Translate to...

રાજ્યના મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થી કોરોનામાં સેવા આપશે તો તેને બોન્ડમાં ગણી લેવાશે

રાજ્યના મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થી કોરોનામાં સેવા આપશે તો તેને બોન્ડમાં ગણી લેવાશે



કોરોના મહામારી વચ્ચે આ ચેપીરોગની સારવાર માટે જે મેડિકલના વિદ્યાર્થી સેવા આપશે તેમની 6 મહિનાની સેવા તેમના બોન્ડના સમયગાળામાં 1 વર્ષ ગણવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કોરોના હોસ્પિટલમાં સારવાર આપનાર તબીબનો સમયગાળો ડબલ ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે.

6 મહિનાની સેવા બોન્ડમાં 1 વર્ષના સમયગાળા તરીકે ગણાશે મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના હોસ્પિટલમાં સેવા આપવાના ઉભા થયેલા વિવાદમાં રાજ્ય સરકારે નવો રસ્તો કાઢ્યો છે. હવે મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કે ડોક્ટરો કોરોના હોસ્પિટલમાં સેવાઓ આપશે તો તેનો સમયગાળો બોન્ડના સમયગાળામાં ગણી લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા MBBS પૂર્ણ થયા પછી સ્નાતક, અનુ સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા ફરજિયાત બોન્ડ લખવાના હોય છે અને બોન્ડની રકમ પાંચ લાખથી માંડીને 40 લાખ સુધીની હોય છે. તેવા વિદ્યાર્થીઓને પણ આનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. કોરોના હોસ્પિટલમાં છ મહિનાની કામગીરી કરનાર સ્નાતક, અનુસ્નાતક મેડિકલના વિદ્યાર્થીઓને બોર્ડમાં એક વર્ષ ગણાશે એટલે એ રીતે ડબલ સમયગાળો ગણવાનો નિર્ણય કરાયો છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલા પરિપત્રના બીજા અને ત્રીજા પેજમાં ઉલ્લેખ







If a final year student of state medical will serve in Corona, he will be considered in bond