Translate to...

રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR ફાઈલ થયા બાદ અંકિતા લોખંડેને રાહત થઇ, પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર લખ્યું - સત્યની જીત

રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR ફાઈલ થયા બાદ અંકિતા લોખંડેને રાહત થઇ, પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર લખ્યું - સત્યની જીત



સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર તેના દિલની વાત લખી છે. તેની આ પોસ્ટને સુશાંત સિંહના પરિવારે રિયા ચક્રવર્તી વિરુદ્ધ કરેલ FIRની ઘટના સાથે જોડવામાં આવી રહી છે. અંકિતાએ લખ્યું, સત્યની જીત. અંકિતા અને સુશાંતનું બ્રેકઅપ 3 વર્ષ પહેલાં થયું હતું ત્યારબાદ સુશાંતનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયું હતું જેમાંની એક રિયા ચક્રવર્તી છે.

View this post on Instagram

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Jul 28, 2020 at 11:53pm PDT

અંકિતાની છેલ્લી ચાર પોસ્ટ સુશાંત માટે અંકિતા લોખંડેની છેલ્લી ચાર પોસ્ટ સુશાંત સિંહ માટે છે. તેણે સુશાંત માટે બે વખત દીવો પ્રગટાવ્યો અને તેણે ચાઈલ્ડ ઓફ ગોડ લખ્યું હતું. એક પોસ્ટ તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારા માટેની હતી. 2013માં કાઈપો છે ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કરનાર સુશાંત પહેલાં ટીવી એક્ટર હતો. તે અને અંકિતા લોખંડે પવિત્ર રિશ્તા સિરિયલની લીડ કાસ્ટમાં હતા.

View this post on Instagram

CHILD Of GOD