Translate to...

રાજ્યમાં સતત 4 દિવસથી 700થી વધુ કેસ અને 15થી વધુના મોત, કુલ કેસનો આંકડો 37,636, જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો

રાજ્યમાં સતત 4 દિવસથી 700થી વધુ કેસ અને 15થી વધુના મોત, કુલ કેસનો આંકડો 37,636, જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો



રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોતનવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183) 7 જુલાઈ 778(187)

કુલ 37,636 દર્દી,1,979ના મોત અને 26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 22,262 1,498 17,193 સુરત 6,458 192 4083 વડોદરા 2701 51 1897 ગાંધીનગર 754 32 559 ભાવનગર 394 13 193 બનાસકાંઠા 264 14 176 આણંદ 256 13 216 અરવલ્લી 233 24 190 રાજકોટ 470 12 158 મહેસાણા 344 12 164 પંચમહાલ 220 16 158 બોટાદ 105 3 69 મહીસાગર 161 2 118 પાટણ 254 17 137 ખેડા 228 13 144 સાબરકાંઠા 211 9 131 જામનગર 289 5 158 ભરૂચ 329 10 163 કચ્છ 209 6 110 દાહોદ 85 1 49 ગીર-સોમનાથ 94 1 51 છોટાઉદેપુર 66 2 50 વલસાડ 250 5 85 નર્મદા 96 0 88 દેવભૂમિ દ્વારકા 28 2 18 જૂનાગઢ 198 4 68 નવસારી 166 2 82 પોરબંદર 21 2 15 સુરેન્દ્રનગર 211 8 118 મોરબી 48 1 19 તાપી 28 0 8 ડાંગ 4 0 4 અમરેલી 111 8 48 અન્ય રાજ્ય 88 1 24 કુલ 37,636 1,979 26,744





Corona Gujarat LIVE, total number of cases was 37,636, while the death toll reached 1979