Translate to...

રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળ્યા પ્રધાનમંત્રી ઓલી, ઈમર્જન્સી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી

રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળ્યા પ્રધાનમંત્રી ઓલી, ઈમર્જન્સી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી




પ્રધાનમંત્રી પદની ખુરશી બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહેલા કેપી શર્મા ઓલી શનિવારે સાંજે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળવા માટે ગયા હતા. નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલયે ભંડારી અને ઓલીની બેઠક અંગે જાણકારી આપી હતી. જોકે, બેઠકને લઈ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા અંગે ઈન્કાર કરવામાં આવ્યો છે. ઓલીએ શનિવારે રાત્રે એક ઈમર્જન્સી કેબિનેટ પણ બોલાવી. મંત્રીમંડળની બેઠક બાદ ઓલી કેટલીક જાહેરાત કી શકે છે.

ઓલી પોતાને સર્વસ્વ હોવાનું સમજી બેઠાપ્રધાનમંત્રી ઓલી પર પ્રધાનમંત્રી પદ અને પક્ષ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવાનું દબાણ છે. દેશની સૌથી શક્તિશાળી સરકારનું સંચાલન કર્યા બાદ તેઓ પોતાને સર્વસ્વ હોવાનું માની બેઠા. તેને લીધે પક્ષના અન્ય નેતાઓને ચિંતા થવા લાગી.ઓલીએ પોતાના કેટલાક સભ્યો અને સલાહકારોથી ઘેરાઈ ગયા છે. તેમણે પાર્ટી સચિવાલયને પણ નજર અંદાજ કરવાનું શરૂ કર્યું છે, જે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ની એક નિર્ણાયક સંસ્થા છે. તેમા પાર્ટીના 9 મોટા નેતાનો સમાવેશ થાય છે.દહલ સહિત અનેક મોટા નેતાને નજર અંદાજ કરવા ભારે પડ્યુંપુષ્પ કમલ દહલ પ્રચંડ જેમણે છેલ્લા ત્રણ દાયકા કરતા વધારે સમય સુધી પોતાની માઓવાદી પાર્ટી ચલાવી તેને પણ નજર અંદાજ કરવામાં આવ્યા. પાર્ટીના સહ-અધ્યક્ષ હોવા છતાં તેમની વાત ભાગ્યેજ અમલમાં મુકવામાં આવી. તેમના માટે આ અનુભવ નવો હતો અને અસહ્ય પણ હતો. આ સાથે પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપુર્વ પ્રધાનમંત્રી માધવ કુમાર નેપાળ અને ઝાલા નાથ ખનલને પણ સાઈડલાઈન કરી દેવામાં આવ્યા. બન્ને નેતા કમ્યુનિસ્ટ પાર્ટીની કમાન સંભાળી ચુકેલા છે.

પાર્ટીમાં ધીમે ધીમે ઓલીનું કદ ઘટ્યુંધીમે ધીમે ઓલીનું કદ પાર્ટીની અંદર ઘટવા લાગ્યુ અને તેમના અનેક નેતા તેમની વિરુદ્ધ આવી ગયા. મે મહિનામાં ઓલી અને દહલ એક સમજૂતી પર પહોંચ્યા કે ઓલી પાંચ વર્ષ સુધી સરકાર ચલાવશે. જ્યારે દહલ વધુ જવાબદારી સાથે પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ બનશે. જોકે, ઓલી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા. ઓલી પોતાને વરિષ્ઠ નેતા ગણાવી સરકાર અને પક્ષ બન્નેમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા ઈચ્છતા હતા.

ઓલી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યોઓલીની સરકાર ભ્રષ્ટચાર અને ગેરરીતિ કરવાનો આરોપ લાગ્યો. વિદેશ નીતિને લઈ પણ તે ઘેરાઈ ગઈ. ખાસ કરીને ભારત સાથેના સંબંધને લઈ છબિ વધારે ખરાબ થઈ. કોરોના વાઈરસના સમયમાં ઓલી સરકાર પર ચીન પાસેથી તબીબી પુરવઠો મેળવવામાં ગેરરીતિ આચરવાનો આરોપ લાગ્યો.

વટહુમક રજૂ કરવાને લઈ વિવાદ વધ્યોઓલીએ એપ્રિલ મહિનામાં બે વિવાદાસ્પદ વટહુકમ જારી કર્યા હતા. ત્યારબાદ સત્તા પક્ષની અંદર જ વિવાદ વધી ગયો. આ વટહુકમ મારફતે તેઓ પોતાના અધિકાર વધારવા માંગતા હતા. જોકે, વિવાદ વધતા તેમણે આ વટહુકમ પાછાં ખેંચ્યા હતા. પણ ત્યાં સુધીમાં પક્ષની અંદર અનેક નેતાઓ તેમનાથી નારાજ થઈ ગયા હતા.







નેપાળના પ્રધાનમંત્રી ઓલી આ અગાઉ મંગળવારે પણ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળવા પહોંચ્યા હતા-ફાઈલ ફોટો