Translate to...

રિયલ મેડ્રિડની ટીમ સૌથી વધુ 34મી વાર ચેમ્પિયન બની, 3 વર્ષ પછી ટ્રોફી જીતી; બાર્સેલોનાને હેટ્રિક કરતા રોક્યું

રિયલ મેડ્રિડની ટીમ સૌથી વધુ 34મી વાર ચેમ્પિયન બની, 3 વર્ષ પછી ટ્રોફી જીતી; બાર્સેલોનાને હેટ્રિક કરતા રોક્યું




સ્પેનિશ ફૂટબોલ ટૂર્નામેન્ટ લા લિગાનું ટાઇટલ રિયલ મેડ્રિડે પોતાના નામે કરી લીધું છે. ક્લબે સૌથી વધુ 34મી વખત આ ટાઇટલ જીત્યું છે. ટીમ ત્રણ વર્ષ પછી ચેમ્પિયન બની છે. તેણે બાર્સેલોનાને સતત ત્રીજી વખત ચેમ્પિયન બનતા રોક્યું છે. રિયલમેડ્રિડ છેલ્લે 2017માં વિજેતા બન્યું હતું.

ગુરુવારે રાત્રે રિયલ મેડ્રિડે વિલારિયલને 2-1થી હરાવ્યું. આ સાથે ટીમે ટાઇટલ જીત્યું હતું. મેચમાં રિયલ તરફથી ફ્રાન્સના સ્ટ્રાઈકર કરીમ બેંઝેમાએ બંને ગોલ ફટકાર્યા હતા. તેણે પ્રથમ ગોલ 27મી અને 76મી મિનિટમાં બીજો ગોલ સ્કોર કર્યો હતો.

34 - @realmadriden have won their 34th @LaLigaEN title - here are facts on how they've done it. King. pic.twitter.com/FIl0pDbWkm

— OptaJose (@OptaJose) July 16, 2020

ઝિદાનના કોચિંગ હેઠળ બીજું ટાઇટલજીત્યું

કોચ જિનેદિન ઝિદાને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "કોચ તરીકે આ મારા જીવનનો શ્રેષ્ઠ ટાઈમ છે." તેની કોચિંગ હેઠળ રિયલ બીજી વાર ચેમ્પિયન બન્યું છે.

Gareth Bale couldn't be happier for Zidane