Translate to...

લદાખ બોર્ડર પર ચીને એટોમિક બોમ્બર તહેનાત કર્યા: રિપોર્ટ, ઓપન ઈન્ટેલિજન્સ સોર્સ ડેટ્રેસફાએ ટ્વિટ કરી ખુલાસો કર્યો
ચીન એલએસી પર પોતાની તાકાત વધારવા પ્રયાસ કરી રહ્યો છે. સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરોમાં ખુલાસો થયો હતો કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી(પીએલએ)એ ભારતીય સરહદ નજીક કાશગર એરપોર્ટ પર પરમાણુ બોમ્બથી લેસ તેના અનેક બોમ્બર એરક્રાફટ્ તહેનાત કરી દીધા છે.

12 ફાઇટર બોમ્બર તહેનાત કર્યાં ઓપન ઈન્ટેલિજન્સ સોર્સ ડેટ્રેસફાએ ટ્વિટ કરી સેટેલાઇટ ઈમેજ જારી કરી હતી જેમાં કાશગર એરબેઝ પર ચીનના વ્યૂહાત્મક બોમ્બર અને બીજા આધુનિક તથા ઘાતક હથિયાર તહેનાત દેખાય છે. સેટેલાઈટ તસવીરોમાં દેખાય છે કે આ બેઝ પર 6 શિયાન એચ-6 બોમ્બર છે, જેમાંથી બે પેલોડ સાથે છે. ઉપરાંત 12 શિયાન જેએચ-7 ફાઈટર બોમ્બર છે જેમાંથી બે પર પેલોડ છે. જ્યારે 4 શેનયાંગ જે11/16 ફાઈટર વિમાન પણ છે જેની રેન્જ 3530 કિમીની છે.

લદ્દાખથી બેઝ 600 કિમી દૂર છે આ બોમ્બર પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. લદ્દાખથી આ બેઝનું અંતર આશરે 600 કિમી છે. જોકે એચ-6ની રેન્જ 6000 કિમી છે. ચીને એચ-6જે અને એચ-6જી વિમાન સાથે સાઉથ ચાઇના સીમાં પણ અભ્યાસ કર્યો છે. જોકે આ ડ્શ્રિલને ચીનના સંરક્ષણ મંત્રાલયે રુટીન ગણાવતાં કહ્યું કે તેનાથી યુદ્ધના સમયે તૈયાર રહેવાનો અભ્યાસ કરાયો હતો.

જંસ્કાર નદી પર બંધાયેલું બ્રિજ શરૂ, કારગિલથી લેહનું અંતર 160 કિમી ઓછું થયું ચીન સાથે સરહદ વિવાદ ઉગ્ર થતાં ભારતે હવે વધુ એક મહત્ત્વપૂર્ણ કામ પૂરું કરી લીધું છે. બીઆરઓએ લદ્દાખમાં વહેતી જંસ્કાર નદી પર બ્રિજ બનાવી લીધો છે. તેની સાથે જ લેહથી કારગિલના જંસ્કારનું અંતર 160 કિમી સુધી ઘટી ગયું છે. હિમાચલમાં ત્રણ બ્રિજનું નિર્માણ થતાં જ બે દિવસની મનાલીથી લેહની સફર આઠ કલાકની રહી જશે.

સૈન્ય સ્તરે પાંચમા તબક્કાની વાતચીત શરૂ ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર લેવલની પાંચમા તબક્કાની મંત્રણા રવિવારે એલએસી નજીક મોલ્ડોમાં શરૂ થઇ હતી. આ ચીનના હિસ્સવાળું મીટિંગ પોઇન્ટ છે. ભારતનું નેતૃત્વ લેફ.જનરલ હરિન્દર સિંહ કરી રહ્યાં છે. ચીન તરફથી મેજર જનરલ લિયૂ જિન આ મંત્રણામાં જોડાયા છે. મનાય છે કે વાતચીતમાં એરિયા પેંગોંગ લેક અને ગોગરા જ મુખ્ય મુદ્દા છે. આ બંને જગ્યા પર ભારત અને ચીનના સૈનિકો અત્યાર સુધી પીછે હટ્યાં નથી. પેંગોંગમાં ફિંગર 5 અને 8 એરિયામાં ચીને તહેનાતી વધારી છે.

ત્રણ સેક્ટર્સમાં ચીનની હરકત ચીન LAC પર ત્રણેય સેક્ટર્સમાં સૈનિક અને હથિયાર એકઠા કરી રહ્યું છે. આ સેક્ટર્સ પશ્વિમ લદ્દાખ, મધ્યમાં(ઉત્તરાખંડ અને હિમાચલ પાસે આવેલી સરહદ)અને પૂર્વ(સિક્કિમ અને અરુણાચલ પાસે આવેલી સરહદ).ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ચીન ઉત્તરાખંડમાં લિપુલેખ પાસેના વિસ્તારમાં પણ સૈનિકોનો જમાવડો કરી રહ્યો છે. અહીંયા નેપાળ, ભારત અને ચીનની સરહદ મળે છે. જે કાલાપાની ઘાટીનો ભાગ છે.

બે ભાગ પર ફોકસ માનવામાં આવી રહ્યું છે કે, રવિવારની વાતચીતમાં પેન્ગોંગ લેક અને ગોગરા પર ફોકસ રહેશે. આ બન્ને જગ્યા પર ભારત અને ચીનના સૈનિકો હજુ સુધી પાછળ ખસ્યા નથી.પેન્ગોંગમાં ફિંગર 5 અને 8 વિસ્તારમાં ચીને સૈનિકોની તહેનાતી વધારી દીધી છે. ભારતે પણ તેના વિરુદ્ધ જવાબી તૈયારી કરી લીધી છે. દેપસાંગમાં ચીનની સેના ભારતીય સૈનિકોને પહેલાથી જ કરતા પેટ્રોલિંગ માટે રોકવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય સેના પણ તૈયાર ચીનના ખોટા ઈરાદાનું અનુમાન ભારતીય સેનાને પણ છે. જો કે, આ વિસ્તારમાં ભારતીય સેનાએ લાંબા સમય સુધી મોરચો સંભાળવાની પુરી તૈયારી કરી લીધી છે. ભારતીય સૈનિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમની પાસે, પૂરતું રાશન આ વિસ્તાર માટે જરૂરી ખાસ પ્રકારના કપડા, સ્પેશ્યલ આર્કટિક ટેન્ટ અને અન્ય જરૂરી ઉપકરણ છે. લદ્દાખમાં હાલ લગભગ 35 હજાર ભારતીય સૈનિક તહેનાત છે.

વાયદો કરીને ફરી ગયું ચીન 14 જુલાઈએ યોજાયેલી કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગમાં નક્કી થયું હતું કે, બન્ને સેના પાછળ ખસશે.ત્યારપછી બે રાઉન્ડની વાતચીત થઈ. પહેલી મોલ્ડો(ચીન) અને ચુશૂલ(ભારત)માં યોજાઈ હતી.

અત્યાર સુધી 4 મીટિંગ યોજાઈ પહેલીઃ 6 જૂને ક્યાં યોજાઈ હતીઃ ચુશૂલ સેક્ટરમાં ચીનની સીમામાં નિયંત્રણ રેખાથી 20 કિમી દૂર આવેલા મોલ્ડોમાં યોજાઈ હતી. કયા સ્તરની વાતચીત હતીઃ લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની તેમાં શું ચર્ચા થઈઃ શાંતિપૂર્ણ રીતે વિવાદનું નિરાકરણ લાવીને સંબંધ આગળ વધારવામાં આવે બીજીઃ10 જૂન ક્યાં યોજાઈઃ પૂર્વ લદ્દાખ પાસે ભારતીય સીમાની અંદર કયા સ્તરની વાતચીત થઈઃ મેજર જનરલ સ્તરની શું ચર્ચા થઈઃ સીમા વિવાદનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે અને સૈનિકોની સંખ્યા કેવી રીતે ઘટાડાવમાં આવે ત્રીજીઃ 12 જૂન ક્યાં યોજાઈઃ લોકેશન ખબર પડી શકી નથી કયા સ્તરની વાતચીત થઈઃ મેજર જનરલ સ્તરની શું ચર્ચા થઈઃ ગલવાન વિસ્તારમાં 3 જગ્યાએ વિવાદનું નિરાકરણ લાવવામાં આવે

ચોથીઃ 30 જૂન ક્યા યોજાઈઃ મોલ્ડો કયા સ્તરની વાતચીત થઈઃ લેફ્ટિનેન્ટ જનરલ લેવલની શું ચર્ચા થઈઃ ભારતે આ બેઠકમાં પૂર્વ લદ્દાખના પેંગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકોને હટાવવાની માંગ કરીતસવીર લેહથી લદ્દાખ જતા રસ્તા પર તહેનાત ભારતીય સૈનિકોની છે.ઘણા વિસ્તારમાં બન્ને દેશોના સૈનિક પાછળ ખસ્યા છે(ફાઈલ તસવીર)