Translate to...

રાહુલે કહ્યુંઃ ચીને આપણી જમીન પર કબ્જો કર્યો, આપણે આવું કરવા દીધું તે દેશદ્રોહ, હું સત્ય કહીશ, ભલે મારી કારકિર્દી બરબાદ થઈ જાય

રાહુલે કહ્યુંઃ ચીને આપણી જમીન પર કબ્જો કર્યો, આપણે આવું કરવા દીધું તે દેશદ્રોહ, હું સત્ય કહીશ, ભલે મારી કારકિર્દી બરબાદ થઈ જાય



રાહુલ ગાંધીએ ફરી એક વખત વીડિયો ટ્વિટ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. રાહુલ કહ્યું કે ચીને આપણી જમીન પર કબ્જો કર્યો છે. દેશથી સત્ય છૂપાવવું અને ચીનને આવું કરવા દેવું એ દેશદ્રોહ છે. ચીન અંગે હું હંમેશા સત્ય જ કહીશ. પછી ભલે મારુ રાજકીય કરિયર બરબાદ થઇ જાય. દેશના લોકો સામે સત્ય બોલવું એ જ સાચી દેશભક્તિ છે.

The Chinese have occupied Indian land. Hiding the truth and allowing them to take it is anti-national. Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1x

— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020

સત્ય જાણ્યા પછી હું ખોટું ન બોલી શકું રાહુલ ગાંધીએ કહ્યું કે હવે એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ચીનની આર્મી આપણા વિસ્તારમાં ઘુસી આવી છે. તેથી હું પરેશાન થઇ ગયો છું. મારું લોહી ઉકળી ઉઠે છે. કેવી રીતે કોઇ દેશ આપણા વિસ્તારમાં ઘુસીને જમીન પર કબ્જો કરી શકે. એક રાજનેતા હોવાના લીધે જો તમે ઇચ્છતા હો કે હું ચૂપ રહું અને ખોટું બોલું, તો એવું હું નહીં કરું. પછી મારું રાજકીય કરિયર ભલે બરબાદ થઇ જાય, મને કોઇ ફરક નથી પડતો. મારા માટે દેશ અને લોકો સર્વપ્રથમ છે.

કેન્દ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે જે લોકો ચીનના કબ્જા અંગે ખોટું બોલી રહ્યા છે તેઓ રાષ્ટ્રભક્ત ન હોઇ શકે. જ્યારે વાત દેશ અને દેશની જમીન વિશે હોય ત્યારે હું હંમેશા સત્ય જ કહીશ.







Rahul said: China occupied our land, the treason we allowed to do so, I will tell the truth, even if my career is ruined