Translate to...

લગ્નના બંધને બંધાવા જતાં યુગલે ચાર લાખની કિંમતના રિયલ ડાયમંડના માસ્ક બનાવ્યા

લગ્નના બંધને બંધાવા જતાં યુગલે ચાર લાખની કિંમતના રિયલ ડાયમંડના માસ્ક બનાવ્યા




કોરોનાકાળમાં જ્વેલર્સ પણ પોતાની ડિઝાઈનમાં વેરાઈટી લઈ આવ્યાં છે. કોરોનાથી બચવા જરૂરી એવા માસ્ક પણ હવે લક્ઝુરિયસ રૂપે જોવા મળી રહ્યાં છે. સુરતના જ્વેલર્સે સોના અને રિયલ તથા અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરીને માસ્ક બનાવ્યાં છે. આ માસ્ક લગ્નમાં એક કપલે ઓર્ડર આપ્યા બાદ બનાવ્યાં છે. સાથે જ અન્ય લોકો માટે પણ જ્વેલર્સ દ્વારા માસ્ક બનાવવામાં આવ્યાં છે. N-95માસ્કના મટીરીયલનો ઉપયોગ કરીને તેના પર ડાયમંડની ડિઝાઈન એ રીતે તૈયાર કરવામાં આવી છે. સાથે જ કોરોના સમય સિવાય પણ માસ્કના ડાયમંડને બ્રેસલેટ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યાં છે.

ઓર્ડર મળ્યા બાદ માસ્ક બનાવાયાજવેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, ગત 19મીએ એક કપલે પોતાના લગ્ન માટે માસ્કનો ઓર્ડર આપ્યો હતો. અમે પણ કોરોના કાળમાં કંઈક નવું કરવા ઈચ્છતા જેથી માસ્ક પર હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેરવામાં અને કોરોનાથી બચાવતા આ માસ્ક લગભગ દોઢથી ચાર લાખની કિંમતમાં વેચવા માટે મુકાયા છે. લગ્નના કે અન્ય કપડાને મેચીંગ થાય તે રીતે ડિઝાઈન પણ તૈયાર કરાઈ છે. સાથે જ આ માસ્કમાં લાગેલા હીરા રોકાણ તરીકે પણ ભવિષ્યમાં સારા સાબિત થઈ શકે છે.







જ્વેલર્સ દ્વારા ડિઝાઈનર માસ્કમાં ડાયમંડ લગાવીને જ્વેલરી સ્વરૂપે રજૂ કર્યા છે.