Translate to...

રાજસ્થાનનું રાજકીય રણ, પીડાદાયક કોરોના અને સંસદમાં જ્યોતિરાદિત્ય-દિગ્વિજય એક બીજાની સામે આવ્યા

રાજસ્થાનનું રાજકીય રણ, પીડાદાયક કોરોના અને સંસદમાં જ્યોતિરાદિત્ય-દિગ્વિજય એક બીજાની સામે આવ્યા
આજે તારીખ 23 જુલાઈ,2020. દેશમાં કોરોનાએ પ્રવેશ કર્યો હતો તેના 175 દિવસ પૂરા થઈ ગયા છે અને કોરોનાના દર્દીની સંખ્યા 12 લાખને પાર થઈ ગઈ છે. બુધવારે સમાચારોના પ્રવાહ પૈકી કોરોનાના આ પીડાદાયક સમાચાર હતા.દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 12 લાખને પાર થઈ ગઈ છે. જોકે, સાડા સાત લાખથી વધારે લોકોએ કોરોના સામેના જંગમાં જીત મેળવી છે.એટલે કે તેઓ તંદુરસ્ત થઈ ગયા છે. જોકે આશરે 29 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજધાની દિલ્હીના આરોગ્ય પ્રધાને ત્યાં સુધી કહ્યું કેદિલ્હીમાં પ્રત્યેક પાંચ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ પોઝિટિવ છે. આરોગ્ય પ્રધાન બે દિવસ અગાઉ જ કોરોનાથી મુક્ત બની ઘરે પરત ફર્યા છે.

બીજા સૌથી મોટા સમાચાર રાજસ્થાનમાં રાજકીય રણમાંથી આવ્યા છે. રાજસ્થાનમાં રાજકીય ડ્રામાને આજે 14 દિવસ પૂરા થયા છે. CM ગેહલોતના નજીકના લોકોને ત્યાં છેલ્લા 9 દિવસથી ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સી કાર્યવાહી કરી રહી છે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ગેહલોતના મોટા ભાઈ અગ્રસેન ગેહલોતનો સમાવેશ થાય છે. તેઓ બિયારણને લગતો કારોબાર ધરાવે છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. અત્રે એ વાત નોંધનીય છે કે વર્ષ 2009માં તેમની કંપની પર રૂપિયા 5.45 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો અને 11 વર્ષ બાદ EDએ તેમને નિશાન બનાવ્યા છે.

ત્રીજા સૌથી અગત્યના સમાચાર પણ રાજકારણમાંથી જ છે. તે દેશની સંસદથી છે. બુધવારે રાજ્યસભાના સાંસદોના શપથ ગ્રહણ હતા. આ સમારંભમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ લગભગ પાંચ મહિના બાદ પ્રથમ વખત એકબીજાની સામસામે આવ્યા હતા. બન્નેએ એકબીજાનેહાથ જોડ્યા અને આ તસ્વીર ફોટો ઓફ ધ ડે બની ગઈ. શપથ ગ્રહણના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યુ હતુ અને રાજકીય તાલમેલ પણ જોવા મળ્યો.ચોથા સમાચાર વિકાસ દુબે એન્કાઉન્ટરને લગતા છે. સૌ કોઈના મનમાં વિકાસ દુબેના ગુનાહિત કૃત્ય અને ત્યારબાદની ઘટનાની યાદ તાજી જ હશે. પહેલા 8 પોલીસ કર્મચારીની હત્યા કરી પછી ફરાર થઈ પોલીસને દોડાવતો રહ્યો. આજે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સલાહ આપી કે વિકાસ દુબે કેસ જેવી ભૂલ ફરી પુનરાવર્તિત ન થવી જોઈએ. પંચે 2 મહિનામાં તપાસ પૂરી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આજના દિવસને લગતા સમાચારપહેલા-એરફોર્સના કમાન્ડર્સ કોન્ફરન્સ આજે પણ યોજાશે. ગઈકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભાગ લીધો હતો અને કહ્યું હતું કે વાયુસેનાએ લદ્દાખમાં ગમે તેવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે.બીજા- સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાનના સ્પીકર સીપી જોશીને લગતી અરજી પર આજે ત્રણ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠ સુનાવણી કરશે. તેમા ધારાસભ્યોને ગેરલાયક ઠારવવાની નોટિસને લગતો વિવાદ છે.

ત્રીજા-આ ઉપરાંત મણીપુર સહિત અનેક રાજ્યોના વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છું. કોરોનાના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યમાં લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

એક અહેવાલ NYTમાંથીNYTથી કોરોના વેક્સીનની સ્પર્ધાને લગતો એક અગત્યનો અહેવાલ આવ્યો છે. અહેવાલ પ્રમાણે અનેક સરકારો અસરકારક સાબિત થયા વગર જ વેક્સીન ખરીદવા માટે ઉતાવળ કરી રહી છે. બીજી બાજુ રશિયા પર આરોપ છે કે તે ઓક્સફોર્ડમાં જે સંશોધન થઈ રહ્યા છે તેની જાસૂસી કરી રહ્યું છે.Rajasthan's political desert, painful corona and Jyotiraditya-Digvijay clash in Parliament