રાજ્યની ખાનગી હોસ્પિ.માં કોરોનાની સારવારના ચાર્જ નક્કી, જાણો ICUથી લઈ વેન્ટીલેટર સહિતની સુવિધાના રેટ

રાજ્યની ખાનગી હોસ્પિ.માં કોરોનાની સારવારના ચાર્જ નક્કી, જાણો ICUથી લઈ વેન્ટીલેટર સહિતની સુવિધાના રેટ



મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તોતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે. જેને પગલે સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે HDU(હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.

ICUની સુવિધા વિનાના રેટ

હોસ્પિટલ સેવા બેડ દીઠ પ્રતિદિન ચાર્જ વોર્ડ 5700 HDU 8075

ICUની સુવિધા સાથેના રેટ

હોસ્પિટલ સેવા બેડ દીઠ પ્રતિદિન ચાર્જ વોર્ડ 6000 HDU 8500 આઈસોલેશન+ICU 14,500 વેન્ટીલેટર+આઈસોલેશન+ICU 19000

આ ચાર્જમાં અન્ય કઈ કઈ સુવિધા સામેલ છે

બે ટાઈમનું ભોજન અને સવારનો નાસ્તોસાંજની ચા અને નાસ્તો, PPE કીટની કિંમતN-95 માસ્ક અને રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જ

ચાર્જમાં શું શું સામેલ નથી

ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ તથા ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચસેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલી એન્ટિ બાયોટિક્સનો ખર્ચસ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી ચાર્જડાયાલિસિસ રેટ્સ (ડાયાલિસિસ રેટ 1500 અને 3500 ICUના ડાયાલિસિસ માટે)

ઠરાવની જોગવાઈ કોને લાગુ નહીં પડે આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન/ જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારી/ જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા MoU કરી સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો લાગુ પડશે નહીં.

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ કાર્ડ હશે તો શું રાજ્યની લોકપ્રિય ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ(યોજના માટે નક્કી થયેલી હોસ્પિટલ) કરવામાં આવી છે તેવી હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલી કિંમતે નહીં, પરંતુ યોજના અનુસાર નક્કી થયેલી કિંમત લાગુ પડશે.

નવા ચાર્જનો કોણ અમલ કરાવશે આ ઠરાવનો ચુસ્ત અને અચૂક અમલ થાય તે માટે સંબંધિત જિલ્લા/ કોર્પોરેશનના કલેક્ટર / જિલ્લા વિકાસ અધિકારી / મ્યુનિસિપલ કમિશનર / મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ કરવાની રહેશે.







charges for treatment of corona in gujarat private hospitals is decided, check rate list