રાજ્ય સરકારે કોરોનાની મહામારી સામે લડવા માટે અત્યાર સુધીમાં 244 કરોજ જેટલા રૂપિયા નાગરિકોની સારવાર, દવા તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યા છે. રાજ્ય સરકારે સંક્રમિતો માટે જરૂરી તેવી દવાઓ, ઇન્જેક્શન તેમના સરકારી ખર્ચે તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 200 કરોડ રૂપિયાની ખાસ રકમ ફાળી છે. રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગને આ સહાય આપી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને 50 કરોડ રૂપિયા, સુરત મહાનગરપાલિકાને 15 કરોડ રૂપિયા, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને 10-10 કરોડ રૂપિયા, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકને 5-5 કરોડ રૂપિયા એમ કુલ 100 કરોડ રૂપિયા કોરોનાની સારવાર માટે ફાળવ્યાં છે.
છેવાડાના વિસ્તાર માટે 11 કરોડ ખર્ચ્યાં આ ઉપરાંત આરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. જેમાંથી આરોગ્ય વિભાગે છેવાળાના અંતરિયાળ વિસ્તારોમાં સારવાર મળી રહે તે માટે 11.80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્યમાં તબીબી સેવા આપનારા તમામ ડોક્ટર તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને રક્ષણ આપવા માટે એન-95 માસ્ક, પીપીઈ કીટ, હેન્ડ ગ્લોવ્ઝ અને સેનેટાઇઝરની ખરીદી માટે 15.42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 4597 ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન અને 18,050 રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી માટે 15.42 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે. લોકોના સ્ક્રિનિંગ અને ડાઇગ્નોસ્ટિક સેવા માટે 15.79 અને 1.89 જેટલો અન્ય ખર્ચ કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારના 1244 જેટલા દર્દીઓને રાજ્યની મેડિકલ કોલેજ-હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલમાં ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે. રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલ, સ્ક્રિનિંગ, ટેસ્ટિંગ, ધન્વંતરી આરોગ્ય રથ, કન્ટેનમેન્ટ ઝોન વગેરે માટે પણ રાહત ફંડમાંથી સહાય આપવામાં આવી છે.
મહાનગરપાલિકાએ વાપરેલા ખર્ચની વિગત
અમદાવાદ મહાનગરપાલિકાએ 1 કરોડ રૂપિયાના ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરી છે. જેમાંથી 250 દર્દીની સારવાર કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડે 593 જેટલા ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન અમદાવાદ શહેરને આપ્યાં છે. જેમાંથી 450 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. એટલું જ નહીં અમદાવાદમાં 110 જેટલા ધન્વંતરી રથના માધ્યમથી 6 લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા તથા શહેરમાં કુલ 610 જેટલા દર્દીઓને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન, 1339 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન તેમજ 152 જેટલી સ્ટ્રીપ ફેવિપિરાવિર ટેબલેટ આપવામાં આવી છે.સુરતની વાત કરવામાં આવે તો, સુરત મહાનગરપાલિકાએ કોરોનાની સારવાર માટે 11.46 કરોજ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત મેડિકલ સાધનો માટે 4 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સુરરત શહેર અને જિલ્લામાં પણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ. દ્વારા 653 ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન, 1335 રેમડેસિવિર ઇન્જેક્શન તેમજ 7600 જેટલી સ્ટ્રીપ ફેવિપિરાવિર ટેબલેટની ફાળવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતા તબીબો માટે પી.પી.ઇ. કીટ માટે રૂ. 13.89 લાખ, ધન્વંતરી રથ સેવા માટે 33.75 લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ પાછળ 15 લાખ રૂપિયાથી વધુ રકમ ફાળવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ. દ્વારા આશરે 153 ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન, 430 રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓની સારવાર માટે આપવામાં આવ્યા છે.વડોદરા મહાનગરપાલિકાએ મેડિકલ ઇક્વિપમેન્ટની ખરીદી માટે 1.72 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લાને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ. દ્વારા આપવામાં આવેલા અંદાજિત 132 ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન, 550 રેમડેસિવિર ઇન્જેક્શન, તેમજ 250 જેટલી ફેવિપિરાવિર ટેબલેટ સ્ટ્રીપનો ઉપયોગ દર્દીઓની સારવાર પાછળ કરવામાં આવ્યો છે.11 જેટલા કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય કરી રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજ બજાવતા એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં રાહત ફંડમાંથી 25 લાખ ફાળવ્યાં છે. કોરોના દરમિયાન લોકડાઉન સમયમાં રાજ્યમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે એકવાર જઈ શકે તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શમાં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને 14.50 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે રાહત ફંડમાંથી 6.79 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 જેટલા કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય આપવામાં આવી છે.
ફાઇલ તસવીર