રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલ

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલઆગામી 5 ઓગસ્ટે ઐતિહાસિક રામ મંદિરનો શિલાન્યાસ યોજાઈ રહ્યો છે. ત્યારે આ અવસર પર સૌરાષ્ટ્રના સાધુ-સંતોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે જાણીતા કથાકાર મોરારી બાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે મોરારી બાપુને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો એક પત્ર વાઇરલ થયો છે. પણ મોરારીબાપુના નજીકના સેવક જયદેવ માંકડે આ પત્ર ખોટો હોવાનું જણાવ્યું છે. અયોધ્યા રામ મંદિરના ફંડ એકત્રમાં મોરારીબાપુએ મોટો ફાળો આપ્યો છે. ત્યારે મોરારી બાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ પત્રને ખોટો છે- જયદેવ માંકડ સોશિયલ મીડિયામાં મોરારી બાપુના નામે આમંત્રણનો પત્ર વાઇરલ થયો છે. આ વાઇરલ પત્રની સત્યતાને જયદેવ માંકડે નકારી છે. આ સાથે જ જણાવ્યું છે કે ટીખળખોર વ્યક્તિએ આ ખોટો પત્ર વાઇરલ કર્યો છે. મહત્વનું છે કે જયદેવ માંકડ મોરારી બાપુના ખાસ અંગત સેવક છે.

મોરારીબાપુને આમંત્રણ આપવા સમર્થકોએ માંગ કરી રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારી બાપુને આમંત્રણ આપવામાં આવ્યુ ન હોવાને લઈને રાજુલા બજરંગબલી સેના અગ્રણી અને દલિત સમાજ આગેવાન કિશોર ધાખડાએ આમંત્રણ આપવા બાબતે સરકારને અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દલિત અગ્રણીએ સરકાર અને PM મોદીને અપીલ કરી છે. (જયદેવ વરૂ-અમરેલી, ભરત વ્યાસ-ભાવનગર)મોરારી બાપુના આમંત્રણનો ખોટો લેટર વાઇરલ થયો