Translate to...

રાજ્યની પ્રાઇમરી સ્કૂલના બાળકોના વાલીઓ કહે છે, મારા દીકરાનું ભલે વર્ષ બગડે પણ આ વર્ષ તો હું સ્કૂલે નહીં જ મોકલીએ

રાજ્યની પ્રાઇમરી સ્કૂલના બાળકોના વાલીઓ કહે છે, મારા દીકરાનું ભલે વર્ષ બગડે પણ આ વર્ષ તો હું સ્કૂલે નહીં જ મોકલીએ
રાજ્યમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. કોરોનાનાં કારણે અનલોક-2માં પણ સ્કૂલો અને કોલેજો ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં અનેક પ્રિ-પ્રાઈમરી સ્કૂલ અને નર્સરી સ્કૂલ બંધ થવા લાગી છે. કોરોનાનાં પગલે વાલીઓ પોતાના બાળકોને પ્રિ-પ્રાઈમરી અને નર્સરીમાં મોકલવાની જગ્યાએ એક વર્ષ ડ્રોપ આઉટ કરાવી આવતા વર્ષે સ્કૂલમાં મુકવાનો નિર્ણય લીધો છે. DivyaBhaksarના રિપોર્ટર્સ જીગ્નેશ કોટેચા, જીતુ પંડ્યા, આશિષ મોદી અને અનિરૂદ્ધસિંહ મકવાણાએ અમદાવાદ, વડોદરા, રાજકોટના વાલીઓ સાથે વાતચીત કરી રિયાલિટી ચેક કરી હતી.

અમદાવાદઃ 5 વર્ષનું બાળક બધાથી દૂર રહે અને માસ્ક પહેરી રાખે તેવું શક્ય જ નથીઆ અંગે અમદાવાદનાઘુમામાં રહેતા અને બિઝનેસ વુમન સૌમ્યા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, મારે પાંચ વર્ષનો દીકરો છે અને કોરોનાનાં કારણે હું મારા દીકરાની સેફ્ટીને લઇ કોઈ જ સમાધાન કરવા માંગતી નથી. અત્યારે મારો દીકરો જુનિયર કે.જીમાંથી સિનિયર કે.જીમાં આવ્યો છે પરંતુ કોરોનાનાં કારણે હું મારા દીકરાને આ વર્ષે નહીં ભણાવું અને ડ્રોપ આઉટ કરાવીશ. મને કે મારા પતિને કંઈ થાય તો વાંધો નહિં મારા બાળકને કઈ ન થવું જોઈએ. કેમ કે હું ઘરમાં તેનું વધારે ધ્યાન રાખું છું તો સ્કૂલમાં જઈને તો તેનું ધ્યાન રહી ન શકે. પાંચ વર્ષના બાળકને તમે બધાથી દૂર રહે અને માસ્ક પહેરી રાખે તેવું શક્ય જ નથી. તેના કરતાં આ કોરોનાનાં કારણે તેમને ઘરે ભણાવવા યોગ્ય છે.

બાળક સ્કૂલમાં જાય તો કોરોના થવાનો 100 ટકા ચાન્સઃ વાલી જ્યારે ન્યૂ રાણીપમાં રહેતા અને પોતાનું સલૂન ચલાવતા તન્વી નાગરે જણાવ્યું હતું કે મારો દીકરો જુનિયર કે.જી માંથી સિનિયર કે.જી.માં આવ્યો છે. આ વર્ષે હું મારા બાળકને સ્કૂલે નહિં મોકલું કારણ કે સ્કૂલમાં જાય તો કોરોના થવાનો 100 ટકા ચાન્સ છે. બાળકો સ્કૂલમાં માસ્ક પહેરીને બેસવાના જ નથી કે સોશિયલ ડિસ્ટન્સ અંગે તેને કંઈ જ ખ્યાલ આવવાનો નથી, માટે ઘરે રહે તે યોગ્ય છે.

‘4 વર્ષના બાળકને જો એક વર્ષ સ્કૂલમાં ન મોકલીએ અને ઘરે ભણાવીએ તો પણ ચાલે’નારોલમાં રહેતા કિશોર માલુએ જણાવ્યું હતું કે મારો દીકરો અત્યારે નર્સરીમાં છે આ વર્ષે જુનિયર કે.જી.માં આવ્યો છે. ઓનલાઇન એજ્યુકેશન શરૂ થઈ ગયું છે. કોરોનાના કારણે આ વર્ષે મારા બાળકને હું ડ્રોપ આઉટ કરાવવાનું વિચારતો હતો. પરંતુ મેં સ્કૂલની પૂરી ફી માર્ચ મહિનામાં જ ચૂકવી દીધી છે. જેના કારણે મારે હવે તેને સ્કૂલે તો મોકલવો પડશે. 4 વર્ષના બાળકને જો એક વર્ષ સ્કૂલમાં ન મોકલીએ અને ઘરે ભણાવીએ તો પણ ચાલે.

વડોદરાઃ મારે ફી ભરવી નથી, હું બંને બાળકને ગામની પ્રાથમિક શાળામાં ભણાવીશસ્કૂલો બંધ હોવા છતાં ઓનલાઇન શિક્ષણના નામે ફીની ઉઘરાણી કરી રહેલી સ્કૂલો સામે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કેટલાંક વાલીઓ વર્ષ-2020ના શૈક્ષણિક સત્રની ફી બચાવવા માટે સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલોમાં એડમિશન લઇ રહ્યા છે.વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા ગોપાલભાઇ દવેએ જણાવ્યું હતું કે, મારે એક પુત્ર અને પુત્રી બે જોડીયા સંતાનો છે. તેઓ ગુજરાતી માધ્યમમાં વાઘોડિયા રોડની સ્કૂલમાં ધોરણ-1થી અભ્યાસ કરે છે અને તેઓ ધોરણ-2માંથી ધોરણ-3માં આવ્યા છે. કોરોનાને કારણે સ્કૂલો બંધ છે. પરંતુ, સ્કૂલે ઓનલાઇન અભ્યાસના નામે ફી માટે ઉઘરાણી કરી રહી છે. મારા બંને બાળકની વાર્ષિક ફી રૂ.36 હજારથાય છે. મારે મારા બાળકોની ધોરણ-3 માટે ફી ભરવી નથી. હું મારા બંને બાળકને મારા ગામની પ્રાથમિક શાળામાં ભણાવીશ અને ધોરણ-4માં આવશે ત્યારે પરત વડોદરા આવીને કોઇપણ સ્કૂલમાં ભણાવીશ.

સ્કૂલ કહે છે બાકીની ફી નહિં ભરો તો LC નહિં મળે, LC માટે પણ રૂ.1-1 હજાર ભર્યાગોપાલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હું મારા બંને બાળકોન LC(સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ) લેવા માટે ગયો ત્યારે સ્કૂલ દ્વારા એપ્રિલ-મે માસની ફી ભરવા માટે જણાવ્યું છે અને સાથે એમ પણ જણાવ્યું કે, તમે બાકીની ફી નહિં ભરો તો LC નહિં મળે. એતો ઠીક LC માટે પણ રૂપિયા 1-1 હજાર ભર્યા છે. તેમજ જુન માસની ફી માંગી રહી છે. સ્કૂલોની ખુલ્લેઆમ લૂંટથી હું થાકી ગયો છું. જ્યારથી સ્કૂલો બંધ થઇ ગઇ છે. તે માસની ફી માફ કરવા સરકારે તાત્કાલિક આદેશ કરવો જોઇએ. તેમજ ઓનલાઇન શિક્ષણના નામે જે ફી વસુલ કરવામાં આવી રહી છે. તે તાત્કાલિક ધોરણે ફી લેવાનું સરકારે બંધ કરાવવું જોઇએ. આ લાગણી અને માંગણી મારા જેવા અનેક વાલીની છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓની હાલત કફોડી છે અનેક વાલીઓએ લોકડાઉનમાં નોકરી ગુમાવી છે. તો કેટલાંક વાલીઓને જે-તે સંસ્થાઓમાંથી અડધો પગાર આપવામાં આવ્યો છે. તો કેટલાંકને પગાર પણ આપવામાં આવ્યો નથી. ધંધો-રોજગાર કરીને બાળકોને ભણાવનાર વાલીઓની હાલત તો નોકરીયાત કરતા પણ ખરાબ છે. ત્યારે આ સંજોગોમાં સરકારે સ્કૂલોની ફી માફ કરવા માટે ત્વરિત પગલાં ભરવા જોઇએ.

રાજકોટઃ મોબાઇલની એવી ટેવ પડી ગઈ છે કે અભ્યાસ બાદ તે મોબાઈલ માટે રડે છેરાજકોટમાં રહેતા ધર્મિષ્ઠાબહેન વાજાએ જણાવ્યું કે, મારો સાડા ત્રણ વર્ષનો બાબો રોજ 40 મિનિટ અભ્યાસ કરે છે પરંતુ તેને કંઈ સમજાતું જ નથી, કોઈ દિવસ સ્કૂલનું પગથિયુ ચડ્યો નથી. ઓનલાઇન અભ્યાસમાં શિક્ષકો પણ બાળકને પાંડવોને કેટલા ભાઈ હતા એવા સવાલો કરીને ભણાવે છે. પરંતુ આવડા બાળકને કઈ રીતે સમજાય. સાડા ત્રણ વર્ષ સુધી અમે કોઈ દિવસ મોબાઇલ આપ્યો નથી, હવે રોજની 40 મિનિટ ફરજીયાત આપવો પડે છે, મોબાઇલની એવી ટેવ પડી ગઈ છે કે ઓનલાઇન અભ્યાસ બાદ તે મોબાઈલ માટે રડે છે અને તેમાં ગેમ રમવાનું પણ શરૂ કરી દીધું છે.

સ્કૂલ ફી માટે પૈસા રાખ્યા હતા તેનો ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ લેવો પડ્યોકોરોનાની મહામારીમાં સરકારે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું છે. પરંતુ LKG અને પહેલા ધોરણમાં ઓનલાઈન એજ્યુકેશન બાળક કઈ રીતે પચાવી શકે એ એક મોટો સવાલ છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સલૂન ચલાવતા મનિષભાઈ વાજા કહે છે કે, મારો દીકરો હવે સ્કૂલનું પગથિયું ચડશે, હજુ સ્કૂલ જોઈ પણ નથી. એટલે પ્રેક્ટિકલ અભ્યાસનું એને કોઈ નોલેજ પણ નથી. એવું વાતાવરણ પણ નથી મળ્યું અને સીધો રોજ મોબાઇલમાં 40 મિનિટ અભ્યાસ કરે છે.આ વખતના ફીના પૈસા એકઠા કર્યા હતા તેનો અમે મોબાઇલ લઇ લીધો છે, કારણ કે ઘરમાં એક જ ફોન હતો જે મારા ધંધા માટે છે.બાળકના સ્કૂલનો સમય જાણી ઘરમાં એક ફોન પણ આપવો પડે છે. આ વખતે ફીના પૈસાનો મોબાઈલ લીધો અને દર મહિને તેમાં નેટનો ખર્ચ આવે છે. તે છતાં ફી તો ભરવાની જ છે. હાલ કામ ધંધા પણ બંધ છે, ત્યારે સરકારે આ બાબતે કંઈક ગંભીરતાથી વિચારવું જોઈએ.

બાળકને સ્કૂલનું વાતાવરણ મળ્યું જ નથી,ઓનલાઈન શિક્ષણ ફી ઉઘરાવવાની ટ્રીકઃ માતા-પિતામનીષભાઈ અને ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે, હજુ મારા બાળકે તેના ટીચરને પણ કોઈ દિવસ જોયા નથી અને સ્કૂલમાં કઇ રીતે બધા ભેગા મળીભણે તેનું પ્રેક્ટિકલ નોલેજ મેળવ્યું નથી.જો પહેલેથી જ આવું રહે તો આગળ જતા એની સ્કૂલ પ્રત્યેની વિચારસરણી અને માનસિકતા અલગ રહે. બાળકોને આવા ઓનલાઇન એજ્યુકેશનથી મુક્તિ આપવી જોઈએ. આગળ જતા શાળા છ માસની ફી માંગી શકે એટલે અન્ય શાળાની દેખાદેખીમાં આવી શાળાઓ પણ આગળ જતાં પૂરી ફી વસૂલી શકે એટલે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી એક ટ્રિક બનાવી રહી છે.

બે બાળકમાં એક LKGમાં અને એક ધો.3માં છે,ધંધાનોફોન ઘરે રાખીને જવું પડે છેઃ વાલીમનીષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે,મારે બે બાળકો છે શુભ અને રૂદ્ર. શુભ LKGમાં છે અને રુદ્ર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. હવે મોબાઈલ એક જ છે અને બંનેનો ઓનલાઈન એજ્યુકેશનનો સમય પણ મોટાભાગે એક જ છે. નાના બાળકને વીકમાં બે ત્રણ વાર જ ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. તેમ છતાં મારો ફોન પણ બીજા બાળક માટે ઘરે રાખીને જવું પડે છે.

બાળકને સ્કૂલે મોકલવું શક્ય નથી, શિક્ષકો ઓનલાઈનની તરફેણમાંપ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા તુષારભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતા કોરોના વચ્ચે બાળકને સ્કૂલે મોકલવું શક્ય નથી. આથી ઓનલાઈન એજ્યુકેશન આશીર્વાદ સમાન છે. બાળકો મોબાઈલનો અત્યાર સુધી ગેમ રમવા જ ઉપયોગ કરતા હતા. પરંતુ ચોક્કસ મિનિટ સુધી મોબાઈલમાં અભ્યાસ કરવામાં બાળક મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરતા શીખી ગયું છે. તેમાં યોગ્ય તજજ્ઞો દ્વારા વીડિયો બનાવીને પણ મૂકવામાં આવે છે. જેથી જ્ઞાન સાથે ગમ્મત બાળકો અનુભવી રહ્યા છે. જો કોઈ વાલીઓ બાળકને મોબાઈલથી દૂર રાખવા માંગતા હોય તો DD ગિરનાર અને PDF સ્વરૂપે પણ ગુજરાત સરકાર અભ્યાસક્રમ આપી જ રહી છે.

સુરત: જોબવર્ક કરી પરિવારના 7 સભ્યોની જવાબદારી, બે સંતાનની વાર્ષિક ફી રૂ.78400જ્યારે બાળકોના સ્કૂલિંગને લઈ ઉભી થયેલી સ્થિતિ અંગે સુરતના પુણાગામની સમજુ બા પાર્ક સોસાયટીમાં રહેતા કાંતિભાઈ મનજીભાઈ દોંગા(ઉ.વ.57) એ જણાવ્યું હતું કે તેમને બે પુત્ર છે. જેમાં મોટો દીકરો કેતન (ઉ.વ. 36) લેસમાં જોબવર્ક કરી પરિવારના 7સભ્યની જવાબદારી ઉપાડી રહ્યો છે. તેને પણ બે સંતાન હેત જે હોસ્ટેલમાં રહી ધોરણ-9માં (વેડ રોડ ગુરુકુળ સ્કૂલમાં) અભ્યાસ કરે છે. તેની વાર્ષિક ફી રૂ.70 હજાર છે. જ્યારે 9 વર્ષનો ભવ્ય ઘર નજીક આવેલી નિલકંઠ વિદ્યાલયમાં ધોરણ-5માં ભણે છે. તેની વાર્ષિક ફી 8400 છે. બીજો પુત્ર પંકજ અપરણિત છે. તે રત્નકલાકાર તરીકે કામ કરતો હતો પણ લોકડાઉન બાદ હાલ બેકાર છે.

‘ઓનલાઈન અભ્યાસ મનથી કરતા હોય એવું જોયું નથી’કાંતિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકના નાના સમઢીયાળા ગામના વતની છે અને 20 વર્ષથી સુરતમાં રહે છે. આ સુરતે તેને ઘણું આપ્યું પણ હાલ માહામારી સામે જીવવાની શક્તિ ઝૂંટવી લીધી હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ઘરમાં હાલ 7 સભ્ય છે. હાલની પરિસ્થિતિમાં કરકસર વચ્ચે પણ પ્રતિ મહિને રૂ. 24 હજાર ઘર ખર્ચ થઈ જાય છે. આવા સમયમાં આટલી મોંઘી ફી અને જેમાં ઓનલાઇન અભ્યાસ બાળકોને અઘરો લાગી રહ્યો છે.મનથી અભ્યાસ કરતા હોય એવું આ મહિનાઓમાં જોયું નથી. લેસન આપે છે અને સ્કૂલમાંથી વોટ્સએપ પર તેના પર અભ્યાસ કરવાની સૂચના આપી દેવાય છે. આવી જ પરિસ્થિતિ રહી તો હેતને બીજી સસ્તી સ્કૂલમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે. સાથે સાથે સ્કૂલમાં બુધવારના કપડા અલગ,વર્ષ દરમિયાન બીજા ખર્ચા જે ઉત્સવના નામે કરાવે છે એ ખર્ચ કાઢવા હાલ અશક્ય છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો બાળકો એક જ વર્ષમાં રહે તો પણ ક્યાંય તકલીફ નથી પણ બાળક જો વચ્ચેથી અભ્યાસ વગર આગળના વર્ષમાં જશે તો એનો પાયો નબળો રહી જશેવાત પાક્કી છે.reality check: parents of gujarat primary school children say, we I will not send our children to school this year