રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા 31 ડિસે. સુધી લંબાવાઈ

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા 31 ડિસે. સુધી લંબાવાઈરાજ્ય સરકારના અધિકારીઓ-કર્મચારીઓ માટે મુખ્યમંત્રી રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સરકારી કર્મચારીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ માટે આવશ્યક CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર-2020 સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 2007થી ફરજિયાત કોમ્પ્યુટર ટેસ્ટ દાખલ કરવામાં આવેલી છે અને તે પાસ કરવાની હાલની સમયમર્યાદા 30 એપ્રિલ 2016 હતી. આ અંગે મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અન્ય કર્મચારી મંડળોએ કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં તેમણે આ મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે.

1975થી 1985 દરમ્યાન ભરતી થયેલા કર્મચારીઓને પગાર-પેન્શનમાં લાભ થશેમુખ્યમંત્રી રૂપાણીના CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની મુદત લંબાવવાના આ નિર્ણયને પરિણામે જે કર્મચારીઓ 1975થી 1985 દરમ્યાન રાજ્ય સેવામાં ભરતી થયેલા છે અને હાલ નિવૃત્તિ આરે છે તેવા કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ તેને સંલગ્ન પેન્શન લાભ પણ મળતા થશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારના કર્મયોગી-અધિકારીઓ માટે CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવાના કરેલા આ નિર્ણયથી હજારો વિવિધ વિભાગો-સંવર્ગના અનેક કર્મચારીઓને લાભ થશે.પ્રતિકાત્મક તસવીર