Translate...

રાજીવ ગાંધીએ રામલલા મંદિરના દરવાજા ખોલાવ્યા, પણ બાદમાં કોંગ્રેસ રામથી દૂર થઈ ગઈ

રાજીવ ગાંધીએ રામલલા મંદિરના દરવાજા ખોલાવ્યા, પણ બાદમાં કોંગ્રેસ રામથી દૂર થઈ ગઈરામ મંદિર માટે જે આંદોલન થયું તે માટે હિન્દુઓને એકજૂટ કરવાની પહેલમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તથા તેની સાથે સંકડાયેલા સંગઠનો સૌથી આગળ રહ્યા હતા. પણ, શુ રામ મંદિરનો શ્રેય ફક્ત તેમને જ મળવો જોઈએ? શુ કોંગ્રેસે રામ મંદિર માટે કંઈ જ કર્યું નથી? રામ મંદિર અંગે આજે કોંગ્રેસનું શુ વલણ છે?

सरलता, साहस, संयम, त्याग, वचनवद्धता, दीनबंधु राम नाम का सार है। राम सबमें हैं, राम सबके साथ हैं। भगवान राम और माता सीता के संदेश और उनकी कृपा के साथ रामलला के मंदिर के भूमिपूजन का कार्यक्रम राष्ट्रीय एकता, बंधुत्व और सांस्कृतिक समागम का अवसर बने। मेरा वक्तव्य pic.twitter.com/ZDT1U6gBnb

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 4, 2020

आज हनुमान चालीसा पाठ कर देश - प्रदेश की खुशहाली की कामना की ....#श्रीराम_के_हनुमान_करो_कल्याण pic.twitter.com/lL1pvA8tJK

— Office Of Kamal Nath (@OfficeOfKNath) August 4, 2020 વર્તમાન સમયમાં કોંગ્રેસની ભૂમિકા સંપૂર્ણપણે ભ્રામક નજર આવી રહી છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ સહિત અનેક કોંગ્રેસી નેતા ભૂમિ પૂજનના આયોજનને લઈ પ્રશ્ન કરી રહ્યા છે.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે કે ભગવાન રામ અને માતા સીતાનો સંદેશ અને તેમની કૃપા સાથે રામલલાના મંદિરનું ભૂમિપૂજન રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને સાંસ્કૃતિક સુમેળનો ઉત્તમ પ્રસંગ બને.મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી કમલનાથે હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા. મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી રામ મંદિર માટે 11 ચાંદીની ઈંટ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસનો ભાજપ-સંઘ પર શુ આરોપ છે?

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રામ મંદિર ટ્રસ્ટની ટીકા કરી હતી અને કોંગ્રેસ નેતૃત્વને ભૂમિપૂજન કાર્યક્રમમાં ન બોલાવવાને લઈ કહ્યું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે ભાજપ-સંઘનું આયોજન બની ગયો છે.ખુર્શીદે કહ્યું કે આ કાર્યક્રમમાં કોઈ એક નેતાને નહીં પણ રાજકીય સ્પેક્ટ્રમમાં તમામ નેતાઓને બોલાવવા જોઈએ. ટ્રસ્ટમાં રહેલા અધિકારીઓ મોદી સરકારના નજીકના છે અને તેમના કહેવાથી જ કામ થઈ રહ્યું છે.કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે આ એક જનઆંદોલન હતું. હવે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તો તેના પર રાજકારણ શા માટે રમવામાં આવે છે? સંઘની રચના થઈ તે અગાઉથી આ આંદોલન ચાલી રહ્યું હતુ.

કોંગ્રેસ માટે ભગવાન રામનું શુ મહત્વ છે?

આ વાતની શરૂઆત મહાત્મા ગાંધીથી થાય છે.તેમનો અને ભગવાન રામનો અનન્ય સંબંધ હતો. તેઓ હંમેશા કહેતા કે મને ભગવાન રામના નામથી શક્તિ મળે છે. તે મને મુશ્કેલીમાંથી બહાર લાવે છે. નવી ઉર્જા આપે છે.એક સાચા રામભક્તની માફક મહાત્મા ગાંધીએ સંપૂર્ણ જીવનમાં રામ નામના જાપ કર્યા તેમ જ તેમના જીવનમાં સરળતા, સાદગી અને આત્મ-સમર્પણ અપનાવ્યું.ભગવાન શ્રીરામનો આવો જ પ્રભાવ ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર પણ હતો. તેમણે દેશ પર રામાયણની શુ અસર છે તે અંગે વાકેફ હતા. તેમના કહેવાથી જ વર્ષ 1985માં દૂરદર્શને રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણ કર્યું હતું. વર્ષ 1986માં તેમણે ઉત્તર પ્રદેશના તે સમયના મુખ્યમંત્રી વીર બહાદુર સિંહને સમજાવ્યા અને રામ જન્મભૂમિ મંદિરના તાળા ખોલાવ્યા. એટલે જ તો હિન્દુઓને ભગવાન શ્રીરામના દર્શન કરવાની તક મળી. વર્ષ 1989માં ચૂંટણી ભાષણોમાં તેમણે દેશમાં રામરાજ્ય લાવવાનું વચન આપ્યુ હતું અને શરૂઆત કરી હતી. એટલુ જ નહીં રાજીવ ગાંધીના કામમાં પણ ભગવાન રામ અને જન્મભૂમિ પ્રત્યે તેમનો પ્રેમ દેખાય છે.નવેમ્બર 1989માં તેમણે વિશ્વ હિન્દુ પરિષદને રામ મંદિરનું શિલાન્યાસ કરવા મંજૂરી આપી હતી. તે સમયના ગૃહ પ્રધાન બુટા સિંહને પણ શિલાન્યાસમાં ભાગ લેવા મોકલવામાં આવ્યા હતા. ચેન્નાઈમાં તેમની અંતિમ પત્રકાર પરિષદમાં જ્યારે રાજીવ ગાંધીને રામ મંદિર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે આ મુદ્દા સર્વસંમતિ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં જ રામ જન્મભૂમિ મંદિર બનશે. જો વર્ષ 1989માં રાજીવ ગાંધીની સરકાર બનશે તો રામ મંદિર માટેના પ્રયત્નોને ઝડપી બને તેવી શક્યતા હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી તરફથી આ અંગે દાવો કરવામાં આવ્યો હતો.

શુ રાજીવ ગાંધી બાદ કોંગ્રેસે રામનો સાથે છોડી દીધો?

પણ આ વાત સાચી કહી શકાય નહીં. બાદમાં પીવી નરસિમ્હા રાવે પણ રામ જન્મભૂમિ મંદિર પ્રત્યે પોતાની તૈયારી દર્શાવી હતી. 6,ડિસેમ્બર, 1992માં જ્યારે બાબરી મસ્જિદ તૂટી ત્યારે કેન્દ્રમાં તેમની જ સરકાર હતી.જોકે, તેના થોડા દિવસ બાદ એટલે કે જાન્યુઆરી,1993માં રાવ સરકાર વિવાદિત જમીનને હસ્તગત કરવા એક વટહૂકમ લાવી હતી. આ વટહૂકમને 7 જાન્યુઆરી 1993ના રોજ તે સમયના રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માએ મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે સમયના ગૃહ પ્રધાન એસબી ચવ્હાણે આ વિધેયકને મંજૂરી માટે લોકસભામાં રજૂ કર્યું હતું. તે મંજૂર થયા બાદ તે અયોધ્યા એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. નરસિમ્હા રાવ સરકારે 2.77 એકર વિવાદિત જમીન ઉપરાંત તેની આજુબાજુની 60.70 એકર જમીનને પોતાને હસ્તક કરી હતી. તે સમયે અયોધ્યામાં એક રામ મંદિર, એક મસ્જિદ, લાઈબ્રેરી, મ્યૂઝિયમ અને અન્ય સુવિધાઓનું નિર્માણ કરવાની હતી. જોકે ભાજપે રાવ સરકારના આ પગલાનો વિરોધ કર્યો. ભાજપ ઉપરાંત મુસ્લિમ સંગઠનો પણ વિરોધમાં હતા. રાવ સરકારે આ કેસ પ્રેસિડેન્સિયલ રેફરન્સ માટે મોકલી આપ્યો હતો. પણ સુપ્રીમ કોર્ટે આ મુદ્દો પોતાનું મંતવ્ય આપવાનો ઈન્કાર કર્યો હતો. સરકારે સુપ્રીમ કોર્ટને પૂછ્યુ હતું કે શુ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદની જગ્યા પર કોઈ હિન્દુ મંદિર કે હિંદુ ધર્મનું કોઈ માળકુ હતું. 5 ન્યાયમૂર્તિની ખંડપીઠે આ અંગે વિચારણા કરી હતી પણ કોઈ જવાબ આપ્યો ન હતો.

નરસિમ્હા રાવ બાદ તો જાણે રામના નામનો કોંગ્રેસને ફોબિયા થઈ ગયો....

રાવ સરકાર બાદ કોંગ્રેસે રામ મંદિરના મુદ્દાને છોડી દીધો. ભાજપે તેનો પોતાની સાથે જોડેલો રાખ્યો. કોંગ્રેસમાં ધીમે ધીમે રામ, રામાયણ અને રામરાજ્યને લઈ ફોબિયા થઈ ગયો.વર્ષ 2009માં UPA સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું,જેમાં ભગવાન શ્રીરામના અસ્તિત્વ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. લાખો હિન્દુઓની ભાવનાને જાણે ધક્કો લાગ્યો હતો.કોંગ્રેસને તેનું પરિણામ ભોગવવું પડ્યું. ત્યારબાદ તો કોંગ્રેસ નેતાઓએ રામ મંદિર અંગે કંઈ પણ કહેવાનું જ બંધ કરી દીધુ. કોંગ્રેસમાં એક એવી પ્રથા પડી ગઈ કે જે પણ રામનું નામ લે તેને કોંગ્રેસ નેતા સંઘી, સાંપ્રદાયિક, હિન્દુ એજન્ટ કહેવા લાગ્યા.વર્ષ 1989માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાર થઈ હતી અને ત્યારબાદ તેની સતત હાર જ થતી રહી. મુસ્લિમ પણ બાબરી ઢાંચો તૂટ્યા બાદ તેનાથી દૂર થવા લાગ્યા અને તે સમાજવાદી પક્ષ જેવા પ્રાદેશિક પક્ષો તરફ વળી ગયા.

Rajiv Gandhi opened the doors of the Ramlala temple, but later the Congress withdrew from Ramla