રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત



રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને પાર પહોંચ્યો છે. જે ચિંતાજનક બાબત છે. અત્યારસુધી અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાતા હતા પરંતુ અનલોક અમલી થયા બાદ સુરત, સુરેન્દ્રનગર, ભરૂચ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસ, 79 મોત અને 1744 દર્દી ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 712 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીના મોત થયા છે. તો 473 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 35,398 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1927 અને કુલ 25414 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોતરાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 253, અમદાવાદમાં 172, વડોદરામાં 61, રાજકોટમાં 47, ભાવનગરમાં 20, વલસાડમાં 19, ભરૂચ, ગાંધીનગરમાં 15-15, નવસારીમાં 11, બનાસકાંઠા, ખેડામાં 10-10, જૂનાગઢમાં 10, મહેસાણા,જામનગરમાં 8-8, અરવલ્લી, કચ્છમાં 7-7, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં 6-6, આણંદ, ગીર-સોમનાથમાં 4-4, મોરબીમાં 3, પમંચહાલ, મહીસાગર, બોટાદ, અમરેલીમાં 2-2, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 9, સુરત, રાજકોટમાં 4-4, મહેસાણા, કચ્છ અને વલસાડમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

8 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,અમદાવાદમાં 12દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 772(172)

કુલ 35,398દર્દી,1,927 ના મોત અને 25,414 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 21,715 1,475 16,613 સુરત 5,714 176 3815 વડોદરા 2504 51 1797 ગાંધીનગર 708 31 520 ભાવનગર 322 13 155 બનાસકાંઠા 220 11 155 આણંદ 245 13 210 અરવલ્લી 222 20 179 રાજકોટ 367 12 151 મહેસાણા 308 12 156 પંચમહાલ 202 16 149 બોટાદ 99 3 69 મહીસાગર 149 2 118 પાટણ 235 17 126 ખેડા 196 10 125 સાબરકાંઠા 193 9 118 જામનગર 266 4 121 ભરૂચ 281 10 138 કચ્છ 182 5 99 દાહોદ 66 1 49 ગીર-સોમનાથ 85 1 49 છોટાઉદેપુર 60 2 43 વલસાડ 198 5 64 નર્મદા 94 0 68 દેવભૂમિ દ્વારકા 26 2 16 જૂનાગઢ 158 4 58 નવસારી 142 2 62 પોરબંદર 21 2 13 સુરેન્દ્રનગર 186 8 96 મોરબી 33 1 17 તાપી 12 0 8 ડાંગ 4 0 4 અમરેલી 97 7 46 અન્ય રાજ્ય 88 1 8 કુલ 35,398 1,927 25,414





Corona Gujarat LIVE The state discharged 1744 patients against the addition of 2755 new cases in 4 days, while 79 patients died