Translate to...

રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ, હોટલ-રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જીમ-યોગ સેન્ટર 5મીથી ખુલશે

રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ, હોટલ-રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જીમ-યોગ સેન્ટર 5મીથી ખુલશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક 3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સ ને રાજ્ય સરકાર અનુસરશે. આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.

જાણો કેન્દ્રની ગાઈડલાઈનની મહત્વપૂર્ણ વાતો

યોગ સંસ્થાઓ તથા જીમ્નેસિયમ્સને 5મી ઓગસ્ટ,2020થી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. આ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જારી કરવામાં આવશે.કોવિડ-19ના ફેલાવાને અંકૂશમાં લેવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની બાબતને સુનિશ્ચિત કરવાની રહેશે.સ્વતંત્રતા દિવસ નિમિતે કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્સિગ તેમજ અન્ય આરોગ્ય સંબંધિત પ્રોટોકોલ જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને યોજવા મંજૂરી આપવામાં આવશે. આ અંગે ગૃહ મંત્રલાય (MHA) દ્વારા 21મી જુલાઈ,2020ના રોજ જે સૂચનો જારી કર્યા હતા તેનું પાલન કરવાનું રહેશે.રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળા, કોલેજો તથા કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 ઓગસ્ટ,2020 સુધી બંધ રહેશે.મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે.

ડાબેથી મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ