Translate to...

રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત 5 દિવસથી 800થી વધુ કેસ, કુલ 42,808 પોઝિટિવ કેસમાંથી 29,806 દર્દી ડિસ્ચાર્જ અને 2057ના મોત

રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત 5 દિવસથી 800થી વધુ કેસ, કુલ 42,808 પોઝિટિવ કેસમાંથી 29,806 દર્દી ડિસ્ચાર્જ અને 2057ના મોત




રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારાના કારણે દરરોજ નવા કેસોની સંખ્યામાં પણ 50થી 100નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસથી રોજ 800થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગઈકાલે તો કેસનો આંકડો 900ને પાર થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 42808 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2057 થયો છે અને કુલ 29806 દર્દીઓને અત્યારસુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. તો 608 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે રાજ્યમાં કયાં કેટલા કેસ અને કેટલા મોતરાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16, ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10, મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આજે 10 મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર અને મોરબીમાં 1-1 મૃત્યુ થયું છે.

4થી 12જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ 04 જુલાઈ 712 21 473 05 જુલાઈ 725 18 486 06 જુલાઈ 735 17 423 07 જુલાઈ 778 17 421 08 જુલાઈ 783 16 569 09 જુલાઈ 861 15 429 10 જુલાઈ 875 14 441 11 જુલાઈ 872 10 502 12 જુલાઈ 879 13 513 13 જુલાઈ 902 10 608 કુલ આંકડો 8122 151 4865

4 દિવસથી રાજ્યમાં દરરોજ 800થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204) 4 જુલાઈ 712(172) 5 જુલાઈ 725(177) 6 જુલાઈ 735(183) 7 જુલાઈ 778(187) 8 જુલાઈ 783(156) 9 જુલાઈ 861(162) 10 જુલાઈ 875(165) 11 જુલાઈ 872 (178) 12 જુલાઈ 879(172) 13 જુલાઈ 902(164)

કુલ 42,808 દર્દી, 2,057ના મોત અને 29,806 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 23,259 1522 18,047 સુરત 8,115 219 4966 વડોદરા 3126 51 2240 ગાંધીનગર 910 35 647 ભાવનગર 642 13 227 બનાસકાંઠા 348 14 224 આણંદ 307 13 267 અરવલ્લી 251 24 210 રાજકોટ 689 17 184 મહેસાણા 451 14 197 પંચમહાલ 249 16 184 બોટાદ 123 3 81 મહીસાગર 177 2 127 પાટણ 286 20 191 ખેડા 328 14 203 સાબરકાંઠા 257 8 170 જામનગર 362 9 196 ભરૂચ 438 11 246 કચ્છ 252 7 142 દાહોદ 152 2 56 ગીર-સોમનાથ 132 1 51 છોટાઉદેપુર 82 2 55 વલસાડ 351 5 123 નર્મદા 108 0 94 દેવભૂમિ દ્વારકા 29 3 22 જૂનાગઢ 358 7 172 નવસારી 270 2 138 પોરબંદર 28 2 19 સુરેન્દ્રનગર 317 8 150 મોરબી 95 4 38 તાપી 43 0 14 ડાંગ 7 0 4 અમરેલી 178 8 85 અન્ય રાજ્ય 88 1 36 કુલ 42,808 2057 29,806





Corona Gujarat LIVE, A total of 42,808 positive cases, 29,806 patient discharges and 2057 deaths