Translate to...

રાજ્યમાં મેડિકલના વિદ્યાર્થીઓને હવે કોરોનાની સારવાર માટે તાલીમ આપવામાં આવશે, F.Yથી T.Y સુધીના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ

રાજ્યમાં મેડિકલના વિદ્યાર્થીઓને હવે કોરોનાની સારવાર માટે તાલીમ આપવામાં આવશે, F.Yથી T.Y સુધીના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ



ગુજરાતમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે વિદ્યાર્થીને તાલીમ આપવાનું નક્કી કર્યું છે. જેમાં રાજ્યની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપીને કોવિડ-19ની કામગીરીમાં રાખવામાં આવશે. જેમાં ફર્સ્ટ યરથી લાસ્ટ યરના મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને કોરોનાની કામગીરી સોંપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે તમામ વિદ્યાર્થી તાલીમાર્થીઓએ કોવિડ-19ની ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ફાળવવામાં આવેલા દિવસો મુજબ સુપ્રિન્ટેન્ડેન્ટના માર્ગદર્શન અનુસાર સહાય તરીકે સેવાઓ આપવાની રહેશે.

આ પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો







ફાઇલ તસવીર