Translate to...

રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટ પહોંચી, પટનામાં તેની વિરુદ્ધ ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગને લઈને અરજી કરી

રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટ પહોંચી, પટનામાં તેની વિરુદ્ધ ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગને લઈને અરજી કરી




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક્ટરના પરિવારે કેસ ફાઈલ કર્યો છે. હવે આ ફરિયાદને લઈને રિયાએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઈલ કરી છે જેમાં તેણે પટનામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ કરી છે. આ જાણકારી રિયાના વકીલ સતીશ મનેશિંદેએ આપી છે.

અગાઉ સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે રિયા ચક્રવર્તી, તેના પિતા ઈંદ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક ચક્રવર્તી અને તેના બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવ્યો છે.

Petition filed by actor Rhea Chakraborty in Supreme Court seeking transfer of investigation in #SushantSinghRajput's death to Mumbai: Satish Maneshinde, Rhea Chakraborty's lawyer An FIR was filed by Sushant Singh Rajput's father against Rhea in Bihar yesterday.

— ANI (@ANI) July 29, 2020

ધરપકડના ડરથી રિયા ગાયબ મંગળવારે થયેલ આખા ઘટનાક્રમ પછી એક્ટ્રેસ રિયા અને પરિવાર પર ધરપકડની તલવાર લટકી રહી છે. રિયા પર નોનબેલેબલ કલમ પણ લગાવવામાં આવી છે. સુશાંતના પિતાની ફરિયાદના આધારે પટનાના રાજીવ નગર પોલીસે 341, 342, 280, 420, 406, 420 અને 306 કલમ હેઠળ રિયા અને તેના પરિવાર સહિત 6 લોકોને આરોપી બનાવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે બુધવારે પટના પોલીસ રિયાની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી પણ તેમને એવી માહિતી આપવામાં આવી કે તે અને તેનો પરિવાર ત્યાં નથી.







Rhea Chakraborty Reached Supreme Court After The Case Was Filed, Petition Seeking Transfer Of The Case To Mumbai In Patna