Translate to...

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો
અયોધ્યાની સરયૂ નદી તેની સપાટીથી આજે સવારે 70 સેન્ટીમીટર ઉપર વધી રહી છે. કઈક આવી જ ઉત્સુકતા અયોધ્યાના લોકોમાં ભૂમિપૂજનને લઈને છે. ભૂમિપૂજનના શુભ કાર્યમાં સામેલ થવા માટે સમગ્ર અયોધ્યા તૈયાર થઈ ગયું છે.

કોરાનાના કારણે લોકો કાર્યક્રમ જોવા તો જઈ શકશે નહિં પરંતુ ઘરની બહાર રંગોળી અને છત પર કેસરી ઝંડો લગાવીને લોકો પોતોની હાજરી નોંધાવી રહ્યાં છે. કેટલાક લોકો કેસરી પટ્ટો ગળામાં પહેરીને ફરી રહ્યાં છે, કેટલાક લોકોએ પોતાના વ્હીકલ્સ પર ઝંડો લગાવ્યો છે.

5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન થશે. આ કારણે અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે.

જન્મભૂમિથી 2-4 કિલોમીટર દૂર રહેનાર પણ ટીવી દ્વારા ઉત્સવમાં સામેલ થવાનો પ્લાન બનાવી ચૂક્યા છે. 5 ઓગસ્ટનો દિવસ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ અયોધ્યાનું મંદિર અને લોકોમાં ઉત્સવનો માહોલ જામી રહ્યો છે. ભૂમિપૂજનના દિવસે અયોધ્યામાં 55 હજાર કિલો દેશી ઘીથી બનેલા બેસનના 14 લાખ લાડવા વહેંચવાની તૈયારીઓ ચાલી રહી છે.

કોરોના સંક્રમણને પગલે પ્રશાસન તકેદારી રાખી રહ્યું છે અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યો છે.

કાર્ય સેવક પુરમમાં બાહરના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ ભૂમિપૂજન સાથે જોડાયેલી તૈયારીઓ બાકી છે, તેને ચંપત રાય અને બાકીના લોકો 1992માં બનેલા કાર્ય સેવક પુરમના એક મોટા રૂમમાં સમેટવાની કોશિશ કરી રહ્યાં છે. દર 2 મિનિટ પછી તે રૂમના દરવાજામાંથી કોઈ નીકળતું કે તેમાં જતુ જોવા મળી રહ્યું હતું.

ગેટની બહાર બે વ્યક્તિઓ વોચ રાખી રહ્યાં છે, તેઓ ઓળખીતાને જ એન્ટ્રી આપી રહ્યાં છે, જેમને તેઓ ઓળખતા ન હતા તેમની વધુ પુછપરછ કરીને તેમને જવા દેવામાં આવતા નથી. આ મોટા રૂમ સિવાયના 45 રૂમમાં સંતોને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક સંતો પહોંચી ગયા છે તો બાકીના આજે સાંજ સુધીમાં પહોંચી જશે. જવાબદારીઓને લઈને ચિંતા ઘણા ચહેરાઓ પર દેખાઈ રહી છે. જોકે તમામ ચહેરાઓ માસ્કથી ઢકાયેલા છે.

કોરોના સંક્રમણના કારણે તકેદારી રાખવામાં આવી રહી છે. લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

લોકોએ રક્ષાબંધનના દિવસે જ પાંચ ઓગસ્ટ સુધીનું રેશન-શાકભાજી ખરીદી લીધી છે. જન્મભૂમિની આસપાસના લગભગ ચાર કિલોમીટરના વિસ્તારમાં બનેલા 300થી વધુ ઘરોના લોકો કેટલાક કલાકો સુધી ઘરની બહાર નીકળી શકશે નહિ. આ લોકો ટીવી પર જ કાર્યક્રમ જોઈ શકશે.

રામનવમી કે દિવાળીએ અહીં વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો આવે છે, આવો જ માહોલ હાલ જોવા મળી રહ્યો છે. રાનો પાલીના રહેનાર આયુષ કહે છે કે અમે પણ મોદીના આવવાની રાહ જોઈ રહ્યાં છીએ, જોકે અમને એ વાતનું દુ:ખ છે કે અમે તેમને પ્રત્ય ક્ષ દેખી શકીશું નહિ. તેઓ તેમના ગેટ પર ઉભા રહીને જ બહારની હલનચલન જોઈ રહ્યાં છે.

ભૂમિપૂજનના દિવસે અયોધ્યાના દરેક ઘરમાં લાડું વહેંચવામાં આવશે. તેના માટે 3 લાખ પેકેટ તૈયાર કરાઈ રહ્યાં છે.

સાડા 3 લાખ પેકેટમાં 14 લાખ લાડુ વહેંચવામાં આવશે ભૂમિપૂજનના દિવસે અયોધ્યાના દરેક ઘરમાં ચાર લાડુંવાળું પેકેટ પહોંચાડવામાં આવશે. તેની જવાબદારી બજાવી રહેલા ઋષિના જણાવ્યા મુજબ 14 લાખ લાડુ બનાવવામાં આવી રહ્યાં છે, જેને સાડા ત્રણ લાખ પેકેટમાં ભરવામાં આવશે. એક પેકેટમાં ચાર લાડુ છે. જિલ્લા ભાજપની ટીમ તેને સમગ્ર અયોધ્યામાં પહોંચાડશે.

ભૂમિપૂજનની તૈયારીઓ ચાલી રહી છે. દિવાલો પર સુંદર પેન્ટિંગ્સ કરવામાં આવી રહ્યાં છે.

અયોધ્યાના લગભગ તમામ રસ્તાઓ પરની દિવાલો પર શ્રીરામ અને હનુમાનના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. 50 હજારથી વધુ ઝંડાઓ અયોધ્યા શહેરથી રામજન્મ ભૂમિ તરફ આવવાના રસ્તાઓ પર લગાવવામાં આવ્યા છે. 40 મહિલાઓનો સમુહ મંગળવારે સવારે ઘરની બહાર રંગોળી બનાવશે. તેની સાથે જ દીપ પ્રગટાવવાની જવાબદારી અવધ વિવિના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.The tune of Ram is echoing in temples and houses, people of Ayodhya will watch Bhumi Pujan on TV which is 4 km away