Translate to...

રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને એજન્ટ સહિત ચારની ધરપકડ

રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને એજન્ટ સહિત ચારની ધરપકડ
કોરોનાની મહામારીમાં બાંગ્લાદેશથી એજન્ટ મારફતે રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદ લાવી ઇન્જેક્શનનું ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરતા હોવાના કૌભાંડમાં એક યુવતી સહિત ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસે કોઇપણ જાતની આયાત કરવાનું લાયસન્સ ન હતું છતાં પણ ઊંચા ભાવે કાળા બજારી કરીને દર્દીઓને આરોપીઓ આ ઇન્જેક્શન વેચતા હતા. ક્રાઇમબ્રાન્ચે વેજલપુરમાં આવેલી ફાર્માસ્યુકિલ કંપની નીલકંઠ એલિક્ષરના વૈશાલી ગોયણી, પાર્થ ગોયાણી, કમિશન એજન્ટ સંદીપ માથુકિયા અને દર્શન સોની નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ રૂ. 5000ના ઇન્જેક્શન 15000થી 35000માં વેંચતા હોવાનું બહાર આવ્યું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સુરતમાંથી ઝડપાયેલા રેમડેસિવીર ઇન્જેક્શન મામલે ઝડપાયેલા સંદિપ માથુકિયા અમદાવાદની વેજલપુરમાં આવેલી નીલકંઠ એલિકસીર LLP નામની ફાર્માસ્યુટિકલ કંપનીનો કમિશન એજન્ટ હતો. સંદિપનો મિત્ર અને કંપનીની ભાગીદાર વૈશાલી ગોયાણીનો પતિ પાર્થ ગોયાણીએ 7 જુલાઈએ અને 12 જુલાઈએ બે વાર બાંગ્લાદેશથી કરોડો રૂપિયાના ઇન્જેક્શન ફ્લાઇટ મારફતે બિલ વગર અગરતલા અને ત્યાંથી ગુજરાત મંગાવ્યા હતા.

આ ઇન્જેક્શનને સુરતમાં સંદિપના પિતરાઈભાઈ યશના ઘરે મુક્યા હતા. સુરતમાં અનેક દર્દીઓના સગા અને ડોક્ટરોને બિલ વગર 111 vial combi pack ઇન્જેક્શન મૂળ કિંમત કરતા વધુ ભાવે વેચ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ફાર્માસ્યુટિકલ કંપનીએ બાંગ્લાદેશથી ઇન્જેક્શનનો મોટો જથ્થો મંગાવી અને સંગ્રહ કર્યો હતો.

આરોપીઓ

વૈશાલી પાર્થ ગોયાણી - કંપનીના ભાગીદારદર્શન સોની - કંપનીના ભાગીદારપાર્થ ગોયાણી - કંપનીના જવાબદાર વ્યક્તિસંદિપ માથુકિયા - કમિશન એજન્ટયશ માથુકિયા - એજન્ટબાંગ્લાદેશનો શબ્બીર

રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ.