Translate to...

રિલાયન્સની નેટવર્થ પાકિસ્તાન જેટલી, જો રિલાયન્સ કદાચ દેશ હોત તો તેની GDP 134 દેશોથી વધુ હોત




કોવિડ-19 મહામારીએ જ્યાં સમગ્ર દેશના બિઝનેસને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે તો બીજી તરફ એક કંપની એવી પણ છે, જેના પ્રોફિટ પર ખાસ કોઈ અસર થઈ નથી. લોકડાઉન દરમિયાન આ કંપનીની બીજી કંપનીઓ સાથેની ડીલ સમાચારોમાં રહી. આપણે વાત કરી રહ્યાં છીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની. આ કંપનીની નેટવર્થ 150 બિલિયન ડોલર(લગભગ 11 લાખ કરોડ)ની થઈ ચૂકી છે.

અમે રિલાયન્સની નેટવર્થની વાત એટલા માટે કરી રહ્યાં છે કારણ કે વિશ્વના 134 દેશોની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP) રિલાયન્સની નેટવર્થ સામે ટકે તેવી નથી. આ વાતને બીજી રીતે સમજવી હોય તો આ રીતે સમજી શકય કે જો રિલાયન્સ એક દેશ હોત તો તે વિશ્વના 134 દેશો કરતા આગળ હોત.

અડધા પાકિસ્તાન બરાબર છે રિલાયન્સની નેટવર્થ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નેટવર્થ 134 દેશોની જીડીપીથી વધુ છે. કેટલાક દેશો એવા પણ છે જેની GDP રિલાયન્સની નેટવર્થથી બે ગણી કે તેનાથી ઓછી છે. પાકિસ્તાનની જીડીપી 305 બિલિયન ડોલર(લગભગ 22 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ અડધા પાકિસ્તાન બરાબર છે. આ રીતે ફિલીપીન્સ, કોલંબિયા, મલેશિયા એવા દેશ છે, જેમની જીડીપી રિલાયન્સની નેટવર્થ બે ગણી છે.

6 નેપાળ જેટલી છે રિલાયન્સની નેટવર્થ રિલાયન્સની નેટવર્થની સામે આપણા કોઈ પણ પડોશી દેશ ટકતા નથી. 1996માં ક્રિક્રેટ વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની જીડીપી 87.36 બિલિયન ડોલર(લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા) છે. નેપાળની જીડીપી 24.88 બિલિયન ડોલર(લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 6 નેપાળ જેટલી છે.

અફઘાનિસ્તાનની જીડીપી 19.54 બિલિયન ડોલર(લગભગ 1.4 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 7 અફધાનિસ્તાનથી પણ વધુ છે. આપણા પાડોશી દેશ ભૂતાનની જીડીપી માત્ર 2.53 બિલિયન ડોલર(18 હજાર કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 59 ભૂતાન સમકક્ષ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today