રાજ્યના 34 તાલુકામાં વહેલી સવારથી વરસાદ, સોનગઢમાં બે કલાકમાં 3 તો વ્યારામાં અઢી ઇંચ

રાજ્યના 34 તાલુકામાં વહેલી સવારથી વરસાદ, સોનગઢમાં બે કલાકમાં 3 તો વ્યારામાં અઢી ઇંચ



રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. બે કલાકમાં તાપીના સોનગઢમાં 3 ઇંચ તો વ્યારામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગર, સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

સવારના 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં) તાપી સોનગઢ 3 તાપી વ્યારા 2.4 ભાવનગર ભાવનગર 2 સુરત માંડવી 1.5 અરવલ્લી મેઘરજ 1.4 ભાવનગર ઘોઘા 1 અરવલ્લી મોડાસા 1

છેલ્લા 24 કલાકમાં અહીં નોંધાયો સૌથી વધુ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં) સુરત ઉમરપાડા 4.2 વલસાડ ઉમરગામ 3.6 સુરત ચોર્યાસી 3.5 ભરૂચ વાગરા 3 વલસાડ વલસાડ 2.7 ભરૂચ અંકલેશ્વર 2.5 ભરૂચ ભરૂચ 2.3 સુરત સુરત 2 વડોદરા કરજણ 1.4





Rain from early morning in 34 talukas of the state, 3 inch in two hours in Songadh