોદી લદ્દાખ પહોંચ્યાના સાડા ચાર કલાક બાદ આવ્યુમોદી સવારે આશરે સાડા નવ વાગે લદ્દાખમાં પહોંચ્યા હતા. અહીં જવાનો સાથે મુલાકાત કરી અને 26 મિનિટની સ્પીચ આપી હતી. મોદીએ આ સ્પીચમાં ચીનનું નામ લીધા વગર કહ્યું કે ભારત દરેક આક્રમણ બાદ વધારે મજબૂતી સાથે ઉભરી રહ્યું છે. કમજોર શાંતિની પહેલ કરી શકે નહીં. વીરતા જ શાંતિની શરત હશે.આ નિવેદન બાદ બપોરે આશરે 2 વાગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયોને કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે.અમે લશ્કરી અને રાજદ્વારી ચેનલ મારફતે સ્થિતિને સામાન્ય કરવા તથા તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ પણ પક્ષને એવી ગતિવિધિમાં સામેલ થવુંજોઈએ નહીં કેજેસ્થિતિને બગાડે છે.

બીજુ નિવેદન હોસ્પિટલમાં જવાનો સાથે મુલાકાતના એક કલાક બાદ આવ્યુમોદીએ તેના લદ્દાખ પ્રવાસ લેહના આર્મી હોસ્પિટલમાં ગલવાન ઘાટીમાં ઝપાઝપીમાં ઈજા પામેલા જવાનો સાથે મુલાકાત લીધી હતી. આ તસ્વીરો અને વીડિયો આશરે સાડા પાંચ વાગે સામે આવ્યા.મોદીએ કહ્યું કે તમે સૌએમળીને જડબાતોડ જવાબ આપ્યો છે. વિશ્વ જાણવા ઈચ્છે છે કે આ વીર કોણ છે, તેમની તાલીમ કેવી છે? સમગ્ર વિશ્વ તમારી વીરતાનું એનાલિસિસ કરી રહ્યા છે.આ અગાઉ મોદીએ તેમની સ્પીચમાં ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે વિસ્તારવાદે માનવ જાતિને નુકસાન પહોંચાડ્યુ છે, ઈતિહાસ દર્શાવે છેકે આવી શક્તિનો નાશ થઈ ગયો.જોકે, આ નિવેદન અંગે ચીનની પ્રતિક્રિયા મોદીની હોસ્પિટલમાં જવાનો સાથે મુલાકાતના એક કલાક બાદ આવી. ચીને કહ્યું કે અમે 14 પૈકી 12 પડોશી દેશ સાથે શાંતિપૂર્ણ વાતચીત મારફતે સીમાંકન નક્કી કર્યું. અમે સીમાના વિસ્તારોમાં મિત્રતાભર્યો સહયોગની જમીનમાં તબદિલ કરી છે.







પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખનો પ્રવાસ કર્યો