Translate to...

રાફેલનો ગૃહ પ્રવેશ, રાજસ્થાનમાં રાજકીય ગરમીનો પારો ઉંચે,કોરોના વેક્સીનનો થર્ડ હૂમન ટ્રાયલ અને રામ મંદિરના પાયામાં લાખોની ચાંદી
દિવસની શરૂઆત શુભ સમાચારથી....

આજે ભારતમાં રાફેલનો ગૃહ પ્રવેશ દેશમાં સોદાથી લઈ પહેલા પૂજન સુધી સતત વિવાદોમાં રહેલા રાફેલ યુદ્ધ વિમાનનું લેન્ડિંગ આજે ભારતમાં થઈ રહ્યું છે. સોમવારે 5 વિમાનોએ ફ્રાંસથી ભારત આવવા ઉડ્ડાન ભરી હતી, જે વાયા UAEથી બુધવારે ભારત પહોંચશે.વાયુસેના માટે આ 5 વિમાન બૂસ્ટરનું કામ કરશે. કારણ કે, છેલ્લા બે દાયકામાં કોઈ નવું યુદ્ધ વિમાન ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થયુ નથી. રાફેલ આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, પરમાણુ શક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. મલ્ટી-રોલ ફાઈટર જેટ્સ ભારતીય વાયુસેનાને મળવાથી તેની શક્તિમાં અનેક ગણો વધારો થશે. પાંચેય રાફેલ અંબાલામાં જ ગોઠવવામાં આવશે. અહીં તેમને વ્યૂહાત્મક રીતે ગોઠવવાથી પશ્ચિમી સીમા પર પાકિસ્તાન સામે ઝડપભેર એક્શન લઈ શકાશે.અંબાલામાં 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝ રાફેલની પ્રથમ સ્ક્વોડ્રન હશે.

રાજસ્થાનના રાણમાં હવે ગેહલોતના નિશાન પર રાજ્યપાલ રાજસ્થાનમાં સત્તાના સંઘર્ષનો ત્રિકોણાકાર બન્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે જે ગજગ્રાહ ચાલતો હતો તે હાલ પૂરતો તો ઠંડો પડ્યો છે પણ બીજા મોરચે રાજ્યપાલ કલરાજ મિશ્ર પણ અન્ય બાજુ સંભાળી રહ્યા છે. અત્યાર સુધી સચિન પાયલટ પર પોતાની ભડાસ કાઢનાર ગેહલોત હવે રાજ્યપાલ સાથે રાજકીય સંઘર્ષમાં છે. બહુમતી પરિક્ષણ માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ બે વખત નકારવામાં આવી છે. મિશ્રએ ટૂંકમાં કહી દીધુ છે કે જો સત્ર બોલાવવું જ હોય તો 21 દિવસની નોટિસ આપો. ગેહલોત ઈચ્છે છે કે તાત્કાલિક સત્ર બોલાવવામાં આવે અને બહુમતી સાબિત કરી લેવામાં આવે. પણ, રાજ્યપાલે આ માટે મંજૂરી આપી નથી. મંગળવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાનથી લઈ સચિવાલય સુધી આ અંગે દોડધામ જોવા મળી. મંગળવારે ત્રીજી વખત પણ સત્ર બોલાવવા માટેના પ્રસ્તાવ રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવ્યો. બીજી બાજુ BSPના સુપ્રીમો માયાવતીએ પણ મુખ્યમંત્રી ગેહલોત સામે ખુલ્લીને વિરોધ કર્યો છે. કોરોનાને લઈ રાહતના સમાચાર બેલગામથી કોરોના વાઈરસનો સામનો કરવા માટે યુદ્ધસ્તર પર વેક્સીન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં દેશમાં પાંચ જગ્યા પરથી વેક્સીનનો ત્રીજો હૂમન ટ્રાયલ શરૂ થશે. વેક્સીન માટે આ તબક્કો અત્યંત મહત્વનો છે. જો આ તબક્કાના પરિણામો સકારાત્મક આવશે તો દેશમાં કોરોના વેક્સીન જલ્દી આવવાની શક્યતા પ્રબળ બની જશે. વેક્સીનના પ્રથમ બે તબક્કાના ટ્રાયલ પૂરા થઈ ગયા છે. તેના પરિણામો આ મહિનાના રિસર્ચ જર્નલમાં પ્રકાશિત પણ થયા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા ટ્રાયલમાં તેને લગતા ઘણા સારા પરિણામો સામે આવ્યા હતા. પ્રથમ તબક્કામાં માંડ થોડા લોકોએ આ વેક્સીન લગાવી હતી. બીજા તબક્કાના ટ્રાયલમાં સો કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો. હવે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં હજારો લોકો આ વેક્સીન લગાવશે.

રામ મંદિરના શિલાન્યાસમાં લાખો રૂપિયાની ચાંદી 5 ઓગસ્ટ જેમ-જેમ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લગતી તૈયારીઓ વધુ ઝડપી થઈ રહી છે. મંગળવારે ચાંદીની ઈંટોની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ સાથે એવો પણ દાવો કરવામાં આવતો હતો કે આ એ ઈંટ છે કે જે 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરના શિલાન્યાસમાં મુકશે. ચાંદીની આ ઈંટનું વજન 22 કિલોથી વધારે છે અને તેની કિંમત 15 લાખ આસપાસ છે. જોકે, હકીકત એ છે કે ટ્રસ્ટને આવી અનેક ઈંટ મળી રહી છે,જે વિવિધ જિલ્લામાંથી બુલિયન મર્ચન્ટ એસોસિએશન તરફથી મોકલવામાં આવી રહી છે. ટ્રસ્ટ સાથે સંકડાયેલા લોકોનું કહેવું છે કે મંદિરના પાયામાં જે ચાંદીની ઈંટ રાખવામાં આવશે તે અલગ છે. પણ જે પણ ઈંટ મોકલવામાં આવી રહી છે તે મંદિરના પાયામાં રાખવામાં આવશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના અંગે ઈમર્જન્સી કમિટીની રચના કરશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કોરોનાની વધી રહેલી ઝડપને જોતા એક ઈમર્જન્સી કમિટીની રચના કરવા જઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે કોરોના વાઈરસ મહામારી જાહેર થઈ તેને આજે આશરે છ મહિના પસાર થઈ ગયા છે. છેલ્લા છ સપ્તાહમાં કોરોનાએ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિમાં વિશ્વમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ ગેબ્રેયેસસે કહ્યું કે મહામારીને લઈ ગુરુવારે એક ઈમર્જન્સી કમિટીની રચના કરવામાં આવશે. બીજી બાજુ WHO સાથે સંબંધ તોડી નાંખનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બે સપ્તાહમાં કોરોનાના ઈલાજને લગતા સારા સમાચાર મળી શકે છે. કેવો રહેશે આજનો દિવસ, એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બી પાસેથી જાણો 29 જુલાઈ, બુધવારે અનુરાધા નક્ષત્ર હોવાથી સૌમ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી શુક્લ યોગ રહેશે. ગ્રહોની આ શુભ સ્થિતિમાં વિચારેલા કાર્યો પૂરા થશે. જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે મેષ, વૃષભ, મિથુન, સિંહ, કુંભ અને મીન રાશિવાળા લોકો માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત કર્ક, ધન અને મકર રાશિવાળા લોકો માટે દિવસ એકંદરે સામાન્ય રહેશે. ડો.કુમાર ગણેશ પાસેથી જાણીએ કે અંકફળ પ્રમાણે બુધવાર 29 જુલાઈનો મૂળાંક 2, ભાગ્યાંક 4, દિવસ અંક 5, માસાંક 7 અને ચલિત અંક 1,4 છે. ન્યૂમેરોલોજીસ્ટ ડો.કુમાર ગણેશના મતે બુધવારે અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ બની છે. અંક 2,7 અંક 1, 4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ બની છે. અંક 5ની અંક 1,4,2,7 સાથે મિત્ર યુતિ બની છે.Raphael's home entry today, political heat rages in Rajasthan, Corona vaccine's third human trial and millions of silver at the foundation of the Ram temple