Translate to...

રામમંદિરના પથ્થરો માટે 30 વર્ષ સમર્પિત કર્યા, કહે છે- મંદિર નહિ બને ત્યાં સુધી અહીંથી હટશે નહીં

રામમંદિરના પથ્થરો માટે 30 વર્ષ સમર્પિત કર્યા, કહે છે- મંદિર નહિ બને ત્યાં સુધી અહીંથી હટશે નહીં
અહી કારસેવકપુરમથી થોડે દૂર જ વિશ્વ હિન્દૂ પરિષદની કાર્યશાળા છે. આ એ જ જગ્યા છે જ્યાં છેલ્લા 30 વર્ષથી શ્રીરામ મંદિર માટે પથ્થરો કોતરવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે મંદિર બનાવવા અંગેનો ચુકાદો આવ્યો ન હતો ત્યારે હજારો લોકો રોજ કાર્યશાળામાં માત્ર પથ્થરો જોવા માટે આવતા હતા. આજે પણ લોકો પથ્થરો જોવા આવી રહ્યાં છે, જોકે હાલ કોરોનાના સંકટના કારણે ભીડ ઓછી છે.

5 ઓગસ્ટના ભૂમિપૂજનના કાર્યક્રમને પગલે કાર્યશાળામાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ જોવા મળી રહી છે. આ સિવાય અહીં પીળી ટીશર્ટ અને ટોપીમાં દિલ્હીની એક કંપનીના વર્કરો જોવા મળી રહ્યાં છે, જે કોતરાયેલા પથ્થરોની સફાઈ કરી રહ્યાં છે. હાલ પથ્થરો પર થતું નકશી કામ બંધ છે. 3 મજૂરો છે જે પથ્થરો પર શાઈનિંગનું કામ કરી રહ્યાં છે.

રામમંદિર કાર્યશાળામાં હાલ પથ્થરોને સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે, તેના માટે દિલ્હીની એક કંપનીના વર્કરો આવ્યા છે.

પ્રથમ કહાનીઃ કાર્યશાળાના સુપરવાઈઝર અન્નૂ સોમપુરા, જેમણે જીવનના 30 વર્ષ રામને સમર્પિત કર્યા 80 વર્ષના અન્નૂ સોમપુરા છેલ્લા 30 વર્ષથી અયોધ્યામાં છે. તેઓ કહે છે કે હું પહેલા અમદાવાદમાં મંદિર બનાવતો હતો. સપ્ટેમ્બર 1990માં રામમંદિરનું કામ મળ્યા પછી ચંદ્રકાત સોમપુરાએ તેની દેખરેખ માટે મને પસંદ કર્યો. તે સમયે મારી ઉંમર લગભગ 50 વર્ષની હતી.

જ્યારે હું અયોધ્યા પ્રથમ વખત આવ્યો હતો ત્યારે એક મોટી છાવણીમાં એક રૂમમાં રોકાયો હતો. પથ્થરો આવવાની શરૂઆત થઈ હતી. અમે કારીગર બોલાવવા માંગતા હતા પરંતુ કોઈ આવવા તૈયાર ન હતું. પછી મેં મારા જ બે પુત્ર અને ભાઈને બોલાવવાનો નિર્ણય કર્યો. 4 લોકોએ ભેગા મળીને આ કામ શરૂ કર્યા હતા. 30 વર્ષમાં એટલા પથ્થરો કોતરી નાંખ્યા કે મંદિરનું લગભગ અડધાથી વધુ કામ થઈ શકે. જીવનના 30 વર્ષ સમર્પિત કરવા બાબતે મને કોઈ દુ:ખ નથી. હું હવે રામ માટે જ જીવું છું. હું ભાગ્યશાળી છું કે મને રામનું કામ જોવા મળ્યું. મારી પત્ની પણ મારી સાથે જ રહે છે. જોકે મારા પુત્ર અમદાવાદમાં પોતાનું કામ કરે છે. એક પુત્ર કોઈ પ્રાઈવેટ જોબમાં છે જ્યારે બીજો પુત્ર પથ્થરોને કોતરવાનું જ કામ કરે છે.

પતિના મોત પછી જ્યોતિ તેના પિતાની સાથે રહે છે, તેમને બે છોકરીઓ છે, જે અભ્યાસ કરી રહી છે.

અન્નૂ સોમપુરાના ઘરમાં એક છોકરી અને એક મહિલા પણ દેખાઈ. પુછ્યા પછી ખ્યાલ આવ્યો કે આ તો તેમની જ છોકરીઓ જ્યોતિ અને નાતિન છે. પુત્રીના પતિ રજનીકાંત પણ 2015માં કાર્યશાળામાં પથ્થર કોતરવાનું કામ કરવા આવ્યાં હતા. જોકે 2019માં કાર્યશાળામાં કામ કરતા-કરતા તેમનું મોત થઈ ગયું. જ્યોતિ કહે છે કે પિતાએ બાજુંમાં જ ઘર આપ્યું હતું. કામ પણ સારું ચાલી રહ્યું હતું. 12 હજાર સેલેરી પણ હતી. ગત વર્ષે તેઓ એક દિવસ કામ કરવા ગયા પછી પરત આવ્યાં જ નથી. હું ઘરમાં કામ કરી રહી હતી. મને બીજા કોઈએ કહ્યું કે કામ કરતા-કરતા તેઓ અચાનક જ પડી ગયા.

અમે તેમને તાત્કાલિક શ્રીરામ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોકટરે જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જો સાડા 3 કલાક નીકળી ગયા તો તેઓ બચી જશે નહિતર મુશ્કેલ છે. અમે લોકો તેમની રાહ જોઈ રહ્યાં હતા પરંતુ તેમણે સાથ છોડ દીધો અને દુનિયામાંથી જતા રહ્યા. તેમની પુત્રી રોશની કહે છે કે એ સમયે હું સ્કુલમાં હતી. જ્યારે 2 વાગ્યે પરત આવી તો ખ્યાલ આવ્યો કે પિતા આ દુનિયા છોડીને જતા રહ્યાં છે. તે સમયે મને આ વાત ગળે ઉતરતી ન હતી. જોકે ધીરે-ધીરે તેમની યાદોના સહારે જિંદગી જવા લાગી છે.

રોશનીના પિતાનું મોત અહીં કામ કરવા દરમિયાન થયું છે, તે આગળ એન્જિનિયર બનીને પોતાના પિતાનું સપનું પુરું કરવા માંગે છે.

જ્યોતિ જણાવે છે કે પિતા ન હોત તો મારું જીવન ઉજ્જડ થઈ ગયું હોત. અમારી પાસે રૂપિયા કે જમીન કઈ ન હતું. હવે પિતા સાથે રહું છું. માતાની મદદ કરુ છું, કામ ચાલી રહ્યું છે. પુત્રી રોશની જણાવે છે કે તે ઈન્ટરમાં છે. તેમના અભ્યાસનો ખર્ચ વિહિપના નેતા ચંપત રાય ઉઠાવી રહ્યાં છે. ફીસ, પુસ્તકો તમામનો ખર્ચ તેઓ જ આપે છે. રોશની કહે છે કે પિતા પથ્થરો કોતરતા હતા. મંદિરનો નકશો પણ બનાવતા હતા. તેમણે કોતરેલા પથ્થરો અક્ષરધામ મંદિરમાં પણ છે. આ કારણે હવે હું આઈઆઈટીમાં જવા માંગુ છું અને એન્જિનિયર બનવા માંગું છું, જેથી મારા પિતાનું સપનું પુરું કરી શકું.

બીજી કહાનીઃ19 વર્ષથી કાર્યશાળામાં મજૂરી કરી રહ્યા છે, હવે દીકરાને પણ લઈને આવ્યા છે મિર્ઝાપુરના રહેવાસી ઝાંગુરની ઉંમર લગભગ 50 વર્ષ છે, તે 2001થી કાર્યશાળામાં મજૂરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 2001માં અહીંયા આવ્યો ત્યારે યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું હતું. હાલ આ સમયે આખી કાર્યશાળામાં માત્ર 3 મજૂર છે, જેમાંથી બે અમે બાપ-દીકરો છીએ. બાકી એક લોકલનો છે. આટલે દૂર કામ કરવા કેમ આવ્યા છો, તેના જવાબમાં તેમણે જણાવ્યું કે,અહીંયા કામ કાયમી છે. રોજ રોજ કામ શોધવું પડતું નથી. અમારું કામ કારીગરની મદદ કરવાનું હોય છે.

મિર્જાપુરના રહેવાસી ઝાંગુર અહીં 2001થી કામ કરી રહ્યાં છે, તેમને રોજના 300 રૂપિયાના હિસાબથી મહિને 9 હજાર રૂપિયા મળે છે.

પથ્થર ઉઠાવવાનું, રાખવાના, મશીનથી કાપવાના અને તેને ચમકાવવાના. મોટા પથ્થર હોતો તેને ચમકાવવામાં બેથી ત્રણ દિવસ લાગી જાય છે. 2014માં મારા પરિવારને પણ અહીંયા લઈને આવ્યો. અમને કારસેવકપુરમમાં રહેવાની જગ્યા મળી ગઈ છે. હવે દીકરાઓ પણ કાયમી કમાણી માટે આ જ કામ કરે છે. હાલ તો કોઈ કારીગર નથી. એક હતા એમનું મોત થઈ ગયું છે. હવે કહેવાયું છે કે જ્યારે મંદિરનું કામ શરૂ થશે ત્યારે કારીગરને બોલાવાશે.ઝાંગુરને દરરોજ 300 રૂપિયાના હિસાબે મહિનાના 9 હજાર રૂપિયા મળે છે. ઓછા પૈસામાં કામ કરવાના સવાલના જવાબમાં ઝાંગુરે કહ્યું કે, હવે ભગવાનનું કામ છે. થોડા પૈસામાં ગુજરાન ચાલી રહ્યું છે, થોડા વધાર મળશે તો પણ ચાલશે જ. ઝાંગુરને રામમંદિર બનવાથી પૈસા વધે તેવી આશા છે.

રામમંદિર કાર્યશાળામાં તૈયાર કરવામાં આવેલી મંદિરની પ્રતિકૃતિ.

કાર્યશાળામાં 2 લોકોના મોત થઈ ચુક્યા છે, મોટાભાગના કારીગરોને ટીબી અને ફેફસાની બિમારી થઈ જાય છે અન્નૂ સોમપુરાએ જણાવ્યું કે હું અહીંયા 30 વર્ષથી છું. અત્યાર સુધી કામ કરતા 2 લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે, બન્ને કુદરતી મોત હતા. એકનું મોત 2001માં થયું હતું બીજાનું મોત 2019માં થયું. અન્નૂ સોમપુરાએ જણાવ્યું કે, કારીગર અને પથ્થરના કામ સાથે જોડાયેલા મજૂરોની ઉંમર જ 50 થી 55 હોય છે. મોટાભાગના કારીગરોને ટીબી અથવા ફેફસાની બિમારી થઈ જાય છે. અન્નૂ સોમપુરાએ જણાવ્યું કે, પથ્થરોનું કામ ઘણા મહિનાઓ સુધી ચાલે છે જેથી પથ્થરોની ધૂળ અને નાના નાના કણો મોઢા દ્વારા શરીરમાં જાય છે. જેના કારણે દમ, ટીબી અથવા ફેફસાની બિમારી થાય છે.

કેમિકલથી સાફ થઈ રહ્યા છે પથ્થર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કાર્યશાળામાં રાખવામાં આવેલા પથ્થરો પરથી ગંદકી હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જેને દિલ્હીની એક કંપની કરી રહી છે. પ્રોજેક્ટ મેનેજર સંજયે જણાવ્યું કે, અમને આ કામનો અનુભવ છે. હાલ અમે 7 લોકો સાથે કામ કરી રહ્યા છીએ, પણ જો અમને ટાઈમ બાઉન્ડ આપવામાં આવશે તો અમે કારીગરોની સંખ્યા વધારી દેશું. તેમણે જણાવ્યું કે, અમે 23 પ્રકારના કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે પહેલા રાજસ્થાનના આ પથ્થરોનો અભ્યાસ કર્યો છે પછી કામ શરૂ કર્યું છે, કારણ કે અભ્યાસ ન કર્યો હોત તો કેમિકલની ખરાબ અસર પથ્થરો પર પડી શકે છે.

1990માં બનેલી કાર્યશાળાની જમીન દાનમાં મળી હતી, 1992 પછી અહીંયા પર્યટકો આવવા લાગ્યા.

કાર્યશાળાનું શું મહત્વ છે અયોધ્યાના સીનિયર પત્રકાર વીએન દાસે જણાવ્યું કે, 1990માં બનાવાયેલી કાર્યશાળાની જમીન રાજા અયોધ્યાએ દાનમાં આપી હતી. તે રામમંદિર અંગે જનજાગરણનું મુખ્ય બિંદુ પણ રહ્યું છે. અહીંયા પથ્થર તો કોતરવામાં આવ્યા હતા પણ સાથે શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરાઈ. 1992 પછીથી અયોધ્યા આવનારા પર્યટકો કાર્યશાળા પણ જવા લાગ્યા. અહીંયા પર્યટકોને જણાવાતું હતું કે, કેવી રીતે મંદિર માટે પથ્થરોને તૈયાર કરાઈ રહ્યા છે. તેમણે મંદિરની પ્રતિકૃતિ પણ દેખાડવામાં આવતી હતી. સાથે જ જણાવાતું હતું કે મંદિર કેટલું મોટું હશે. કેટલી ઊંચાઈ અને પહોળાઈ હશે. શ્રદ્ધા વશ ઘણા લોકો દાન પણ કરતા રહે છે. આ જ કારણે દેશભરમાં મંદિર માટે જનજાગરણ થવા લાગ્યું.The story of a man who dedicated 30 years to the stones of the Ram temple, says - We will not leave here until the temple is built