રામોસે સતત 21મી પેનલ્ટી પર ગોલ કર્યો, રિયલ મેડ્રિડનો સતત છઠ્ઠો વિજય

રામોસે સતત 21મી પેનલ્ટી પર ગોલ કર્યો, રિયલ મેડ્રિડનો સતત છઠ્ઠો વિજયસ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં રિયલ મેડ્રિડે ગેટાફેને 1-0થી હરાવીને સતત છઠ્ઠો વિજય મેળવ્યો થે. આ સિઝનમાં ટીમનો 22મો વિજય છે. કેપ્ટન સર્જિયો રામોસે 79મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કર્યો. તેણે સતત 21મી વખત પેનલ્ટી પર ગોલ કર્યો છે. રિયલના 33 મેચમાં 74 પોઈન્ટ છે અને તે ટોપ પર છે. બીજા નંબરે બાર્સેલોનાના આટલી જ મેચમાં 70 પોઈન્ટ છે. બંને ટીમની 5-5 મેચ થઈ છે. આથી, રિયલે ટાઈટલની રેસમાં ખુદને આગળ કરી લીધી. આ બાજુ ઈંગ્લિશ પ્રીમયિર લીગનું ટાઈટલ જીતી ચુકેલી લિવરપુલની ટીમે માન્ચેસ્ટર સિટીને 4-0થી હરાવી છે. તેના કેવિન ડી બ્રુઈન, રહીમ સ્ટર્લિંગ અને ફિલિપ ફોડેને ગોલ કર્યા હતા. લિવરપુલના ચેમ્પરલેને 66મી મિનિટમાં ઓઉન ગોલ કર્યો હતો.

મેસી બાર્સેલોના સાથે કરાર લંબાવવા ઈચ્છુક નથીમીડિયા રિપોર્ટ અનુસાર આર્જેન્ટિનાનો સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી બાર્સેલોના સાથેનો કરાર લંબાવવા ઈચ્છુક નથી. તેનો કરાર 2021માં સમાપ્ત થઈ રહ્યો છે. 33 વર્ષના મેસને મેનેજર સાથે વિવાદ રહ્યો છે. તાજેતરમાં જ મેસીએ કારકિર્દીના 700 ગોલ પુરા કર્યા છે અને તે દુનિયાનો 7મો ખેલાડી બન્યો છે.Ramos scored on the 21st consecutive penalty, Real Madrid's sixth consecutive victory