આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ભાઈ-બહેન સાથે આ તહેવાર સેલિબ્રેટ કરે છે. લતા મંગેશકરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી અને એક વચન માગ્યું હતું. PM મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય તથા લાંબી ઉંમરની પ્રાર્થના કરી હતી.
લતા મંગેશકરે ટ્વીટ કરીને કહ્યું, નમસ્કાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, તમારા માટે મારી આ રાખડી. પોતાની પોસ્ટ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં લતા મંગેશકર તથા વડાપ્રધાનની તસવીરો છે.
PM મોદી પાસે એક વચન માગ્યું વીડિયોમાં લતાજીનો અવાજ સાંભળવા મળે છે. તેમણે કહ્યું હતું, નરેન્દ્રભાઈ, આજે રક્ષાબંધનના શુભ અવસર પર હું તમને પ્રણામ કરું છું. હું આજે તમને રાખડી તો મોકલાવી શકી નથી અને તેનું કારણ આખી દુનિયાને ખબર છે. નરેન્દ્રભાઈ તમે આ દેશ માટે આટલું કામ કર્યું છે અને આટલી સારો વાતો કરી છે અને આ બધું દેશવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી.
नमस्कार आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई. आपके लिए मेरी ये राखी. @narendramodi pic.twitter.com/Na9yGFVKke
— Lata Mangeshkar (@mangeshkarlata) August 3, 2020વધુમાં તેમણે કહ્યું હતું, આજે ભારતની લાખો-કરોડો મહિલાઓએ તમને રાખડી બાંધવા હાથ આગળ કર્યો છે પરંતુ રાખડી બાંધવી મુશ્કેલ છે. તમે સમજી શકો છો અને શક્ય હોય તો આજના દિવસે અમને એક વચન આપો કે તમે ભારતનું નામ હજી રોશન કરશો. નમસ્કાર.
PM મોદીએ જવાબ આપ્યો લતા મંગેશકરની ટ્વીટ પર જવાબ આપતા PM મોદીએ કહ્યું હતું, લતા દાદી, રક્ષાબંધનના શુભ અવસર પર તમારો ભાવપૂર્ણ સંદેશ અસીમ પ્રેરણા તથા એનર્જી આપનારો છે. કરોડો માતા-બહેનોના આશીર્વાદથી આપણો દેશ નીત-નવી ઊંચાઈઓને સ્પર્શે, નવી-નવી સફળતાઓ પ્રાપ્ત કરશે. તમે સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હો, ઈશ્વરને મારી આ જ પ્રાર્થના છે.
लता दीदी, रक्षा बंधन के इस शुभ अवसर पर आपका यह भावपूर्ण संदेश असीम प्रेरणा और ऊर्जा देने वाला है। करोड़ों माताओं-बहनों के आशीर्वाद से हमारा देश नित नई ऊंचाइयों को छुएगा, नई-नई सफलताएं प्राप्त करेगा। आप स्वस्थ रहें और दीर्घायु हों, ईश्वर से मेरी यही प्रार्थना है। @mangeshkarlata https://t.co/pDHg0y3fDT
— Narendra Modi (@narendramodi) August 3, 2020Lata Mangeshkar greeted with a video message, Narendra Modi said - Your message is infinitely inspiring and energizing