Translate to...

રૂમી જાફરીએ પોલીસ નિવેદનમાં કહ્યું, સુશાંત ડિપ્રેશનમાં છે તે વાત છ મહિના પહેલા ખબર પડી હતી




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે ગુરુવાર (23 જુલાઈ)ના રોજ ડિરેક્ટર રૂમી જાફરીનું નિવેદન નોંધ્યું હતું. પૂછપરછમાં પોલીસને જરૂરી માહિતી મળી હતી. જાફરીએ પોલીસને કહ્યું હતું કે તેમને છ મહિના પહેલાં જ સુશાંત ડિપ્રેશનથી પીડાય છે તે વાત ખબર પડી હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ આ વાત રૂમી જાફરીને કહી હતી.

રૂમીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત ડીપ ડિપ્રેશનમાં કેમ ગયો તેનું કારણ ખબર નથી. સુશાંત ક્યારેય તેમની સાથે ખુલ્લા મનથી વાત કરતો નહોતો. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં સુશાંતને જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે રિયાએ તેમને એમ નહોતું કહ્યું કે તે ડીપ ડિપ્રેશનને કારણે એડમિટ છે. ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તેને ડેન્ગ્યૂ છે અને તેને દાખલ કરવામાં આવ્યો છે. જોકે, થોડાં સમય બાદ તેમને સાચી વાત ખબર પડી ગઈ હતી.

સાથે કામ કરવા તૈયાર થયા હતા રૂમીએ રિયા ચક્રવર્તીએ પોતાની મિત્ર ગણાવી હતી. રિયા સાથે ફિલ્મ ‘ચેહરે’ના સેટ પર મુલાકાત થઈ હતી જ્યારે સુશાંતને લાંબા સમયથી ઓળખતા હતા. રૂમીના મતે, તેમણે સુશાંતનો ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે તેની તથા રિયા સાથે ફિલ્મ બનાવવા ઈચ્છે છે અને તે તરત જ તૈયાર થઈ ગયો હતો.

ફિલ્મની વાર્તા સાંભળવા ઘરે આવવાનું કહ્યું હતું રૂમીએ કહ્યું હતું કે સુશાંતની આદત હતી કે તે કોઈ પણ બાબતમાં ઊંડાણ સુધી કામ કરતો હતો. આથી જ તેણે સ્ક્રિપ્ટ ફોન પર સાંભળવાને બદલે ઘરે જ આવવાનું કહ્યું હતું. ત્યારબાદ તેઓ ઘણીવાર એકબીજાને મળ્યા હતા અને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી. જોકે, ફિલ્મનું પ્રી-પ્રોડક્શન તથા અન્ય કાસ્ટિંગ પર કામ કરવાનું બાકી હતી. આ ફિલ્મ રોમેન્ટિક હતી અને શૂટિંગ લંડનમાં કરવાનું હતું. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થવાનું હતું પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ શરૂ થઈ શકી નહીં.

નેપોટિઝ્મને લઈ કોઈ માહિતી નથી નેપોટિઝ્મ તથા પ્રોફેશનલ દુશ્મની પર રૂમીએ કહ્યું હતું કે તેમને આ અંગે કોઈ માહિતી નહોતી. તેમણે આ અંગે ક્યારેય રિયા કે સુશાંત સાથે વાત કરી નહોતી.

વોઈસ મેસેજથી છેલ્લીવાર વાત કરી હતી રૂમી જાફરીએ કહ્યું હતું કે 12 જૂનના રોજ સુશાંત સાથે વ્હોટ્સએપ વોઈસ મેસેજમાં વાત થઈ હતી. તેમણે ન્યૂઝ પેપરમાં દિશા સલિયાનની આત્મહત્યા અંગે વાંચ્યું હતું અને તેમણે આ જ અંગે સુશાંત સાથે વાત કરી હતી. જોકે, એક્ટરે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે કોઈ બાબતને લઈ ડિપ્રેશનમાં છે અને વધુ વાત કરવા માગતો નથી. આથી જ તેમણે વધુ વાત કરી નહોતી.

સુશાંત તથા રિયા એકબીજા માટે બન્યાં હતાં રિયા તથા સુશાંતનાં સંબંધો પર રૂમીએ કહ્યું હતું કે બંને એકબીજા માટે બન્યાં હતાં. રિયા માત્ર સુશાંતનું ધ્યાન જ નહોતી રાખતી પરંતુ ડિપ્રેશનના સમયમાં તેની સાથે ઊભી રહી હતી. તેણે જ તેમને સુશાંતના ડિપ્રેશન અંગે વાત કરી હતી અને સુશાંતની ખુશી માટે તેઓ અવાર-નવાર મળતા હતા.

સાત કલાક પૂછપરછ કરી હતી રૂમી જાફરી બપોરના ત્રણ વાગે બાંદ્રા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રાતના 10 વાગે ત્યાંથી બહાર આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી 40થી વધુ લોકોની પૂછપરછ કરી છે.







Filmmaker Rumi Jaffery shares details of his last conversation with sushant singh rajput