રેપ કેસ તોડ કાંડ: પોરબંદર પાસેના નાના ગામની શ્વેતા જાડેજાએ અગાઉ પણ 'તોડ' કર્યાની તપાસ, પોલીસ પણ શોધે છે એ 'જીજાજી'ને

રેપ કેસ તોડ કાંડ: પોરબંદર પાસેના નાના ગામની શ્વેતા જાડેજાએ અગાઉ પણ 'તોડ' કર્યાની તપાસ, પોલીસ પણ શોધે છે એ 'જીજાજી'નેશહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવતી યુવા PSI શ્વેતા જાડેજા(મેર) બળાત્કારના આરોપી પાસેથી રૂ. 35 લાખનો તોડ કરવા મામલે હાલ SOGની કસ્ટડીમાં છે. આ તોડકાંડ અને PSI શ્વેતા હમીરભાઈ જાડેજા(મેર)ના ફેમિલિ બેકગ્રાઉન્ડ અંગે DivyaBhaskarએ એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ તૈયાર કર્યો છે.પોરબંદરના નાના એવા ગામમાંથી આવતી 25 વર્ષીય શ્વેતા જાડેજા અમદાવાદમાં આવીને રાતોરાત રૂપિયા કમાઈ લેવા મોટા તોડકાંડમાં ઝડપાઈ ગઈ છે. રૂપિયાના આ ખેલમાં તેની સાથે તેના કથિત જીજાજી સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. શ્વેતા જાડેજા(મેર) 2018ના સેટેલાઇટના કથિત ગેંગરેપ પ્રકરણમાં સોશિયલ મીડિયા ચેટ શોધવાની મહત્વની જવાબદારી નિભાવી ચૂકી છે. પરંતુ ઘણા સમયથી રૂપિયાના ખેલમાં તેના પર અલગ અલગ એજન્સી નજર રાખી રહી હતી.

PSI જાડેજા સાથે સંકળાયેલા પુરુષને શોધી રહ્યા છીએઃ DYSP બી. સી. સોલંકીઆ અંગે SOGના DYSP બી. સી. સોલંકીએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, અમે આ કેસમાં રિમાન્ડ મેળવીને PSI જાડેજા સાથે સંકળાયેલા પુરુષને શોધી રહ્યા છીએ. તેમજ અમે અન્ય ખૂટતી કડી પણ મેળવી લેવા માટે તપાસ કરી રહ્યા છીએ.

શ્વેતા મૂળ પોરબંદરના એક ગામનો વતની, કથિત જીજાજી સાથે મળીને ‘વહીવટ’ કરતીશ્વેતા જાડેજા(મેર)નો પરિવાર મૂળ પોરબંદરના એક ગામનો વતની છે. પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ ગણાય છે. હાલ તેના માતા-પિતા જૂનાગઢ પાસેના કેશોદમાં રહે છે. શ્વેતા વર્ષ 2017ની બેચમાં PSI બની અને ત્યાર બાદ તેનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું. અમદાવાદમાં 2018માં સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં પણ શ્વેતા જાડેજાને મહત્વની તપાસ સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ એજન્સીને શ્વેતા જાડેજા દ્વારા તોડ કરવામાં આવી રહ્યો આશંકા હતી. જેને કારણે તપાસ એજન્સી તેના પર સતત નજર રાખી રહી હતી. જે માટે અલગ અલગ તપાસ કરી રહ્યાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. શ્વેતા જાડેજા(મેર)એ આંગડિયા મારફતે હવાલો પાડી જામજોધપુર રૂપિયા મોકલ્યા હોવાનું SOGને જાણવા મળ્યું છે. તેણી બ્લેક મેઈલિંગના કારોબારના રૂપિયાનો શ્વેતા તેના કથિત જીજાજી સાથે મળીને વહીવટ કરતી હતી.

પોલીસે શ્વેતા જાડેજા(મેર)ના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓ

મહિલા આરોપીને સાથે રાખીને તેના રહેણાંક મકાનની ઝડતી કરવી તપાસ માટે અત્યંત જરૂરી છે મહિલા આરોપીએ સાહેદો મારફતે અન્ય આરોપીના મેળાપીપણામાં મેળવેલા રૂ. 20 લાખ આરોપી પાસેથી રિકવર કરવા તપાસ માટે ખૂબ જ અગત્યના છે અને આરોપીએ આ પૈસા કોની પાસે અને ક્યાં રાખ્યા તે અંગે તપાસ કરવી જરૂરી છે. મહિલા આરોપીના મૂળ વતન કેશોદ ખાતે તપાસ કરવી જરૂરી છે. મહિલા આરોપીએ ગુના દરમિયાન મેળવેલી લાંચની રકમમાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકત ખરીદી છે કે કેમ?તે બાબતની તપાસ કરવી જરૂરી છે. આ કામમાં મહિલા આરોપી પોતે એક પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય ત્યારે તે કાયદાની આંટીઘૂંટી સારી રીતે જાણતા હોય છે. જેથી વધુ સમયની જરૂર હોવાથી તેની પોલીસ કસ્ટડીની હાજરી અત્યંત જરૂરી છે. મહિલા આરોપીએ પોતાના સગા મારફતે અગાઉ બીજા કોઈ નાણાં મેળવ્યા છે કે કેમ? તે બાબતે તપાસ કરવી જરૂરી છે. આરોપીએ આટલી મોટી રકમ પોતાના આર્થિક લાભ માટે સાહેદો પાસેથી આંગડીયુ કરાવ્યું છે, તેના આ કાર્યમાં અન્ય કયા કયા ઈસમોની સંડોવણી છે?તેની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે. આરોપી અને તેમના સગા-વ્હાલાંઓની અમદાવાદ શહેર કે વતનમાં બેંક સ્ટેટમેન્ટની માહિતી એકત્ર કરવી જરૂરી છે. આરોપીએ અગાઉ અન્ય કોઈ જગ્યાએથી આવા ગેરકાયદે આર્થિક લાભ મેળવી પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ ચૂકેલ હોય તો તે તપાસ પણ કરવી જરૂરી છે.

extortion in rape case: sog investigate psi shweta jadeja involved any other case or note in ahmedabad