Translate to...

રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ પર સૌની નજર, નિષ્ણાતો પાસેથી સમજીએ હવે કયા સમીકરણ ગોઠવાઈ શકે છે

રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ પર સૌની નજર, નિષ્ણાતો પાસેથી સમજીએ હવે કયા સમીકરણ ગોઠવાઈ શકે છે




રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં 19 ધારાસભ્યએ સમર્થન પાછું ખેંચી લેવાની સ્થિતિમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકાર તેમની સરકાર બચાવી શકશે? હવેની સ્થિતિમાં તમામ આધાર વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોષી અને રાજ્યપાલ કલરાજ મિશ્ર પર છે. 19 જેટલ બળવાખોર ધારાસભ્યોના સભ્યપદનો અંત લાવવાનોઅધિકાર જોષી પાસે છે અનેબહુમતી સાબિત કરવા માટે વિધાનસભા સત્ર બોલાવવાનો અધિકાર રાજ્યપાલ પાસે છે. આ સંજોગોમાં કયાં સમીકરણ બનશે અથવા બગડશે? તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.

વિધાનસભા અધ્યક્ષ આ પગલા ભરી શકે છેકોંગ્રેસની અરજી પર વિધાનસભા સચિવાલયે આજે બળવાખોર 19 સભ્યોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. 17 જુલાઈના બપોરે એક વાગ્યા સુધી આ સભ્યોને જવાબ આપવા કહેવામાં આવ્યુ છે. જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં રાજનીતિક બાબતોના નિષ્ણાત પ્રો.દિનેશ ગેહલોતનું કહેવું છે કે આ કેસમાં ડો.જોશી આ સભ્યોને જવાબ સાંભળવા અથવા જવાબ નહીં મળવાની સ્થિતિમાં સભ્યપદ સમાપ્ત કરી શકે છે. જેનો તેમને અધિકાર છે.જો 19 જેટલા ધારાસભ્યોનાસભ્યપદનો અંત આવશે તો ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 181 રહેશે અને બહુમતી સાબિત કરવાનો આંકડો 91 રહેશે. આ સંજોગમાં ગેહલોત છાવણીમાંથી કેટલાક ધારાસભ્ય તૂટી પણ જાય તો તે બહુમતી સાબિત કરી શકે છે. પણ, જો ભાજપ સક્રિય થાય છે અને કેટલાક અપક્ષ તથા કોંગ્રેસના ધારાસભ્ય સરકાર વિરુદ્ધ જાય છે તો ગેહલોતને મુશ્કેલી પડી શકે છે.

પાયલટ સમર્થક હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જઈ શકે છેસભ્યપદનો અંત આવવાના સંજોગોમાં આ 19 ધારાસભ્ય આ કેસને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. એવું પણ બની શકે કે આ સભ્યોને સ્ટે ઓર્ડર મળી જાય. તેમને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે મંજૂરી મળી પણ જાય. એક જોગવાઈ એવી પણ છે કે બળવાખોર ધારાસભ્યો સાથે સમજૂતી થઈ જવાની સ્થિતિમાં કોંગ્રેસ ઈચ્છે તો 15 દિવસમાં પોતાની અરજી પાછી લઈ શકે છે. ફ્લોર ટેસ્ટ અગાઉ 19 ધારાસભ્યનું સભ્યપદ સમાપ્ત થવાના સંજોગોમાં કોંગ્રેસ માટે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી ખૂબ જ સરળ બની જશે.રાજ્યપાલ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છેસામાન્ય રીતે મંત્રી પરિષદની ભલામણ પર રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવવાની તારીખ નક્કી કરે છે. નિષ્ણાત દિનેશ ગેહલોતનું કહેવું છે કે ખાસ સંજોગોમાં રાજ્યપાલ પણ જાતે જ નિર્ણય લઈ શકે છે.રાજ્યપાલ સ્પીકરના નિર્ણય બાદ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી વચ્ચે થોડો સમય પણ આપી શકે છે.આ અગાઉ પાયલટ છાવણી અને ભાજપને સરકારને પાડવા માટે થોડો સમય મળી શકે છે. રાજ્યપાલ ગેહલોતને બહુમતી સાબિત કરવા કહી શકે છે, તેના સમય પર ઘણુખરું નિર્ભર રહી શકે છે.ફ્લોર ટેસ્ટમાં શું-શું થઈ શકે છે?કોંગ્રેસના 107 સભ્ય પૈકી પાયલટ છાવણીના 19 ધારાસભ્ય ઓછા રહેવાના સંજોગોમાં ગેહલોત સરકાર પાસે કોંગ્રેસના 88 સભ્યનું સમર્થન છે. અપક્ષ અને અન્ય નાના પક્ષનો ટેકો મેળવી બહુમતીનો દાવો કરી રહ્યા છે. પણ, ખરી પરીક્ષા વિધાનસભા ફ્લોર પર થશે. જો બળવાખોર 19 સભ્ય બેઠકમાં ભાગ લે તો એ બાબત નક્કી છે કે સરકાર વિરુદ્ધ મતદાન થશે.આ સ્થિતિમાં તમામ બાબતનો આધાર અપક્ષ અને અન્ય નાના પક્ષ પર રહેલો છે. આ પૈકી કેટલાક સભ્યો ભાજપ કે પાયલટ સાથે ભળી જાય તેવા સંજોગોમાં મુખ્યમંત્રી ગેહલોતની સરકાર બચી શકશે નહીં. વિધાનસભા અધ્યક્ષ આ 19 સભ્યનું સભ્યપદ સમાપ્ત કર્યાના એક-બે દિવસમાં જો ફ્લોર ટેસ્ટ થાય તો કોંગ્રેસ તેની સરકાર બચાવી શકશે. એક વખત બહુમતી સાબિત થયા બાદ છ મહિના સુધી ફરી બહુમતી સાબિત કરવાની જરૂર પડશે નહીં.







All eyes on the Governor and the Speaker of the Legislative Assembly, let's understand from the experts what equations can be arranged now