સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તીની સામે પોલીસ ફરિયાદ બાદ બિહાર પોલીસ તેની સામે ઝડપથી પુરાવા એકઠા કરી રહી છે. આ દરમિયાન જાણકારી સામે આવી છે કે, સુશાંતની જે બેં કંપનીઓમાં રિયા અને તેનો ભાઈ ડાયરેક્ટર હતા, તે બંને કંપનીઓ રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીના સરનામે રજિસ્ટર્ડ હતી. તે ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, પહેલી કંપની શરૂ કર્યાના થોડા જ સમયમાં સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.
સુશાંતે રિયાની સાથે મળીને બે કંપનીઓ 'વિવિડરેજ રિયાલિટીએક્સ પ્રાઈવેટ લિમિટેડ' (Vividrage RhealityX Pvt Ltd) અને ' ફ્રંટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશન'ની શરૂઆત કરી હતી. તેમાંથી પહેલી કંપની વિવેડરેજની શરૂઆત સપ્ટેમ્બર 2019માં થઈ હતી.
રિયાએ ભાઈને બનાવ્યો હતો ડાયરેક્ટર રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, તે સમયે રિયાએ ન માત્ર પોતાના ભાઈ શોવિક ચક્રવર્તીને કંપનીનો ડાયરેક્ટ માટે સુશાંતને મનાવી લીધો હતો પરંતુ કંપનીના નામમાં પોતાનું નામ સામેલ કરવા માટે Realityના સ્પેલિંગને પણ બદલાવીને 'Rhea'lity કરી દીધો હતો.
હતાશા વચ્ચે, શોવિકની સાથે શરૂ કરી નવી કંપની રિયાની સાથે કંપની શરૂ કર્યાના થોડા મહિના બાદ જ સુશાંત ડિપ્રેસનનો ભોગ બન્યો હતો. જેની ટ્રીટમેન્ટ તે અલગ અલગ ડોક્ટર્સ પાસે કરાવી રહ્યો હતો. આ દરમિયાન જાન્યુઆરી 2020માં સુશાંતની સારવાર દરમિયાન શોવિકે તેમની સાથે મળીને એક બીજી કંપની 'ફ્રંટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશન' શરૂ કરી.
રિયાના પિતાના ફ્લેટ પર રજિસ્ટર્ડ હતી બંને કંપનીઓ ઝી ન્યૂઝના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ બંને કંપનીઓ નવી મુંબઈ ઉલ્વા સ્થિતિ એક ફ્લેટના સરનામે રજિસ્ટર્ડ છે અને આ ફ્લેટ રિયા અને શોવિકના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીના નામ પર છે.
સુશાંતના મૃત્યુ પહેલા રિયાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું જૂન મહિનામાં સુશાંતે આત્મહત્યા કર્યાના થોડા દિવસો પહેલા જ રિયાએ 'વિવિડરેજ રિયાલિટીએક્સ'માં ડાયરેક્ટરના પદેથી રાજીનામું આપ્યું હતું. આ બંને કંપનીઓમાં સુશાંતે તેની કમાણીના મોટો હિસ્સાનું રોકાણ કર્યું હતુ.
સુશાંતના પિતાએ કેસ દાખલ કર્યો સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો, જ્યારે 26 જુલાઈ રવિવારે સુશાંતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી, તેના પિતા ઈંદ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક ચક્રવર્તી અને તેના બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવ્યો. રિયા ચક્રવર્તીની સામે આત્મહત્યા, છેતરપિંડી સહિતિ વિવિધ કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
રિયા પર છેતરપિંડી અને ષડયંત્રનો આરોપ છે સુશાંતના પિતાએ રિયા પર અન્ય આરોપો ઉપરાંત પૈસાની ઠગાઈનો આરોપ પણ લગાવ્યો. પોલીસને આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મારા દિકરાના બેંક ખાતાના સ્ટેટમેન્ટથી જાણ થઈ છે કે આશરે 17 કરોડ રૂપિયા મારા દિકરાના બેંક ખાતામાં હતા, છેલ્લા 1 વર્ષમાં 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જે જગ્યાએ આ પૈસા ટ્રાન્સફર થયા છે તેની સાથે મારા દિકરાને કોઈ જ લેવા-દેવા ન હતું. મારા દિકરાના તમામ ખાતાની તપાસ કરવામાં આવે. આ બેંક ખાતાના /ક્રેડિટ કાર્ડથી કેટલા પૈસા રિયાએ તેના પરિવાર તથા સંબંધિઓ સાથે છેતરપિંડી અને ષડયંત્રથી ઠગ્યા છે તેની પણ તપાસ થવી જોઈએ.
Sushant suffered from depression after starting a company with Riya and her brother, both companies were registered at Riya's father's address