Translate to...

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ
1. સૌથી પહેલા રાજસ્થાનની વાત રાજસ્થાનના રાજકારણમાં કયો વળાંક આવશે તે અંગે અત્યારે અંદાજ લગાવવો મુશ્કેલ જણાય છે.લોકડાઉનની કડવી યાદ પણ મનના આવરણ પરથી દૂર થતી નથી. એટલે જ તો વેબ સિરીઝની ખુમારી હજુ પણ મગજ પર છવાયેલી છે. રાજસ્થાનના રાજકારણમાં દિન-પ્રતિદિન જે રસપ્રદ વળાંક આવી રહ્યા છે તેને જોતા કોઈ પણ ફિલ્મ પ્રોડ્યૂસરને ફિલ્મ માટેની પટકથા લખવા પ્રેરણા મળી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના રાજકારણ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો કે વિરોધ વ્યક્ત કરવો તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટને મોટી રાહત આપી. એટલે કે સ્પીકર ઈચ્છતા હોવા છતાં પણ પાયલટ તથા તેમના 18 સાથી ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી ન કરી શક્યા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ એક અત્યંત મહત્વની ભૂમિકા સાથે ઉભરી આવ્યા છે. વિધાનસભાનું સત્ર બોલાવવા અંગે અશોક ગેહલોત અને રાજભવન વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો છે, હવે આગળ શું ઘટના આકાર લેશે તે જોવું ખૂબ જ રસપ્રદ બની ગયુ છે.

2. કોરોનાની મહામારીમાં કેસની સંખ્યા 13ના આંકને પાર થઈ ભારતમાં 13ના આંકડાને ખાસ માનવામાં છે. અગાઉ ભૂતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની યાદ જોડાયેલી છે. તેમણે દેશની સરકાર પહેલા 13 દિવસ, અને પછી 13 મહિના ચલાવી હતી. આ સ્થિતિને જોતા 13નો આંકડો શુભ નહીં પણ અશુભ માનવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં પણ 13નો આંકડો અશુભ માનવામાં આવે છે. 13 તારીખને શુક્રવારનો સંયોગ પણ કેટલો અશુભ માનવામાં આવે છે તે અંગે સૌ કોઈ વાકેફ છે.કોઈ પણ ઈમારતને 13 માળ સુધી રાખવામાં આવતી નથી. અહીં વાત કોરોના વાઈરસની છે. દેશમાં સંક્રમિત દર્દીની કુલ સંખ્યા આજે શુક્રવારે 13 લાખને પાર કરી ગઈ છે. દેશમાં 10 લાખની વસ્તી દીઠ 947 સંક્રમિત મળી રહ્યા છે. 30 હજારથી વધારે લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા છે. મધ્ય પ્રદેશ બાદ ઉત્તર પ્રદેશમાં એક પ્રધાન પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

3. અનાદર કેસમાં લાગણી ઉભરી આવી કોઈના પ્રત્યેની લાગણી હંમેશા સારી હોઈ શકે તે જરૂરી નથી. ભૂતપુર્વ કાયદા પ્રધાન અને સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણ પણ લાગણીમાં આવી તેમના દિકરા અને સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ સામે અનાદર કે તિરસ્કાર કેસની કાર્યવાહીમાં પક્ષકાર બનવા માટે અરજી દાખલ કરી હતી.

આ કેસ આશરે 11 વર્ષ જૂનો છે. વર્ષ 2009માં પ્રશાંત ભૂષણે એક મુલાકાતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ અંગે ટિપ્પણી કરી હતી. આ બાબતને કોર્ટે જાતે જ ધ્યાન પર લીધી હતી. જ્યારે તેમના પિતાની અરજી પર સુનાવણી કરવાનો વારો આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે કહી દીધુ કે તમે ભાવનાત્મક વાત કરી રહ્યા છો. કાયદાકીય નહીં. પ્રેમ અને લાગણીથી જે તર્ક ઉપજી આવે છે તે કાયદાકીય રીતે યોગ્ય નથી. તમે એક વૃદ્ધ વ્યક્તિ છો અને આ સંજોગોમાં તમારે દલીલ રજૂ કરવી જોઈએ નહીં.

છેવટે તેમની અપીલ નકારી દેવામાં આવી. હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ કેસ લાંબો ચાલશે. કદાંચ અન્ય કેસોની માફક.....

4. ગેંગસ્ટરની પત્નીએ કહ્યું-હું મારા બાળકોને સક્ષમ બનાવીશ આ વાત ફિલ્મની છે. કેટલાક વર્ષ અગાઉ એક ફિલ્મ આવી હતી-વાર. આ ફિલ્મમાં બે જાણિતા અભિનેતા ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ હતા. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફના પિત ગુનેગાર હોય છે અને ઋત્વિક રોશન તેમનું એન્કાઉન્ટર કરી દે છે. પણ ટાઈગરની માતા તેને દેશભક્ત બનાવે છે અને બાદમાં તે દેશ માટે શહીદ થઈ જાય છે. ખેર, ફિલ્મની વાતો તો ચાલતી રહેશે પણ ગેંગસ્ટર વિકાસ દુબેની પત્ની ઋચાએ ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં કંઈક આ પ્રકારનું વચન આપ્યું છે. તે કહે છે કે હું સમાજ પાસેથી માફી માગતી રહીશ. મુખ્યમંત્રી ઈચ્છશે તો હું ચોક્કસપણે મારા બાળકોને સક્ષમ બનાવીશ. ભવિષ્યમાં શું થશે તે યોગી કે અન્ય કોઈ કહી શકતુ નથી.... 5. આજે 6 રાશિવાળા લોકોને અટકી પડેલા પૈસા મળશે આમ તો આ મહિનો પૂરો થવાને એક સપ્તાહનો સમય બાકી છે. આ સંજોગોમાં જો અટકી પડેલા બાકી નિકળતા પૈસા મળી જાય તો લોટરી લાગવા જેવો અનુભવ થાય છે.આ સંજોગોમાં મેષ, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિવાળા લોકો માટે આજના દિવસે આ પ્રકારની બાબત બની શકે છે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 પૈકી 6 રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે. 4 રાશિઓ માટે આજનો દિવસ સામાન્ય છે. આ ઉપરાંત 2 રાશિઓ માટે દિવસ સારો નહીં હોય.

તમારા માટે વધુ ચાર સમાચાર...

નાગપુરમાં આજથી જનતા કર્ફ્યૂ કેન્દ્ર સરકારે અનલોકની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. જોકે કોરોનાના વધી રહેલા કેસની સ્થિતિને જોતા સ્થાનિક સ્તર પર લોકડાઉન અને જનતા કર્ફ્યૂની સ્થિતિ લાદવા ફરજ પડી રહી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં આજથી બે દિવસ માટે જનતા કર્ફ્યૂ રહેશે. મધ્ય પ્રદેશના મોટાભાગના શહેરોમાં શનિવાર-રવિવાર સંપૂર્ણપણે લોકડાઉન રહેશે.

બાબરી ધ્વંસ કેસમાં અડવાણીએ કહ્યું-હું નિર્દેષ છું સાંભળવામાં કદાંચ નવાઈ લાગશે પણ આ જ હકીકત છે. બાબરી વિધ્વંસ કેસમાં CBI કોર્ટ સમક્ષ હાજર થયેલા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે મને કોંગ્રેસની સરકારે ફસાવ્યો છે. હું નિર્દોષ છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીએ રામ મંદિર આંદોલન માટે રથયાત્રા કાઢી હતી. દેશભરમાં રામ મંદિર આંદોલન માટે વાતાવરણ ઉભુ કર્યું હતું. બે સાંસદવાળી પાર્ટીને આજે સત્તાના શિખર સુધી પહોંચાડવાનો પાયો તેમણે નાંખ્યો હતો. ખેર, ભગવાન રામ સૌનું ભલુ કરે.

IPLની તારીખ આવી ગઈ આપણા દેશમાં બે બાબત ખૂબ જ અગત્યની છે, આ બન્ને એવી બાબત છે કે જાણે દેશને પરસ્પર જોડી રાખે છે. તેમા એક ક્રિકેટ અને બીજુ બોલીવુડ છે. જ્યારે વાત ક્રિકેટની આવે છે તો IPLનો ઉલ્લેખ કરવો જ પડે. કોરોના વાઈરસથી લોકડાઉનને લીધે મોકૂફ રાખવામાં આવેલા IPLની તારીખ નક્કી થઈ ગઈ છે.

થોડુ પરિવર્તન કર્યું અને વિરાટ હિટ થઈ ગયો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે વર્ષ 2014માં ઈગ્લેન્ડ પ્રવાસ સમયે તેમનું પ્રદર્શન નિરાશાજનક હતું. તે સમયે સચિન તેન્ડુલકરે સૂચન કર્યું કે બોલરો સામે ફોરવર્ડ પ્રેસ (આગળ ઝુકીને રમવા) અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ક્રીઝની બહાર ઉભુ રહેવું જોઈએ. આ બન્ને સલાહને માની અને બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો.Suspense grew after the court's roaring entry into the Rajasthan politics web series