Translate to...

રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાની અરજીને ત્રીજી વખત નકારી, ગેહલોતની ગવર્નર સાથેની મુલાકાત નિષ્ફળ

રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાની અરજીને ત્રીજી વખત નકારી, ગેહલોતની ગવર્નર સાથેની મુલાકાત નિષ્ફળ
રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે સરકાર પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે પરંતુ અમે મજબૂત છીએ. જેમણે દગો કર્યો છે તેઓ ઈચ્છે તો પાર્ટીમાં પરત આવી શકે છે અને સોનિયા ગાંધીની માંફી માંગી લે.

વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલની શરતને લઈને ગેહલોતે કહ્યું કે 21 દિવસ હોય કે 31 દિવસ, જીત આપણી થશે. 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ ગવર્નરે આ પ્રકારના સવાલ કર્યા છે. તમે સમજી શકો છો કે રાજ્યની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે ?

રાજસ્થાનમાં રાજકીય ડ્રામાની વચ્ચે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને સરકાર અને રાજ્યપાલની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. પહેલા બે પ્રસ્તાવને ફગાવવામાં આવ્યા પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે ત્રીજી અરજી રાજભવનમાં મોકલી છે. હવે રાજ્યપાલના જવાબની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટી (BSP)એ તેમના 6 ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાવવાની વિરુદ્ધ હાઈકોર્ટ અરજી કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી સતીશ મિશ્રાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

વિધાનસભા સત્રના મામલે આગળ શું થઈ શકે છે ? રાજ્યપાલ ત્રીજી અરજી મંજૂર કરશે કે નહિં ? ત્રીજી વખત ફાઈલ પરત મોકલે તેવી શકયતા ખૂબ જ ઓછી છે. રાજ્યપાલ છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા ટકરાવને ખત્મ કરવાના મૂડમાં છે. એવામાં 31 જુલાઈ કે બીજી કોઈ તારીખે સત્ર બોલાવવાની મંજૂરી આપે તેવી શકયતા છે.

જો આ વખતે પણ અરજીને ફગાવવામાં આવી તો ? ગેહલોતે કેબિનેટના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનું કહેવું છે કે રાજ્યપાલ બંધારણની વિરુદ્ધ જઈને સત્ર બોલાવવાની ફાઈલને પરત મોકલે છે તો સરકાર ફરીથી તેને કેબિનેટમાં લઈ જશે. પછી મુખ્યમંત્રી જે નિર્ણય લેશે તે ફાઈનલ હશે.

બસપા ધારાસભ્યોના મામલામાં ભાજપની 2 અરજી કોર્ટમાં કોંગ્રેસની વિરુદ્ધ ભાજપ અને બસપાના દાવપેંચ ચાલી રહ્યાં છે. આ મામલો 9 મહિના પહેલા બસપાના 6 ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડવવા અંગેનો છે. ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે તેને હાઈકોર્ટમાં પડકાર્યો છે.

સોમવારે દિલાવરની અરજીને ફગાવવામાં આવી હતી, જોકે મંગળવારે તેમણે ફરીથી 2 અરજી દાખલ કરી છે. એક અરજી બસપાના ધારાસભ્યોના કોંગ્રેસમાં જવાની વિરુદ્ધ કરવામાં આવી છે. બીજી પક્ષપલટો કરવાની વિરુદ્ધ સ્પીકરને ફરીયાદ કરવામાં આવી હોવા છતા તે અંગે કોઈ કાર્યવાહી ન કરવા અને કોઈ કારણ દર્શાવ્યા વગર ફરિયાદને ફગાવવાને લઈને છે. બંને પર આજે સુનાવણીની શકયતા છે.

બીજી તરફ બસપા પોતે પણ હાઈકોર્ટમાં પહોંચી છે. પાર્ટી પ્રમુખ માયાવતીએ મંગળવારે કહ્યું હતું કે અમે રાજસ્થાનમાં કોંગ્રેસને કોઈ પણ પ્રકારની શરત વગર સમર્થન આપ્યું પરંતુ અશોક ગેહલોતે બસપાને નુકસાન પહોંચાડવા માટે અમારા ધારાસભ્યોને ગેરબંધારણીય રીતે કોંગ્રેસમાં સામેલ કરાવ્યા. હવે તેમને શબક શીખવાડવાનો સમય આવી ગયો છે.

બસપાના આ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા હતા લખન સિંહ(કરૌલી), રાજેન્દ્ર સિંગ ગુઢા(ઉદયરપુરવાટી), દીપચંદ ખેડિયા(કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના(નદબઈ), સંદીપ કુમાર(તિજારા) અને વાજિબ અલ(નગર ભરતપુર).

અપડેટ્સ

સચિન પાયલટે ટ્વિટ કરીને વિધાનસભા સ્પીકર સીપી જોશીને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા છે. જોશીએ જ પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ આપીને પૂછ્યું હતું કે શાં માટે તમારી વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહી ન કરવામાં આવે. આ મામલામાં સરકાર તરફથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જોશી જ પક્ષકાર હતા.

राजस्थान विधानसभा अध्यक्ष @drcpjoshi जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं। मैं ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।

— Sachin Pilot (@SachinPilot) July 29, 2020 રાજ્યપાલ કલરાજ મિશ્રએ 15 ઓગસ્ટે રાજભવનમાં થનારા એટ હોમ કાર્યક્રમને રદ કરી દીધો છે. તેનું કારણ કોરોનાવાઈરસનું સંક્રમણ ગણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજકીય જાણકારોનું કહેવું છે કે વિધાનસભા સત્રને લઈને મુખ્યમંત્રી અને રાજ્યપાલની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પણ તેનું કારણ હોઈ શકે છે.રાજસ્થાનના મહિલા બાલ વિકાસ મંત્રી મમતા ભૂપેશનું કહેવું છે કે અમે રાજ્યપાલને લોકશાહીની પરંપરાઓને શુદ્ધ રાખવાની અપીલ કરવા માંગીએ છીએ. અમે કેબિનેટની મીટિંગ પછી ત્રીજી વખત સત્ર બોલાવવાનો પ્રસ્તાવ મોકલી ચૂક્યા છે. રાજ્યપાલના સવાલોના આધાર પર અમે જવાબ મોકલીએ છીએ પરંતુ દરેક વખતે નવો સવાલ ઉઠાવવામાં આવે છે.રાજકીય ખેંચતાણની વચ્ચે ગોવિંદ સિંહ ડોટાસરા આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળશે. સચિન પાયલટે બળવો કરતા તેમને પ્રદેશ અધ્યક્ષના પદેથી હટાવીને ડોટાસરાને જવાબદારી સોંપવામાં આવી હતી.

Awaiting the governor's reply on Gehlot's third proposal to convene the session, the BSP filed a petition in the High Court against the joining of its six MLAs to the Congress.