રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને ભૂત-પ્રેતનો ડર બતાવીને ઘર બદલાવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, આ ખુલાસો સુશાંતની બહેન મિતુ સિંહે પટના પોલીસની પૂછપરછમાં કર્યો હતો. માનવામાં આવે છે કે પટના પોલીસે મિતુ, સુશાંતના કુક તથા તેના નિકટના મિત્ર મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી.
રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલ કરી લીધો હતો મિતુએ પટના પોલીસને કહ્યું હતું કે રિયાએ સુશાંતને પૂરી રીતે પોતાના વશમાં કરી લીધો હતો. મિતુએ એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંતને ભૂત-પ્રેતની વાતો સંભળાવી અને તેને ડરાવી દીધો હતો અને પછી સુશાંતને બીજી જગ્યાએ ઘર લેવાનું કહ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, મિતુએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયાએ સુશાંતનો સ્ટાફ પણ બદલાવી નાખ્યો હતો. સુશાંતે 2015માં મુંબઈમાં 20 કરોડ રૂપિયામાં પેન્ટ હાઉસ ખરીદ્યું હતું. જોકે, પછી સુશાંત બાંદ્રામાં ભાડેથી રહેતો હતો. અહીંયા જ સુશાંતે આત્મહત્યા કરી હતી.
મહેશ શેટ્ટી તથા કુકની પણ પૂછપરછ કરી પટના પોલીસે સુશાંતના કુકની બે કલાક પૂછપરછ કરી હતી. જ્યારે સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં કુક હાજર હતો. કુકે જ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડને ડુપ્લીકેટ ચાવી બનાવનારને બોલવાનું કહ્યું હતું. સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા સુશાંતે મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ કર્યો નહોતો.
સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ થઈ સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પણ પટના પોલીસે પૂછપરછ કરી હતી. અંકિતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયા એક્ટર સુશાંતને હેરાન કરતી હતી. અંકિતાનાં જણાવ્યાં પ્રમાણે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ના સુશાંતે શુભેચ્છા મેસેજ મોકલ્યો હતો. આ સમયે બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. વાતચીતમાં સુશાંતે કહ્યું હતું કે તે રિયા સાથેના સંબંધોથી ત્રાસી ગયો છે અને તેમાંથી બહાર આવવા માગે છે. અંકિતાએ સુશાંત સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પોલીસને આપી દીધા છે.
આ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341 તથા 342 (ખોટી રીતે રોકવો અથવા બંધક બનાવવો), 380 (ચોરી), 406 (વિશ્વાસઘાત કરવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી) હેઠળ ફરિયાદ નોંધી છે. રિયા તથા તેના પરિવાર સહિત છ લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસ સુશાંતના પરિવારનું નિવેદન લેશે રિપોર્ટ્સ પ્રમાણે, મુંબઈ પોલીસ હવે સુશાંતના પિતા કે કે સિંહ, બહેન મિતુ તથા પ્રિયંકા સહિત પરિવારના સભ્યોના ફુલ સ્ટેટમેન્ટ લેવાની તૈયારીમાં છે. માનવામાં આવે છે કે પહેલાં કેટલાંક કારણોસર નિવેદન લેવામાં આવ્યા નહોતા. જોકે, હવે સુશાંતના પિતાએ પટનામાં પોલીસ ફરિયાદ કરતા મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
sushant sister said, rhea had changed Sushant's house by scaring him with ghost stories, keeping him under her control.