રાપર તાલુકાના લાકડાવાંઢમાં પ્રેમી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. પ્રેમ સંબંધની અદાવત રાખીને યુવાનની તેના માતા-પિતાની નજર સામે જ ભરબપોરે ધારિયા, સળિયા અને ધોકા મારીને ઘાતકી રીતે હત્યા કરાઈ હતી. દરમિયાન યુવતીની પણ ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. બાલાસર પોલીસે હત્યા સહિતની ફરિયાદ નોઁધીને તપાસ હાથ ધરી છે.
પ્રેમસંબંધને કારણે ઘણીવાર બોલાચાલી થઈ હતીમાથાભારે તરીકે પકાયેલા વાગડ વિસ્તારમાં ફરી એક વખત લોહીથી રંગાયો હતો. પાંચ દીકરીઓ અને એક દીકરાના પિતા એવા શખ્સની તેના માતાપિતાની નજર સામે જ હત્યા કરાતાં ચકચાર મચી હતી. જેમાં પ્રાથમિક વિગતો અનુસાર રાપર તાલુકાના લાકડાવાંઢના બાબુ મેપા કોલીને ધર્મા કરશન કોલીની દીકરી સાથે છેલ્લા ત્રણેક વર્ષથી આંખો મળી જતાં બને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જેના કારણે બેથી વધુ વખત બોલાચાલી પણ થઈ ચૂકી હતી અને અઠવાડિયા પહેલા જ અમારો દીકરો તમારા ઘરે બાજુ નહીં આવે તેવું સમાધાન પણ થયું હતું.
મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયાઆજે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ધર્મા કરશન કોલી, તેના ત્રણ દીકરા સતીશ ધર્મા કોલી, ગોકર ધર્મા કોલી, શિવા ધર્મા કોલી અને હરેશ ભૂરા કોલી (ભાણેજ) વગેરે ટ્રેક્ટર દ્વારા બાબુ મેપા કોલી ખેતર ખેડતો હતો ત્યારે હુમલો કર્યો હતો. આ પાંચ લોકોએ આવીને માતાપિતાની નજર સામે જ યુવાનને રહેંસી નાંખ્યો હતો. મૃતકની લાશને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી હતી અને તેની પણ હત્યા થઈ હોય એવી આશંકા લોકોમાં વ્યાપી હતી. આ મામલે મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાલાસર પોલીસે સ્થળ પર જઇને પંચનામું સહિતની કાર્યવાહી કરી હત્યા સહિતની ફરીયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.(તસવીર અને માહિતી: દિપુભા જાડેજા, રાપર)
Man murder in love affair in lakdavandh of Rapar taluka in kutch district