Translate to...

રાષ્ટ્રપતિ ચૂંટણીના 96 દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું- આ વખતે ઈતિહાસની સૌથી મોટી બોગસ ચૂંટણી યોજાશે, તેને ટાળી દેવી જોઇએ

રાષ્ટ્રપતિ ચૂંટણીના 96 દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું- આ વખતે ઈતિહાસની સૌથી મોટી બોગસ ચૂંટણી યોજાશે, તેને ટાળી દેવી જોઇએ




અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી ટાળવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મેલ ઇન સિસ્ટમથી મતદાન થવાનું છે. આ ચૂંટણી અમેરિકાના ઇતિહાસની સૌથી બોગસ અને ખોટી ચૂંટણી સાબિત થશે. તે અમેરિકા માટે ખૂબ શરમજનક બાબત બની જશે. રાષ્ટ્રપતિ ચૂંટણીના 96 દિવસ પહેલા ટ્રમ્પે આ વાત કહી છે.

With Universal Mail-In Voting (not Absentee Voting, which is good), 2020 will be the most INACCURATE & FRAUDULENT Election in history. It will be a great embarrassment to the USA. Delay the Election until people can properly, securely and safely vote???

— Donald J. Trump (@realDonaldTrump) July 30, 2020

ટ્રમ્પ માટે ચૂંટણી ટાળવી સરળ નથી અમેરિકાના બધારણની જોગવાઇ પ્રમાણે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. તેના માટે ટ્રમ્પને સંસદના બન્ને સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સીનેટમાંથી બિલ પસાર કરાવવું પડશે. સીનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતિ છે પરંતુ નિચલા સદનમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમતિ છે. જોકે બન્ને સદનમાં બિલ પાસ થઇ જાય તો પણ ટ્રમ્પ લાંબા સમય સુધી ચૂંટણી ટાળી નહીં શકે. અમેરિકાના બંધારણના 20માં સુધારા પ્રમાણે 20 જાન્યુઆરી સુધી કોઇ પણ ભોગે ચૂંટણી કરાવવી જ પડશે.

અગાઉ પણ મેલ-ઇન બેલેટનો વિરોધ કરી ચૂક્યા છે આ પહેલા પણ ટ્રમ્પે મેલ-ઇન બેલેટ્સનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ડેમેક્રેટસ 2020ની ચૂંટણીમાં દગાબાજી કરવા માગે છે. 22 જૂને તેમણે એક ટ્વિટ કર્યું હતું. તેમાં કહ્યું હતું કે બીજા દેશોમાંથી લાખો લોકો મેલ-ઇન બેલેટ મોકલી દેશે. તેમણે કહ્યું હતું કે ડેમોક્રેટ્સ મહામારીની આડમાં લાખો ફેક મેલ આ બેલેટમાં મોકલીને ચૂંટણીમાં દગાબાજી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમે તે થવા નહીં દઇએ.

ટ્રમ્પ પણ મેલ-ઇન બેલેટ્સનો ઉપયોગ કરી ચૂક્યા છે 2016માં લગભગ ચોથા ભાગના અમેરિકાના નાગરિકોએ મેલથી વોટિંગ કર્યું હતું. તાજેતરમાં જ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ, ફર્સ્ટ લેડી મેલાનિયા, ટ્રમ્પની દીકરી ઇવાન્કા, જમાઇ કુશ્નર, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેયગેલ મેકનેની અને એટોર્ની જનરલ પણ મેલ વોટિંગનો ઉપયોગ કરી ચૂક્યા છે.

3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરે ચૂંટણી થશે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ઉમેદવાર છે. બન્ને પાર્ટીની પ્રાઇમરી ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન પણ થઇ ચૂક્યું છે. તેમાં બિડેનનું નામ નક્કી થઇ ગયું છે. ઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન થવાનું છે. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કરવામા આવશે.







Trump hints at avoiding presidential election, says biggest bogus election in history