રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરના ભૂમિપૂજન માટે 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવી રહ્યા છે. રામભક્ત ખૂબ જ ઉત્સાહમાં છે. પણ કોરોનાની સ્થિતિ વચ્ચે શ્રીરામ જન્મભૂમિને કોરોના મુક્ત કરવી તે એક મોટો પડકાર છે. આ પડકારનો સામનો કરવા માટે 1 કિમીના આ વિસ્તારમાં રહેલી તમામ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રામલલાના પુજારીને આઈસોલેટ કરવામાં આવ્યા શ્રીરામ જન્મભૂમિમાં રામલલાની પૂજા કરતા સહાયક પુજારીનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ, સહાયક પુજારી અશોક અને ભંડારીને પ્રશાસને 3 દિવસ માટે આઈસોલેટ કરાયા છે. 3 ઓગસ્ટ સુધી આ તમામ આઈસોલેટ રહેશે. તેમની તપાસ કરવામાં આવી છે અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

PM જે 1 કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે એક કિલોમીટર માર્ગ પરથી પસાર થવાના છે તેને પણ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે. સાકેત ડિગ્રી કોલેજમાં PM માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યુ છે. અહીંથી PM રામજન્મભૂમિ સુધી જશે, જે આશરે એક કિલોમીટરનું અંતર છે. આ વિસ્તારમાં લોકોનો એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

5 ઓગસ્ટના રોજ એક જગ્યા પર એક સાથે પાંચથી વધારે લોકો ભેગા થઈ શકે નહીં SSP દીપક કુમારના મતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત તેમની પ્રથમ પ્રાથમિકતા કોરોનાને લઈ છે. 3 ઓગસ્ટથી અયોધ્યાની સીમા સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત 5 ઓગસ્ટના રોજ એક જગ્યા પર 5 કરતા વધારે લોકો ભેગા થઈ શકશે નહીં. 45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પોલીસ કર્મચારીઓ PMની સુરક્ષામાં રહેશે PMની સુરક્ષાને લઈ વ્યાપક તૈયારી કરવામાં આવી છે તેમ જ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહિવટીતંત્રએ એવા 200 પોલીસ કર્મચારીની પસંદગી કરી છે કે જેમની ઉંમર 45 વર્ષથી ઓછી છે અને જેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ પોલીસ કર્મચારીઓ PMની સુરક્ષા ઘેરામાં રહેશે.

પ્રધાનમંત્રીના આગમન અગાઉ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જિલ્લામાં 10 ટેસ્ટ સેન્ટર તૈયાર કરાયા છે, જ્યાં કોઈ પણ ફ્રી ટેસ્ટ કરાવી શકે છે જિલ્લા પ્રશાસને જિલ્લામાં વિવિધ જગ્યા પર 10 કોવિડ સેન્ટર બનાવ્યા છે, જ્યાં લોકો ફ્રી ટેસ્ટ કરાવી શકે છે. આ માટેનો સમય સવારે 10થી 2 તથા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 66 કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 1,141 છે. પ્રધાનમંત્રીની યાત્રાને લઈ અયોધ્યામાં શ્રી રામ હોસ્પિટલને વહિવટીતંત્રએ આઈસોલેશન વોર્ડ બનાવી છે. આ વોર્ડમાં 30 બેડ પ્રધાનમંત્રીની યાત્રાને ધ્યાનમાં રાખી રિઝર્વ રાખ્યા છે.Ramallah's chief priest isolated, PM sanitized one km of road