રાજીવ ગાંધી હત્યાકાંડના દોષી એજી પેરારિવલને 1993માં મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત અભિનેતા સંજય દત્તને સમય પહેલાં કેમ છોડવામાં આવ્યો તેની માહિતી માંગતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરી છે. પૂર્વ વડાપ્રધાનની હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવનાર પેરારિવલનની અરજી હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. આ મુદ્દે આગામી સપ્તાહે સુનાવણી થઈ શકે છે.
રાજીવ ગાંધી હત્યાકાંડમાં બે બેટરીઓ અપાવી હતી હત્યાકાંડ માટે પેરારિવલને બે બેટરીઓ મેળવી આપી હતી. તેના કારણે તેને 19 વર્ષની ઉંમરે આજીવન કેદની સજા આપવામાં આવી હતી. તેણે આપેલી બેટરીનો ઉપયોગ પૂર્વ વડાપ્રધાનની હત્યામાં થયો હતો. હાલ પેરારિવલન ચેન્નઈની સેન્ટ્રલ જેલમાં છે. પેરારિવલને ગયા સપ્તાહમાં તેના વકીલ નિલેશ ઉકેની મદદથી આ અરજી હાઈકોર્ટમાં કરી છે. આ પહેલાં તેણે મહારાષ્ટ્ર જેલ વિભાગમાં પણ RTI કરીને આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં તેને અસફળતા મલી હતી.
256 દિવસ પહેલાં સંજય દત્તને જેલમાંથી છોડવામાં આવ્યો હતો સંજય દત્તને 2006-07માં સ્પેશિયલ કોર્ટે આર્મ્સ એક્ટ અંતર્ગત દોષિત જાહેર કર્યો હતો અને તેને 6 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. ત્યારપછી હાઈકોર્ટે પણ આ નિર્ણય મંજૂર રાખ્યો હતો, પરંતુ ત્યારે કારાવાસની મર્યાદા ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી હતી. મે 2013માં સંજય દત્તે તેની સજા પૂરી કરવા માટે યરાવડા જેલમાં સરન્ડર કર્યું હતું. સજા દરમિયાન તેને ઘણી વખત પેરોલ આપવામાં આવી હતી. 25 ફેબ્રુઆરી 2016ના રોજ તેને તેની સમય મર્યાદા કરતાં 256 દિવસ પહેલાં જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી.
Rajiv Gandhi assassination convict files petition in Bombay High Court seeking information about Sanjay Dutt's release from jail