Translate to...

રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી શરૂ, કેન્દ્રને પક્ષકાર બનાવવાની સચિન પાયલટ ગ્રુપની અરજી મંજૂર

રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી શરૂ, કેન્દ્રને પક્ષકાર બનાવવાની સચિન પાયલટ ગ્રુપની અરજી મંજૂર
રાજસ્થાનની રાજકીય લડાઈ હવે કોર્ટમાં લડાઈ રહી છે. પાયલટ ગ્રુપના 19 ધારાસભ્યોને સ્પીકરે આપેલી અયોગ્યતા નોટિસ પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ કેસમાં કેન્દ્રને પક્ષકાર બનાવવાની પાયલટ ગ્રુપની અરજીને મંજૂર કરવામાં આવી છે. હવે આ મામલામાં કેન્દ્ર પણ પોતાનો પક્ષ રજૂ કરશે.

પાયલટગ્રુપે હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારને એ વાત કરતા પક્ષકાર બનવા માટે કહ્યું હતું કે તેમણે દસમી અનુસૂચીની બંધારણીય માન્યતાને પડકારી છે, આ કારણે કેન્દ્રને પક્ષકાર બનાવવામાં આવે તે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી સોમવારેસ્પીકરની દલીલ હતી કે હાઈકોર્ટ તેમને અયોગ્યતાની કાર્યવાહી કરવાથી ન રોકી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું લોકશાહીમાં અસહમતિના અવાજને રોકી ન શકાય. અસંતૃષ્ટ ધારાસભ્યો લોકોના પ્રતિનિધિઓ છે. શું તેઓ અસહમતિ વ્યક્ત ન કરી શકે ? આ રીતે તો લોકશાહી જ પુરી થઈ જશે. આ મુદ્દા પર વિગતે સુનાવણીની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટે અગામી સુનાવણી 27 જુલાઈએ નક્કી કરી છે.

અત્યાર સુધીમાં શું થયું ?14 જુલાઈઃ સ્પીકરે સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મોકલી અને 17 જુલાઈએ બપોરે 1.30 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો.16 જુલાઈઃનોટિસની વિરુદ્ધ પાયલટ સહિત 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મોકલી અને 17 જુલાઈ બપોરે 1.30 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો.17 જુલાઈઃહાઈકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી કરી અને મામલો બે જજોની બેન્ચમાં મોકલ્યો. આ બેન્ચે 18 જુલાઈ સુધી સુનાવણી નક્કી કરી.18 જુલાઈઃઅગામી સુનાવણી 20 જુલાઈએ નક્કી કરવામાં આવી અને સ્પીકરને કહ્યું કે તે 21 જુલાઈ સુધી નોટિસ પર કાર્યવાહી ન કરે. સ્પીકરે પણ તેનું પાલન કરતા કાર્યવાહી ટાળી.20 જુલાઈઃહાઈકોર્ટે દલીલ પુરી ન થવાને કારણે કહ્યું- 21 જુલાઈએ પણ સુનાવણી થશે.21 જુલાઈઃહાઈકોર્ટે ફરી મામલાને સાંભળ્યો અને ચુકાદાને 24 જુલાઈ માટે સુરક્ષિત રાખ્યો. સ્પીકરને પણ ત્યાં સુધી કોઈ નિર્ણય ન કરવા માટે કહ્યું.22 જુલાઈઃ સ્પીકર સીપી જોશીએ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી. સચિન ગ્રુપે પણ કેવિએટદાખલ કરી.23 જુલાઈઃસુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમાં તેમણે રાજસ્થાન હાઈકોર્ટની સુનાવણી રોકવાથી ઈન્કાર કર્યો હતો.Rajasthan High Court likely to give judgment today at 10.30 am, Supreme Court refuses to intervene on Speaker's appeal