Translate to...

રાજસ્થાનના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ- સરકાર પહેલા વિશ્વાસ મત પ્રાપ્ત કરે, સુભાષ કશ્યપે કહ્યું- કેબિનેટના વિસ્તરણની શકયતા

રાજસ્થાનના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ- સરકાર પહેલા વિશ્વાસ મત પ્રાપ્ત કરે, સુભાષ કશ્યપે કહ્યું- કેબિનેટના વિસ્તરણની શકયતા




રાજસ્થાનમાં ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યોછે. સચિન પાયલટને કોંગ્રેસ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ પદેથી હટાવવામાં આવ્યા છે. આ સિવાય તેમના ગ્રુપના વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાનું પણ મંત્રી પદ છીનવાયું છે. હાલ એમ કહેવાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમના મંત્રીમંડળમાં ઘણાં નવા ચેહરાઓને સ્થાન આપી શકે છે.

રાજસ્થાન સરકારમાં આગળ શું થઈ શકે છે, તેની પર 3 મત1.સરકારની અંદર જ વિશ્વાસ પર પ્રશ્નાર્થચિહ્નઃ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ

પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સુમિત્રા સિંહના જણાવ્યા મુજબ સરકાર ગૃહના વિશ્વાસથી ચાલે છે. જો તેમાં અવિશ્વાસ થઈ ગયો તો સરકારને ફરીથી વિશ્વાસ પ્રાપ્ત કરવો પડશે. સરકારની અંદરના વિરોધના કારણે પાયલટ, મીણા અને સિંહને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા છે. હાલની સ્થિતિમાં જ્યારે સરકારમાં જ વિશ્વાસ બાબતે પ્રશ્નાર્થચિહ્ન લાગ્યુંછે ત્યારે રાજ્યપાલની ભૂમિકા મહત્વની થઈ ગઈ છે. તે એસેમ્બલી બોલાવીને ફ્લોર ટેસ્ટના નિર્દેશ આપી શકે છે.

હાલની સ્થિતિ સ્પષ્ટ છે કે ગેહલોત સરકાર પોતાની પાર્ટી અને પબ્લિકમાંથી વિશ્વાસ ગુમાવી ચૂકી છે, તેને પરત લાવવા સરકાર વિશ્વાસ મત પ્રાપ્ત કરે. તે વગર કેબિનેટનું વિસ્તરણ થઈ શકે નહિ. મને એ વાતનું આશ્ચર્ય છે કે પોતે કેબિનેટ સભ્ય હોવા છતા સચિન પાયલટ કહી રહ્યાં છે કે ગેહલોત સરકારે વિશ્વાસ મત ગુમાવી દીધો છે. આવું મેં મારા 50 વર્ષીય રાજકીય જીવનમાં અગાઉ ક્યારેય જોયું નથી.

2.કેબિનટનું વિસ્તરણ કરી શકે છે સીએમઃ સુભાષ કશ્યપબંધારણના નિષ્ણાંત સુભાષ કશ્યપે જણાવ્યું કે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. સીએમની ભલામણ પર રાજ્યપાલ મંત્રીની નિમણૂંક કરશે. જો ફલોર ટેસ્ટ દરમિયાન બહુમતી સરકારની વિરુદ્ધ આવે છે તો સરકાર પડી જશે. સભ્યોનો વોટ વેલિડ જ રહેશે. પછીથી ફરિયાદ પર કાર્યવાહી થઈ શકે છે.

3.પાયલટ હાલઅલગ-અલગ ગ્રુુપ ન બનાવી શકે, જોકે સરકારની વિરુદ્ધ વોટિંગનો વિકલ્પઃ આચારીપૂર્વ લોકસભા જનરલ સેક્રેટરી પીડીટી આચારીએ કહ્યું કે પાયલટ જો 30 સભ્યોની સાથે નવી પાર્ટી બનાવે છે અથવા તો પાર્ટી બદલે છે તો ધારાસભ્ય તરીકેનું સભ્યપદ જશે. કાયદા અંતર્ગત બે તૃતીયાંશ(71) સભ્યો એક સાથે કોઈ બીજી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. બળવાખોર ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ પરથી જીતીને આવ્યા છે. ટેકનીકલ રીતે જોઈએ તો તેઓ હાલ કોંગ્રેસના જ ધારાસભ્યો છે. બહુમતીના પરીક્ષણ પહેલા પાર્ટી તેમનેહટાવતી નથી તો તેઓ સરકારની વિરુદ્ધ વોટ આપી શકે છે.

કોંગ્રેસ તેમને પાર્ટીમાંથી હટાવશે તો ગૃહની સંખ્યા 170 જ રહેશે. એટલે કે સરકાર બચી શકે છે. તેઓ ત્યાં સુધી સભ્ય છે, જ્યાં સુધી રાજીનામું આપતા નથી. અથવા તો પાર્ટી કાઢી મૂકતી નથી અથવ તો સ્પીકર અયોગ્ય ઠેરવતા નથી. પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા માટે કોંગ્રેસ બુધવારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ અરજી કરી શકે છે. તેમાં પાર્ટી બદલવા વિરોધી કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. વિધાયક પક્ષની બેઠકમાં ન આવવા જેવી બાબતોને કોંગ્રેસ આધાર બનાવી શકે છે.







Former Rajasthan assembly speaker says govt should get confidence vote first, Subhash Kashyap says cabinet expansion likely