રાજીનામાની માંગ વચ્ચે નેપાળના PM આજે દેશને સંબોધશે, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

રાજીનામાની માંગ વચ્ચે નેપાળના PM આજે દેશને સંબોધશે, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી



નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ખુરશી ઉપર જોખમ વધી ગયું છે. ઓલીએ ગુરુવારે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ તેમના વગર બેઠક શરૂ કરી દીધી હતી. જેનું નેતૃત્વ પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે કર્યું. તે પહેલા બજેટ સત્ર પણ સ્થગિત કરી દેવાયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે ઓલી આજે પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી શકે છે. આ બધાની વચ્ચે તેઓ સાંજે દેશને સંબોધિત કરશે. ટીવી રિપોર્ટ મુબજ ઓલીએ પ્રચંડને મળવાનો ઈનકાર કરી દીધો છે. જાણવા મળ્યું છે કે ઓલીએ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-UMLના નામથી નવી પાર્ટી નોંધાવી છે.

ઓલીએ બુધવારે પોતાની પાર્ટીમાં વિરોધીઓને શાંત કરવાની કોશિશ કરી હતી. નેતાઓને ઘરે બોલાવ્યા હતા, પરંતુ સમાધાન થયું ન હતું.સતત સાતમાં દિવસે સ્ટેંડિંગ કમિટીની બેઠક થઈ. પાંચમાંથી ત્રણ નેતાઓએ ઓલીને રાજીનામુ આપવાની વાત કહી. બુધવારે તેઓ બીમાર પડી ગયા હતા. મોડી રાતે તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તેને રૂટીન ચેકઅપ ગણાવાયું હતું.

ઘરે મિટિંગ
સત્તારૂઢ એનસીપી ગઠબંધનની સતત સાતમાં દિવસે બેઠક થઈ હતી. પાર્ટી હેડક્વાટરમાં થયેલી આ મિટિંગમાં ઓલી ગેરહાજર રહ્યા હતા. થોડીવાર પછી તેઓએ વિરોધી નેતાઓને ઘરે બોલાવ્યા હતા. કાઠમાંડુ પોસ્ટે સૂત્રોના હવાલેથી લખ્યું કે પાંચમાંથી ત્રણ નેતાઓએ ઓલીને કહ્યું છે કે તે ઝડપથી પદ છોડી દે. બે નેતાઓએ કામ સુધારવાની સલાહ આપી છે.

આ નેતાઓ સામેલ રહ્યા હતા
બુધવારે થયેલી મિટિંગમાં નંદ કુમાર પ્રસીન, પેશાલ ખાટીવાડા, લીલામણી પોખરેલ, માત્રિકા યાદવ અને યોગેશ ભટ્ટરાઈએ સંબોધન કર્યું હતું. ખાટીવાડા, યાદવ અને પોખરેલે કહ્યું કે ઓલી નિષ્ફળ રહ્યા છે. તેઓએ રાજીનામુ આપવું જોઈએ. માત્રિકા યાદવે તો એમ કહ્યું કે ઓલી શારીરિક, માનસિક અને વૈચારિક રીતે પ્રધાનમંત્રી રહેવાને લાયક નથી.









નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ સરકારી આવાસમાં કેબિનેટ બેઠક કરી હતી. આ દરમિયાન સરકારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો.






ઓલીએ બુધવારે પોતાની પાર્ટીમાં વિરોધીઓને શાંત કરવાની કોશિશ કરી હતી. નેતાઓને ઘરે બોલાવ્યા હતા, પરંતુ સમાધાન થયું ન હતું.