સુશાંત સિંહ રાજપૂત કેસમાં ED રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની તેમની પ્રોપર્ટી અને કમાણી વિશે પૂછપરછ કરી રહી છે. એક્ટ્રેસની એક વર્ષની કોલ ડીટેલ્સ બહાર આવી છે. એક રિપોર્ટમાં કોલ ડીટેલનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો છે કે, રિયા ચક્રવર્તી બાંદ્રા DCP અભિષેક ત્રિમુખેના સંપર્કમાં હતી. આટલું જ નહીં, બંને વચ્ચે એક મેસેજ પણ એક્સચેન્જ થયો હતો.
સુશાંતથી વધારે સેમ્યુઅલ અને શ્રુતિ સાથે વાત ટાઈમ્સ નાવના રિપોર્ટ મુજબ, એક વર્ષમાં એક નંબર પરથી રિયા અને સુશાંત વચ્ચે 147 વખત વાત થઇ હતી. તેમાં 94 વખત રિયાએ તેને ફોન કર્યો હતો અને 51 વખત સુશાંતે ફોન કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આનાથી પણ વધુ વખત ફોન રિયાએ સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને તેની એક્સ મેનેજર શ્રુતિ મોદીને કર્યા હતા. બંને વચ્ચેની કોલ ડીટેલ્સનું બ્રેકઅપઃ
નામ ઈનકમિંગ કોલની સંખ્યા આઉટગોઈંગ કોલ નંબરની સંખ્યા કુલ કોલ્સ (SMS સહિત) સેમ્યુઅલ મિરાન્ડા 28 259 289 શ્રુતિ મોદી 222 569 808પિતા તથા ભાઈ સાથે સૌથી વધુ વાતો થઈ રિયાએ એક વર્ષમાં એક જ નંબરથી સૌથી વધુ વાત પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી તથા ભાઈ શોવિક ચક્રવર્તી સાથે કરી હતી. પિતા સાથે 890 વાર તથા ભાઈ સાથે 886 વાર વાત કરી હતી. બંનેની સાથે રિયાના ફોન કોલ્સનું બ્રેકઅપઃ
નામ ઈનકમિંગ કોલની સંખ્યા આઉટગોઈંગ કોલ નંબરની સંખ્યા કુલ કોલ્સ (SMS સહિત) ઈન્દ્રજીત ચક્રવર્તી 203 660 890 શોવિક ચક્રવર્તી 243 629 886રિયા બે ડોક્ટર્સના સંપર્કમાં હતી ફેમિલી તથા મેનેજર ઉપરાંત રિયા ચક્રવર્તી બે સાઈકાયટ્રિસ્ટ ડો.કેરસી ચાવડા તથા ડો.પરવીન દાદાચાંજીના સંપર્કમાં હતી. ફિલ્મમેકર મહેશ ભટ્ટ તથા સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી સાથે થયેલા કોલની ડીટેલ પણ આ રિપોર્ટમાં આપવામાં આવી છે. રિયા તથા આ ચાર વચ્ચે થયેલા કોલ્સનું બ્રેકઅપઃ
નામ ઈનકમિંગ કોલની સંખ્યા આઉટગોઈંગ કોલ નંબરની સંખ્યા કુલ કોલ્સ (SMS સહિત) ડો.કેરસી ચાવડા 5 10 15 ડો.પરવીન દાદાચાંજી 1 5 6 સિદ્ધાર્થ પીઠાણી 16 84 101 મહેશ ભટ્ટ 7 9 16એક વર્ષમાં સુશાંત અને રિયા વચ્ચે માત્ર 147 વખત ફોન પર વાત થઇ